આ છે ભારતના 10 સૌથી મોંઘા હોટલ, જ્યા એક રાત રોકાવાની કિંમત છે લાખોમાં

0

ભારત દેશ તેના ઇતિહાસ, સંસ્કૃતિ, પરંપરા અને કુદરતી સૌંદર્ય માટે જાણીતો છે. આ દેશ ભવ્યતા અને વિશાળતાનું પ્રતીક માનવામાં આવે છે. અહીં ફરવા અને જોવા લાયક ઘણી ઐતિહાસિક ઇમારતો અને સ્થળો છે. આથી જ અહીં પર્યટન એ એક મોટો બિઝનેસ છે. આને ધ્યાનમાં રાખીને, આપણા દેશમાં કેટલીક ખૂબ જ વૈભવી અને સંપૂર્ણ રીતે સજ્જ હોટલ આવેલી છે. જે દરેક મુસાફરો અને ગ્રાહકની જરૂરિયાતો પૂરી કરે છે. જીવનમાં ઓછામાં ઓછું એક વાર તમારે આ હોટલોનો અનુભવ કરવો જ જોઇએ, પરંતુ તે પહેલાં પોતાના ખિસ્સા જરૂર ચેક કરી લેવા જોઈએ, કારણ કે આજે અમે તમને ભારતની 10 સૌથી મોંઘી હોટલો વિશે જણાવીશું.

1. રામબાગ પેલેસ, જયપુર

Image Source

વિશ્વના સૌથી શાહી હોટલમાંથી એક છે જયપુરમાં આવેલી રામબાગ પેલેસ હોટલ, જે ભારતની સૌથી મોંઘી હોટલ છે. આ હોટલ જયપુરના પૂર્વ મહારાજનું આધિકારિક નિવાસ છે. આ હોટલમાં એક રાત રહેવા માટે 7,50,000 રૂપિયા ચૂકવવા પડે છે.

2. તાજ લેક પેલેસ, ઉદયપુર

Image Source

આ એક ખૂબ જ સુંદર હેરિટેજ હોટલ છે, જે લેક પિછોલાની મધ્યમાં આવેલી છે. આ હોટલનું સંચાલન ભારતના પ્રતિષ્ઠિત હોટલ ગ્રુપ તાજ હોટલ દ્વારા કરવામાં આવે છે. જો હનીમૂન મનાવવા માટે કે લાંબુ વેકેશન ગાળવા માટે આવવું હોય તો આ હોટલ શ્રેષ્ઠ છે. આ હોટલમાં એક રાત વિતાવવા માટે 6,00,000 ચૂકવવા પડે છે.

3. લીલા પેલેસ કેમ્પિન્સ્કી, દિલ્હી

Image Source

નવી દિલ્હીમાં આવેલી લીલા પેલેસ કેમ્પિન્સ્કી હોટલ ભારતની શ્રેષ્ઠ આલીશાન હોટલમાંથી એક છે. આ હોટલ રાજનેતાઓ માટે બુલેટપ્રુફ બારીઓ પણ આપે છે. અહીં એક રાત વિતાવવાનું ભાડું 4,50,000 રૂપિયા છે. આ હોટલને બનાવવામાં 18 અબજ રૂપિયા ખર્ચ થયા હતા.

4. ઓબેરોય ઉદયવિલાસ, ઉદયપુર

Image Source

ઉદયપુરની ઓબેરોય ઉદયવિલાસ હોટલમાં રોકવાનો એક રાતનો ખર્ચ 3,50,000 રૂપિયા છે. આ હોટલ પણ ભારતની મોંઘી હોટલની યાદીમાં સામેલ છે. આ હોટલને કોહિનૂર સુટના નામે પણ ઓળખાય છે.

5. ઓબેરોય હોટલ, મુંબઈ

Image Source

મુંબઈની ઓબેરોય હોટલમાં તમારે એક રાત રહેવા માટે 3,00,000 રૂપિયા ચૂકવવા પડશે. આ હોટલથી તમને આખા મુંબઇનો સુંદર નજારો જોવા મળશે.

6. ઓબેરોય હોટલ, ગુડગાંવ

Image Source

ગુડગાવમાં આવેલી ઓબેરોય હોટલમાં એક રાત રોકવાનો ખર્ચ 3,00,000 રૂપિયા થાય છે. આ હોટલની ડિઝાઇનને 2012માં વિશ્વની શ્રેષ્ઠ ડિઝાઈનવાળી હોટલનું સન્માન પણ મળી ચૂક્યું છે.

7. ઓબેરોય અમરવિલાસ, આગ્રા

Image Source

આગ્રાની ઓબેરોય અમરવિલાસ હોટલ તાજમહલથી ફક્ત 600 મીટર દૂર આવેલી છે. આ હોટલની બારીમાંથી તમે તાજમહલનું અદભૂત દ્રશ્ય જોઈ શકો છો. અહીં એક રુમ માટે 2,50,000 રૂપિયા ચૂકવવા પડે છે.

8. તાજ લેન્ડ્સ એન્ડ, મુંબઇ

Image Source

તાજ લેન્ડ્સ એન્ડ હોટલ બાંદ્રા રોડ પર કિલ્લા પાસે આવેલી છે. અહીં એક રૂમનું ભાડું 2,50,000 રૂપિયા છે. આ હોટેલમાં કરણ જોહરે પોતાનો 40મોં જન્મદિવસ ઉજવ્યો હતો. આ હોટેલ પણ ભારતના માનીતા હોટલમાંથી એક છે.

9. ઓબેરોય રાજવિલાસ, જયપુર

જયપુરમાં આવેલી આ હોટલમાં એક રાત રોકવા માટેનું 2,30,000 રૂપિયા ચૂકવવા પડે છે. આ હોટેલમાં કોહિનુર વિલાના ગેસ્ટ માટે પ્રાઇવેટ પૂલની પણ વ્યવસ્થા કરવામાં આવે છે.

10. લીલા પેલેસ કેમ્પિન્સ્કી, ઉદયપુર

Image Source

લેકની વચ્ચે આવેલી આ ઉદયપુરની લીલા પેલેસ કેમ્પિન્સ્કી હોટેલ વિશે કશું જ કહેવાની જરૂર નથી પડતી. આ હોટેલથી તમને ઉદયપુરનો સુંદર નજારો જોવા મળશે. હોટેલમાં એક રાત્રિના રોકાણ માટે 2,00,000 રૂપિયા ચૂકવવા પડે છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here