અમદાવાદીઓ ચેતી જજો ! કોરોનાના નવા 10 કેસ નોંધાયા, જાણો તમારા વિસ્તારમાંથી તો નથી આવ્યા ને…

ગુજરાતમાં ફરી એકવાર કોરોના પગપેસારો કરી રહ્યો છે, રોજેરોજ નવા નવા કેસ નોંધાઇ રહ્યા છે. ત્યારે અમદાવાદમાં આજે વધુ 10 કેસ નોંધાયા છે. જેમાં પાંચ મહિલાનો સમાવેશ થાય છે. નિકોલ, મણીનગર સહિત નવરંગપુરા, નારણપુરા, બોડકદેવ અને થલતેજ, સાબરમતી તેમજ ઇસનપુરમાંથી કેસ સામે આવ્યા છે. જે 10 કેસ નોંધાયા છે, તેમાંથી ચાર દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી ગોવા, સિંગાપુર, રાજકોટ અને ઓસ્ટ્રેલિયા નીકળી છે.

અમદાવાદમાં કોરોનાના વધુ 10 કેસ

10 કેસો સામે 6 દર્દીઓને ડિસ્ચાર્જ અપાયુ છે. કુલ 46 એક્ટિવ કેસ છે, જેમાં એક દર્દી હોસ્પિટલમાં જ્યારે 45 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે. અમદાવાદમાં ગઇકાલે 8 કેસ નોંધાયા હતા. જે નવરંગપુરા, નારણપુરા, જોધપુર, થલતેજ, ગોતા અને સરખેજમાંથી સામે આવ્યા હતા. ત્રણની ટ્રાવેલ હિસ્ટ્રી અમેરિકા, દુબઈ અને મથુરાની નીકળી હતી. મંગળવારે કોરોનાના કારણે દરિયાપુરમાં રહેતા 82 વર્ષના વૃદ્ધાનું મોત થયું હતું.

નવા વેરિઅન્ટના કેસ છે કે જુના તે અંગે નથી સ્પષ્ટતા 

ઉલ્લેખનીય છે કે, કોરોનાના કેસને લઈ તંત્ર દ્વારા અર્બન હેલ્થ સેન્ટર અને હોસ્પિટલોમાં ટેસ્ટીંગની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. જો કે લક્ષણો હોવા છતાં પણ ઘણા કોરોના ટેસ્ટ કરાવતા નથી અને શરદી, ખાંસી અને તાવની દવા લઈ રહ્યા છે. લગભગ રોજ કોરોનાના પાંચથી દસ કેસ સામે આવે છે, પણ હજી સુધી નવા વેરિઅન્ટના કેસ છે કે જુના તે અંગે કોઈ સ્પષ્ટતા નથી.

Shah Jina