આપણે જોતાં હોઈએ છીએ રોજબરોજ સોશિયલ મીડિયામાં અનેક વીડીયો વાયરલ થતાં હોય છે. ધણા લોકો પોતાની પર્સનલ લાઈફ વિશે પણ શેર કરતાં હોય છે. ધણા પોતાની આવડત, કલાકારી, કારીગરી બતાવતા હોય છે. તો કેટલાક બીજાનું મનોબળ વધારતા જોવા મળતા હોય છે. હાલ એક એવો જ વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. ઉત્તરાખંડના ઋષિકેશમાં હજારો ફૂટ ઊંચા પહાડ પર બંગી જંપિંગ વખતે એક છોકરી ખૂબ ડરી ગઈ હતી પરંતુ તેના માર્ગદર્શકે તેને હિંમત પૂરી પાડી અને તેને ધીરજથી જંપ મારવાનું કહ્યું હતું.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક છોકરી સેફ્ટી બેલ્ટ પહેરીને પહાડની ટોચે ઊભી છે અને તે ગભરાયેલી જોવા મળે છે, તે માર્ગદર્શકને મારાથી નહીં થાય તેવું કહી રહી છે પરંતુ માર્ગદર્શક તેને હિંમત આપી રહ્યાં છે. તેનામાંથી ડર કાઢીને તેને સાહસિક પ્રવૃતિ માટે પ્રેરણા આપી હતી.
View this post on Instagram
એક સમયે તો જ્યારે સ્ત્રી તેને કહે છે કે તેને ડર છે કે તે કૂદકા મારતી વખતે શ્વાસ નહીં લઈ શકે, ત્યારે તે શાંતિથી જવાબ આપે છે, “એવું કંઈ નહીં થાય. તમે વધુ પડતું વિચારી રહ્યા છો. તમે અહીં તમારા મગજનો ઉપયોગ કરી રહ્યા છો. તમારે અહીં તમારા મગજનો ઉપયોગ કરવાની જરૂર નથી. આજે તમારા દિલની વાત સાંભળો. માર્ગદર્શકની વાત સાંભળીને છોકરીમાં હિંમત આવે છે અને તે પછી સેફ્ટી બેલ્ટ પહેરીને કૂદી પડે છે.હાલ આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, અને માર્ગદર્શક દ્વારા આપવામાં આવી રહેલી પ્રેરણા અને સાહસ અને હિમતને લોકો બિરદાવી રહયા છે.