ભારતીય શેરબજારમાં ઉતાર-ચઢાવ ચાલુ છે. એક તરફ સેન્સેક્સ 81,000 થી 82,000 ની વચ્ચે અપ-ડાઉન કરી રહ્યો છે, તો બીજી તરફ, નિફ્ટી 50 પણ 24,000 થી 25,000 ની વચ્ચે ઝૂલી રહ્યો છે. શેરબજારમાં આ વધઘટને કારણે, રોકાણકારોના મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયોમાં પણ એ જ રીતે વધઘટ થઈ રહી છે.
ત્યારે આજે અમે તમને એક મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેણે રોકાણકારોની નાની રકમને એક વિશાળ ફંડમાં ફેરવી દીધી. ફ્રેન્કલિન ઇન્ડિયા ફ્લેક્સી કેપ ફંડ સપ્ટેમ્બર 1994 માં શરૂ થયું હતું. આ ફંડે બેંકોમાં 27.70 ટકા, ટેલિકોમમાં 8.29 ટકા, ફાર્મા અને બાયોટેકમાં 5.11 ટકા અને મેન્યુફેક્ચરિંગમાં 4.20 ટકા રોકાણ કર્યું છે.
ફ્રેન્કલિન ઇન્ડિયા ફ્લેક્સી કેપ ફંડે તેની શરૂઆતથી 18 ટકાનું મજબૂત વળતર આપ્યું છે. આ મુજબ, જો કોઈ રોકાણકારે યોજના શરૂ કરતી વખતે માત્ર 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત, તો આજે તેના 1 લાખ રૂપિયા 18 ટકાના વાર્ષિક વળતર સાથે 1.58 કરોડ રૂપિયા થઈ ગયા હોત. ફ્રેન્કલિન ઈન્ડિયા ફ્લેક્સી કેપ ફંડે છેલ્લા એક વર્ષમાં 9.28 ટકા, છેલ્લા 3 વર્ષમાં 19.08 ટકા, છેલ્લા 5 વર્ષમાં 27.40 ટકા, છેલ્લા 10 વર્ષમાં 13.96 ટકા અને છેલ્લા 15 વર્ષમાં 14.67 ટકાનું જબરદસ્ત વળતર આપ્યું છે.
આ અર્થમાં, આ ફંડે 1 વર્ષમાં 1 લાખ રૂપિયાનું રોકાણ 1,09,280 રૂપિયા, 3 વર્ષમાં 1,69,030 રૂપિયા, 5 વર્ષમાં 3,35,790 રૂપિયા, 10 વર્ષમાં 3,69,760 રૂપિયા અને 15 વર્ષમાં 7,80,540 રૂપિયા કર્યું છે. આ યોજનાની વર્તમાન AUM લગભગ રૂ. 18,224 કરોડ છે.
(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના ન્યુઝ અથવા પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એડવાઇઝરની સલાહ લો) (edited)