કઇ સ્કૂલમાં ભણે છે આકાશ-શ્લોકાનો દીકરો પૃથ્વી અંબાણી, જાણો એક વર્ષની કેટલી છે ફીસ

કેટલી મોંઘી સ્કૂલમાં ભણે છે મુકેશ અંબાણીના પૌત્ર પૃથ્વી અંબાણી ? કેટલી છે ફીસ- જાણો

એશિયાના સૌથી ધનિક વ્યક્તિમાંના એક એવા મુકેશ અંબાણી અને તેમનો પરિવાર અલગ અલગ કારણોસર સમાચારમાં રહે છે. થોડા સમય પહેલા જ IPL 2025 દરમિયાન નીતા અંબાણી ખૂબ ચર્ચામાં રહ્યા. આકાશ અંબાણી-શ્લોકા અને તેમનો દીકરો પૃથ્વી પણ મેદાન પર જોવા મળ્યા બાદ એવી ચર્ચા ચાલુ થઇ ગઇ કે પૃથ્વી કઈ સ્કૂલમાં અભ્યાસ કરે છે અને તેની ફી કેટલી છે ?

મુકેશ અંબાણીના પૌત્ર પૃથ્વી અંબાણી કોઈ સામાન્ય શાળામાં નહીં પરંતુ એક હાઇ પ્રોફાઇલ અને ઇન્ટરનેશનલ કક્ષાની શાળામાં અભ્યાસ કરે છે. પૃથ્વી અંબાણી મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પૌત્ર તેમજ આકાશ અંબાણી-શ્લોકા મહેતાનો મોટો દીકરો છે. પૃથ્વી અંબાણી જે શાળામાં અભ્યાસ કરે છે તેનું નામ નીતા મુકેશ અંબાણી જુનિયર સ્કૂલ (NMAJS) છે.

આ શાળાને બેકાલોરિએટ વર્લ્ડ સ્કૂલનો દરજ્જો મળ્યો છે. નીતા મુકેશ અંબાણી જુનિયર સ્કૂલમાં, બાળકોનું પ્રારંભિક શિક્ષણ ઇન્ટરનેશનલ બેકાલોરિએટ પ્રાથમિક વર્ષ કાર્યક્રમ (PYP) હેઠળ કરવામાં આવે છે. આ પછી મિડલ યર્સ પ્રોગ્રામ (MYP) પણ અહીં ભણાવવામાં આવે છે. શાળામાં બે મોટા કેમ્પસ છે. એક બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC) માં છે અને બીજું જિયો વર્લ્ડ સેન્ટરમાં છે.

અહેવાલો અનુસાર, નીતા મુકેશ અંબાણી જુનિયર સ્કૂલની વાર્ષિક ફી ₹14 લાખથી ₹20 લાખ સુધીની છે. આ સ્કૂલ ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલ (DAIS) નો એક ભાગ છે, એટલે કે પૃથ્વી અંબાણી પરિવારની જ સ્કૂલમાં અભ્યાસ કરે છે.

Shah Jina
error: Unable To Copy Protected Content!