10 મુ ફેલ રીક્ષા ડ્રાઈવરનું જીવન બદલી નાખ્યું વિદેશી યુવતીએ, બંનેની પ્રેમ કહાની ફિલ્મો કરતા પણ છે શાનદાર

એવું  કહેવાય છે કે પ્રેમ ક્યારેય ઉંમર,રંગ, રૂપ અને નાત-જાત નથી જોતો, ના પ્રેમને ક્યારેય સરહદોના બંધનો નડતા હોય છે. આપણે ઘણી એવી પ્રેમ કહાનીઓ જોઈ હશે હાલ એવી જ એક રીક્ષા ડ્રાઈવરની પ્રેમ કહાની ચર્ચામાં છે, જેને પણ એક વિદેશી યુવતી સાથે પ્રેમ થયો અને આજે તેનું કિસ્મત બદલાઈ ગયું છે.

અમે વાત કરી રહ્યા છીએ જયપુરના એક રીક્ષા ડ્રાઇવર રણજિતની જે 10મુ ધોરણ ફેલ છે. પરંતુ તે છતાં તેનું કિસ્મત તેને સ્વીત્ઝર્લેન્ડ લઈને ગયું. તેની પ્રેમ કહાની પણ ખુબ જ દિલચસ્પ છે. એક ગરીબ પરિવારમાં જન્મ્યા હોવા છતાં પણ તે જયપુરની ગલીઓમાંથી નીકળી અને વિદેશમાં જઈને વસી ગયો અને આજે એક સુખી જીવન જીવી રહ્યો છે.

રણજિતની કહાની ફિલ્મો કરતા પણ શાનદાર છે. રણજીતના જણાવ્યા અનુસાર તે ખુબ જ ગરીબ પરિવાર સાથે સંબંધ ધરાવે છે. જેના કારણે તેનું શિક્ષણ પણ પૂર્ણ ના થઇ શક્યું અને 10માં ધોરણ બાદ જ તેને સ્કૂલ છોડવી પડી હતી.

પોતાના દુઃખ ભરેલા દિવસોને યાદ કરતા રણજીત જણાવે છે કે બાળપણથી જ હું સમાજ સાથે લડતો આવ્યો છે. એક તો હું ગરીબ હતો અને કાળો પણ. તો ઘણું જ સાંભળવા મળતું હતું.  ત્યારે ગુસ્સો પણ આવતો હતો. અને હવે તો જીવનની હકીકત સમજાઈ ગઈ એટલે હવે શાંત રહું છું.

રણજીત જયારે 16 વર્ષનો હતો ત્યારથી જ તેને રીક્ષા ચલાવવાનું શરૂ કરી દીધી છે. જયપુરમાં તેને ઘણા વર્ષો સુધી રીક્ષા ચલાવી. વર્ષ 2008માં તેને અંગ્રેજી શીખી લીધું અને ત્યારબાદ ટુરિઝમનું કામ શરૂ કર્યું. આ દરમિયાન જ એક ફ્રાન્સની યુવતી તેને ત્યાં ગ્રાહક બનીને આવી. તે ફ્રાન્સથી ભારત ફરવા માટે આવી હતી.રણજિતે તેને જયપુર ફેરવી અને આ દરમિયાન જ બંને વચ્ચે પ્રેમ થઇ ગયો.

રણજીતના જણાવ્યા અનુસાર તે સીટી પેલેસમાં પહેલીવાર મળ્યા હતા. તે તેના મિત્રો સાથે ભારત આવી હતી. તે ચાલી ગઈ જેના બાદ બંને વચ્ચે સ્કાઇપ ઉપર વાત થતી હતી અને આ દરમિયાન જ બંને વચ્ચે પ્રેમ થઇ ગયો. તેને ફ્રાન્સ જવાનો પણ ઘણો જ પ્રયત્ન કર્યો પરંતુ વિઝાના મળ્યા. જેના કારણે તેની પ્રેમિકા ભારત આવી અને બંનેએ ફ્રેન્ચ એમ્બેસીની બહાર ધરણા કર્યા. જેના 3 માહીના બાદ ફ્રાન્સના ટુરિસ્ટ વિઝા મળી ગયા.

વર્ષ 2014માં બંનેએ લગ્ન કરી લીધા અને તેમને એક બાળક પણ થયું. રંજીતે લોન્ગ ટર્મ વિઝા એપ્લાય કર્યા તો તેને ફ્રેન્ચ શીખવા માટે કહેવામાં આવ્યું. રણજીતે દિલ્હીના અલાયન્સ ફ્રાંસેમાં કલાસ કર્યા અને પરીક્ષા  મળેવી લીધું.  તેને જણાવ્યું કે આ રીતે ટર્મ વિઝા મળી ગયા. અને જેના કારણે તે જયપુરથી ફ્રાન્સ પહોંચી ગયો.

હાલમાં રાજ જિનેવામાં પરિવાર સાથે રહે છે. ત્યાંના એક રેસ્ટોરન્ટમાં તે કામ કરે છે. રણજીતનું સપનું છે કે તે ત્યાં પોતાનું એક રેસ્ટોરન્ટ ખોલે. ત્યાં કામ કરવાની સાથે રણજીત પોતાની એક યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે. જેના દ્વારા તે ઘરે બેઠેલા લોકોને દુનિયાની સુંદરતા બતાવે છે.

Niraj Patel