રડતા રડતા આ 10 વર્ષીય બાળકીએ જે કહ્યુ તે સાંભળીને દુનિયા રડી ગઇ, જુઓ વીડિયો

ઇઝરાયલ અને ફિલિસ્તીન વચ્ચે આ સમયે ઘણો તણાવ ભરેલો માહોલ છે. બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ બનેલી છે. અવાર નવાર ધમાકા વાળા વીડિયો સામે આવતા હોય છે જેમાં લોકોનું દિલ દુભાઇ જાય છે. આ વચ્ચે એક રડતી બાળકીનો વીડિયો સામે આવ્યો છે, જેણે દુનિયા સમક્ષ કેટલાક સવાલ ઊભા કરી દીધા છે.

તેનું નામ તે વીડિયોમાં Naine Abtel Taif જણાવે છે. તે આવા સમયમાં કંઇ કરી શકતી નથી. તે વીડિયોમાં કહે છે કે, હું પરેશાન છુ મને ખબર નથી કે શુ કરવુ જોઇએ હું કંઇ કરી શકતી નથી. તમે આ જોઇ રહ્યા છો. તમે મારાથી શુ ઉમ્મીદ કરો છો ? આને ઠીક કરુ, હું માત્ર 10 વર્ષની છું. તે આ વીડિયોમાં આગળ પણ ઘણુ જણાવે છે.

તે કહે છે કે, હું બસ ડોક્ટર બનવા ઇચ્છુ છુ કારણ કે તમારા લોકોની મદદ કરી શકુ. હું બાળકી છુ, મને એ નથી ખબર કે મારે શુ કરવુ જોઇએ. મને ડર લાગે છે કે પણ એટલો વધારે નહિ. હું માત્ર 10 વર્ષની છું. તેની પાછળ એક બિલ્ડિંગ ધરાશાયી થયેલ જોવા મળી રહી છે. તે કહે છે હું આવું રોજ જોઉ છુ. અને રોજ રડુ પણ છુ. પોતાનાથી કહુ છુ કે શુ આપણે આ ડિઝર્વ કરીએ છીએ ? આપણે આના માટે શુ કર્યુ ? મારા પરિવારવાળા કહે છે કે તે આપણને નફરત કરે છે, કારણ કે આપણે મુસ્લિમ છીએ. તમે જોઇ રહ્યા છો કે મારી આસપાસ બાળકો છે, તમે તેમના પર મિસાઇલ છોડો છો અને મારી દો છો. આ ઠીક નથી.

Shah Jina