વાહ…આ બાપ દીકરાની જોડીએ તો દિલ જીત્યા…પથારીમાં સુઈ રહેલા 105 વર્ષના પપ્પા માટે 75 વર્ષના દીકરાએ વગાડી સીટી…જુગલબંધી તમારું દિલ જીતી લેશે, જુઓ

75 વર્ષના દીકરા અને 105 વર્ષના પપ્પાની જુગલબંધીએ જીત્યા લોકોના દિલ, વીડિયો થઇ રહ્યો છે વાયરલ

દરેક માતા પિતા પોતાના સંતાનોને ખુબ જ પ્રેમ કરતા હોય છે. ત્યારે માતા પિતાની પણ ઈચ્છા હોય છે કે તેમના સંતાનો ખુબ આગળ વધે અને ઘડપણમાં તેમનો સહારો બને. ઘડપણમાં તેમના સંતાનો તેમને દુઃખ ના પહોચાવે. ત્યારે આજના સમયમાં ઘણા સંતાનો પોતાના માતા પિતાને રેઢા મૂકી દેતા હોય છે તો ઘણા સંતાનો પોતાના માતા પિતાની ખુબ જ સેવા પણ કરતા હોય છે.

ઇન્ટરનેટ પર આવી ઘણી ઘટનાઓના વીડિયો પણ સામે આવે છે. જેમાં સંતાનોનો માતા પિતા પ્રત્યેનો પ્રેમ જોવા મળતો હોય છે. હાલ એક એવો જ વીડિયો લોકોના દિલ જીતી રહ્યો છે. જેમાં એક 105 વર્ષના પપ્પા માટે તેમનો 75 વર્ષનો દીકરો જે કરી રહ્યો છે તે ખરેખર શાનદાર છે. વીડિયોમાં બાપ દીકરાની જુગલબંધીએ લોકોના દિલ જીતી લીધા હતા.

વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં દીકરો સીટી વગાડી રહ્યો છે અને તેના પિતાને પૂછી રહ્યો છે કે આ કઈ ટ્યુન છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પિતા પલંગ પર સૂઈ રહ્યા છે અને તેમની બાજુમાં તેમનો પુત્ર બેઠો છે. પુત્ર તેના પિતાને ખુશ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. સૌથી સારી વાત એ છે કે પિતા પણ સારો પ્રતિસાદ આપી રહ્યા છે.

અંતે, જ્યારે પુત્ર સીટી વગાડીને શાંત થાય છે અને પિતાને પૂછે છે કે આ કયું ગીત છે, ત્યારે પિતા પણ તે ગીતનું નામ કહે છે. આ સાંભળીને ત્યાં બેઠેલા પરિવારના સભ્યો પણ તાળીઓ પાડવા લાગ્યા. હાલ આ વીડિયો ક્યાંનો છે તેની પુષ્ટિ થઈ શકી નથી. આ વાયરલ પોસ્ટ પર જગન્નાથન નામના યુઝરે લખ્યું કે આ તેમના પરિવારનો વીડિયો છે. તેણે લખ્યું કે તે મારા પિતા છે અને તેઓ 104 વર્ષના છે. હવે 19 જાન્યુઆરીએ અમે તેમનો 105મો જન્મદિવસ ઉજવ્યો છે.

Niraj Patel