આ ગુજરાતી બિઝનેસમેને કર્મચારીઓને ગિફ્ટમાં આપી 1-1 કરોડની મર્સિડિઝ કાર, વાંચો વિગત

0

આજકાલ આમ જોઈએ તો એવો જમનાઓ આવ્યો છે કે મોટી મોટી કંપનીઓના માલિકો તેના વર્કરોની સેલરીમાં પણ કાપ મૂકી રહ્યા છે અને દિવાળી બોનસ પણ આપતા નથી. ત્યારે અત્યારે ઊલટું બન્યું છે. સુરતનાં જ એક ખાનગી પેઢીના માલિકે પોતાને ત્ત્યા કામ કરતાં કર્મચારીઓને એક કાર અને એક કરોડ રૂપિયા આપ્યા છે. તો ચાલો જાણીએ એ વેપારી વિષે વધુ …

સુરતના ડાયમંડ કિંગ સવજી ધોળકીયા નામના જાણીતા વેપારી માટે પોતાને ત્યાં કામ કરતાં કર્મચારીઓ ખૂબ મહત્વના છે. તેઓ એવું મને છે કે તેમની સફળતા અને કંપની ને મળતા પ્રોફિટમાં મેન ફાળો કર્મચારીનો રહેલો છે. એટ્લે તેઓ દર વર્ષે પોતાના કર્મચારીઓને કંપનીને થતાં પ્રોફિટમાંથી કોઈને કોઈ ગિફ્ટ આપી પોતાના કર્મચારીનો આભાર વ્યક્ત કરે છે. આ વર્ષે તેમણે તેમના કર્મચારીઓને મોંઘીદાટકાર ગિફ્ટ આપીને લાઇમલાઇટમાં આવ્યા છે. તેમણે તેમની કંપનીમાં કામ કરતાં 3 એમ્પ્લોયને લકઝુરિયસ કાર મર્સડીઝ ગિફ્ટ કરી છે. ચૌકી ગયા ને આ સાંભળીને ? આ તો હજી સાંભળો તમે વધારે ચૌકી જશો. પોતાની જ કંપનીમાં કામ કરતાં એક વ્યક્તિનું આકસ્મિક મૃત્યુ થયું હતું તો તેના પરિવારને 1 કરોડનો ચેક અર્પણ કર્યો હતો.

જાણો આ કંપનીના માલિક વિષે :

આવા દિલદાર બિઝનેસમીનાનું નામ છે સવજી ધોળકીયા. જેઓ સુરત અને મુંબઈના ડાયમંડ ઉધ્યોગના મોટા બોસ ગણાય છે. એટ્લે જ લોકો તેમને ડાયમંડ કિંગ તરીકે પણ ઓળખે છે. તો ઘણા લોકો તેમણે કાકા તરીકે પણ સંબોધે છે. તેઓ દેશના અબજોપતિમાના એક છે. આમ તો તે મૂળ અમરેલી જિલ્લાનાં દૂધાળા ગામના વાતની છે. તેમના ઘરની આર્થીક પરિસ્થિતી ખૂબ નબળી હોવાથી તેમણે નાની ઉમરે જ અભ્યાસ છોડવો પડયો હતો અને ઘરના ભરણપોષણ કરવા માટે સુરત સ્થાયી થવું પડયું હતિઉ. તેમની કમાવાની મહેનત અને લગનથી આજે તેઓ દુનિયાના અબજોપતિ બની ગયા છે. ગીતમાં કહ્યું છે કે કર્મનું ફળ મળે જ છે. માટે સવજીભાઈએ જે કર્મ કર્યું તેનું પરિણામ આજે દુનિયામાં જગજાહેર છે ને લોકો પણ તેમના આ જીવનથી પ્રેરણા લઈ રહ્યા છે.

સુરતનાં આ જાણીતા વેપારી દર વર્ષે તેમના અધિકારીને ગિફ્ટ આપવા માટે જાણીતા છે. હજી ગયા વર્ષે જ દિવાળી બોનસમાં તેમના 400 કર્મચારીઓને 400 ફ્લેટ અને 1000 કાર ગિફ્ટ આપી હતી.

પોતાના ઉદાર સ્વભાવના કારણે જાણીતા બનેલા સવજી ધોળકીયા આજે ફરી તેમના આ કાર્યથી લાઈમ લાઇટમાં આવી ગયા છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!