માતાજીના ભક્તો જરૂર વાંચે…આ 10 સંકેત વિશે જાણી લો પછી જુઓ ચમત્કાર
આ વર્ષે નવરાત્રિ 26 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહી છે. નવરાત્રી 26 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 5 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે. જે બાદ નવરાત્રિના આઠમા દિવસે અષ્ટમી વ્રત રાખવામાં આવશે. અને 5 ઓક્ટોબરે વિજયાદશમી એટલે કે દશેરા ધામધૂમથી ઉજવવામાં આવશે. દુર્ગા વિસર્જન પણ તે જ દિવસે કરવામાં આવશે. શાસ્ત્રોમાં મા દુર્ગાના નવ સ્વરૂપોનું વર્ણન કરવામાં આવ્યું છે. નવરાત્રી દરમિયાન મા દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવાથી વિશેષ ગુણ પ્રાપ્ત થાય છે. એવું માનવામાં આવે છે કે મા દુર્ગા તેના ભક્તોની તમામ મુશ્કેલીઓ દૂર કરે છે.
આમ તો લોકો માતાને નવરાત્રી દરમિયાન પ્રસન્ન કરવા માટે દરેક ભક્ત પોતાનાથી બનતા દરેક પ્રયત્ન કરતા હોય છે. દેશના ખૂણે-ખૂણે આસ્થા અને શ્રદ્ધાનો માહોલ જોવા મળે છે. લોકો ઉપવાસ કરે છે, માતાજીના શૃંગાર કરે છે, અને બીજી ઘણી રીતે માતાજીની આરાધના કરે છે. કેટલાક લોકો કન્યા ભોજ પણ કરાવે છે. આજે અમે તમને અમુક એવા સંકેતો જણાવીશું જેનાથી તમે સરળતાથી જાણી શકશો કે તમારી પર માતાજીની કૃપા છે કે નહિ.
1. નવરાત્રી દરમિયાન સપનામાં શંખ, ફૂલ અને નારિયલ દેખાય તો તેને પણ શુભ સંકેત માનવામાં આવે છે. આ દરેક વસ્તુઓ એ સારા નસીબની નિશાની છે. કહેવાય છે કે સપનામાં આવી વસ્તુ દેખાવથી જે તે વ્યક્તિને નોકરી અને વેપારમાં વૃદ્ધિ મળે છે.
2. જો નવરાત્રી દરમિયાન સપનામાં સફેદ ગાય દેખાય તો તે પણ એક ખુબ જ શુભ સંકેત માનવામાં આવે છે. આનાથી તમારા કામમાં અને નોકરીમાં બઢતી થશે. ઘરમાં સુખ શાંતિ વધશે. આવા સપનાનો મતલબ છે કે માતાજીની કૃપા તમારા પર વરસવાની છે.
3. જો કોઈ વ્યક્તિને સપનામાં સાપ એક જ જગ્યાએ બેસેલો દેખાય તો તેને પણ શુભ માનવામાં આવે છે આ વાત એ સંકેત છે કે તમને ટૂંક સમયમાં ધનલાભ થવાનો છે.
4. શાસ્ત્રો પ્રમાણે નવરાત્રી દરમિયાન કોઈ વ્યક્તિને રાત્રે સપનામાં કોઈ ખાસ સંકેત મળે તો તેમણે સમજી જવું જોઈએ કે માતાજીની કૃપા સતત તેમની સાથે જ છે. તમે જે પણ વસ્તુ ઈચ્છો છો તે તમે મેળવી શકશો.
5. જો નવરાત્રી દરમિયાન તમને સપનામાં કોઈ સ્ત્રી એ સંપૂર્ણ શણગાર સજેલી દેખાય તો તેને બહુ શુભ સંકેત માનવામાં આવે છે કારણ કે નવરાત્રી દરમિયાન માતાજીને પણ શણગાર કરવામાં આવે છે. સપનામાં દેખાય છે એ મહિલા એ માતાજીનું રૂપ છે. આવા સપનાનો અર્થ છે કે તમારા નસીબના દ્વાર ખુલી જવાના છે. તમને હવે ઘણો ફાયદો થવાનો છે.
6. જો તમને સપનામાં કોઈ નાનકડી કન્યા સિક્કો આપે તો એ બહુ સારી બાબતનો સંકેત છે. નાનકડી કન્યા માતા દુર્ગાનું સ્વરૂપ છે માટે આ સંકેતને શુભ માનવામાં આવે છે. આનાથી ખબર પડે છે કે જાતક પર માતાજીની વિશેષ કૃપા દ્રષ્ટી છે. માતાજીના આશીર્વાદથી તમે હવે ખુબ આગળ વધશો.
7. જેમ શંખ ધ્વનિથી આખું વાતાવરણ પવિત્ર થઇ જાય છે અને તેનો અવાજ કેવો ગુંજે છે એવું જ તમારું નામ પણ આખા વિશ્વમાં ગુંજશે. જયારે સપનામાં ફૂલ દેખાય તો તેનો મતલબ છે કે માતાજી તમને આશીર્વાદ આપી રહ્યા છે.
8. નવરાત્રીના દરમિયાન રાત્રે જો સપનામાં શેરડીના ખેતર અને શેરડી ખાતા લોકો દેખાય તો તે પણ એક શુભ સંકેત માનવામાં આવે છે. આનાથી ઘરમાં સંપત્તિ વધે છે અને ઘરમાં નવા સાધન સંપત્તિ વસાવવાનો સમય આવે છે.
9. શાસ્ત્રો અનુસાર જો કોઈને રાત્રે સપનામાં સફેદ કે સોનેરી રંગનો સાપ દેખાય તો તેને શુભ માનવામાં આવે છે. સાપ જો કુંડળી મારીને બેસે તો તેને માતા લક્ષ્મી અને કુબેર દેવનું પ્રતિક માનવામાં આવે છે.
10. નવરાત્રી દરમિયાન તમને સપનામાં જો દુધથી બનેલી વસ્તુ જેવી કે દહીં, માખણ વગેરે દેખાય તો માનો કે તમારો સારો સમય હવે શરૂઆત થવાનો છે. આવા સપનાનો સંકેત છે કે હવે તમારા ઘરમાં ધનની કમી દુર થવાની છે. આ સંકેતનો અર્થ થાય છે કે માતાજીની કૃપા તમારા પર બનેલી રહેશે.