ભોજપુરી અભિનેત્રી મોનાલિસા સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહે છે અને તેના ચાહકો માટે ઘણી પોસ્ટ્સ શેર પણ કરતી રહે છે. અભિનેત્રીએ ફરી એકવાર સોશિયલ મીડિયા પર તેની લેટેસ્ટ તસવીરોથી તેના ચાહકોના હૃદયના ધબકારા વધારી દીધા છે. આ વખતે તેણે શેર કરેલી તસવીરોમાં તેણે વન-પીસ પહેર્યો છે અને મોનાલિસાની આ તસવીરો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે.
મોનાલિસાએ ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે. જેમાં તેણે હંગામા ઓટીટીની સક્સેસ પાર્ટીમાં, ક્રીમ કલરનું વન પીસ પહેર્યું હતું, અને તે સિમ્પલ લુક ખૂબ જ સુંદર લાગી રહી હતી. જણાવી દઈએ કે આ પોસ્ટ દ્વારા, મોનાલિસાએ તેની આગામી સિરીઝ ‘જુડવા જાલ’ ની જાહેરાત કરી છે.
તેના કેપ્શનમાં, તેણે લખ્યું, ‘ગત રાત્રિ, હંગામા ઓટીટીની ભવ્ય સફળતાની પાર્ટીમાં..તેની આગામી સિરીઝ “જુડવા જાલ” હવે રાહ જોવાતી નથી, જલ્દી જ આવી રહી છે હંગામા ઓટીટી, હંગામા પ્લે પર. આ સાથે હસરતેં,રાતી કે યાત્રી 2 અને ધપ્પા જેવા શોને આટલો પ્રેમ આપવા બદલ મારા મિત્રો અને ચાહકોનો ખૂબ ખૂબ આભાર.
મોનાલીસાની આ પોસ્ટ ચાહકોને ખુબ જ પસંદ આવી રહી છે.અને પોસ્ટ પર કેમન્ટોનો વરસાદ પણ થઈ રહ્યો છે.મોનાલિસાની આ પોસ્ટ પર એક ચાહકે લખ્યું, ‘અત્યાર સુધી તમે જેટલા પણ ડ્રેસ પહેર્યા છે તેમાંથી, આ શ્રેષ્ઠ છે, બસ ખરાબ નજર તમારા પર ન પડવા દો.’ તે જ સમયે, મોટાભાગના ચાહકોએ તેના પર ફાયર અને હાર્ટ ઇમોજી મોકલ્યા છે.