બોર્ડની પરીક્ષામાં વિધાર્થીઓએ અપનાવ્યા ગજબના પેતરા, કોઈએ લખ્યું “I LOVE U SIR” તો કેટલાકે તો હદ પાર કરી નાખી, જુઓ

ગુજરાત સમેત ઘણા રાજ્યમાં હાલ બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે અને વિધાર્થીઓમાં પણ બોર્ડની પરીક્ષાનો ડર પણ જોવા મળી રહ્યો છે, ગુજરાતમાં ઘણા વિધાર્થીઓ પરીક્ષાના ડરના લઈને જીવન ટૂંકાવતા હોવાની ઘટનાઓ પણ સામે આવતી રહી છે, ત્યારે હાલ એક એવી ઘટના સામે આવી છે જેને સમગ્ર દેશમાં ચર્ચા જગાવી છે.

બિહાર બોર્ડનું 10માનું પરિણામ 2022 ગઈકાલે જાહેર થયું. આ પહેલા ધોરણ 12 બોર્ડની કેટલીક કોપીઓ સામે આવી છે, જેમાં વિદ્યાર્થીઓએ લખેલી વિચિત્ર કોમેન્ટ વાંચીને શિક્ષકો હસી પડ્યા હતા. કોપી સામે આવ્યા બાદ રાજ્યની શિક્ષણ વ્યવસ્થા પર પણ સવાલો ઉભા થયા છે. મધ્યવર્તી નકલોના મૂલ્યાંકન દરમિયાન ઘણી કોપીમાંમાં એવા જવાબો લખવામાં આવ્યા છે, જે જોઈને શિક્ષકો પણ દંગ રહી ગયા હતા. કોઈએ તેની નકલમાં ગીત લખ્યું છે, તો કોઈ વિનંતી કરી રહ્યું છે. બસ તેમને કોઈક રીતે પાસિંગ માર્કસ મેળવવા છે.

એક પરીક્ષાર્થીએ ભક્તિ આંદોલનના પ્રશ્ન પર જવાબ આપતા લખ્યું છે  “સેવામાં, શ્રીમાન, વિષય – ભક્તિ આંદોલનના સંબંધમાં… સાહેબ, મારી નમ્ર વિનંતી છે કે આપણે બજરંગબલીના ભક્ત છીએ. મને ભક્તિ કરવા માટે 5 ફેબ્રુઆરીથી 10 ફેબ્રુઆરી સુધી રજા આપવાનો પ્રયત્ન કરો. પગે લાગી શકું છું પણ નંબર આપો પ્લીઝ.

એક વિદ્યાર્થીએ તેની કોપીમાં પોતાને વિદ્યાર્થી ગણાવ્યો છે અને લખ્યું છે કે સર જી કોરોનાને કારણે સ્થિતિ દયનીય છે. મને કેટલાક માર્ક્સ આપો. અમે ભણીએ છીએ પણ નંબર આપશો તો જ દીકરી પ્રગતિ કરશે. પેજના છેલ્લામાં તેણે લખ્યું છે કે હું સરિતા કુમારી આપની હંમેશા આભારી રહીશ. કૃપા કરીને નંબર આપો.

12મા ધોરણના વિદ્યાર્થીએ પોતાની કોપીમાં લખ્યું છે “આઈ લવ યુ સર જી. મને તમારામાં પૂરો વિશ્વાસ છે કે તમે મને ઉચ્ચ નંબરો અપાવશો. સેવામાં શ્રીમાન આપને મારા હાર્દિક પ્રણામ છે.  જે પણ સાહેબ મારી કોપી જોઈ રહ્યા છો, તેઓ મહાન છે. મને ખાતરી છે કે તમે મને ઘણા બધા નંબર આપશો. મને તમારામાં પૂરો વિશ્વાસ છે સાહેબ.”

વિદ્યુત શક્તિ શું છે અને વિદ્યુત ઉર્જા શું છે તેના જવાબમાં એક પરીક્ષાર્થીએ ગીતો સાથે કોપી ભરી. આ સવાલના જવાબમાં તેણે પોતાની કોપીમાં લખ્યું- ચાંદ વાલા મુખડા લે કે ચલો ના બજાર મેં, એક પાગલ પ્રેમી હો ગયા ઘાયલ તેરે પ્યાર મેં, અરે મેકઅપ વાલા મુખડા લેકે ના ચલો બજાર મેં. શિક્ષકો પણ આવી ટિપ્પણીઓ વાંચીને આશ્ચર્યચકિત થઇ ગયા હતા.

Niraj Patel