શનિ અમાવસ્યાના દિવસે કુંડળીમાં રહેલ પિતૃદોષ નિવારણ કેવી રીતે કરવું…? તેમજ નોકરી ની સમસ્યા દૂર કરવા માટે આ ઉપાય કરો..

0

શનિ અમાવસ્યાના દિવસે શનિદેવની વિશેષ આરાધના કરવાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થાય છે.આ દિવસે જે લોકો પિતૃદોષથી પીડાતા હોય તે વ્યક્તિએ તેનું નિવારણ માટે શનિદેવની પૂજા કરવી જેથી કુંડળીમાં રહેલ પિતૃદોષને પરેશાની દૂર થશે.

11 august 2018 શનિવારના દિવસે શનિ અમાવસ્યા છે. કાલસર્પયોગ, શનિની સાડાસાતી શની સંબંધિત અનેક બાધા ના મુક્તિ માટે આ સમય ખૂબ જ યોગ્ય માનવામાં આવે છે. ભાગ્યવિધાતા શંકર ભગવાનના અનન્ય ભક્ત શનિદેવ આ દિવસે પૂજન કરવાથી દરેક મનોકામના પૂર્ણ થશે. શનિદેવનું પૂજન તેમજ તેલ અભિષેક કરવાથી શનિની સાડાસાતી, મહાદશા જેવા સંકટમાંથી મુક્તિ મળશે.

પિતૃદોષથી મુક્તિ:-

કહેવામાં આવે છે કે શનિ અમાવસ્યાના દિવસે જો કોઈ પણ વ્યક્તિ તેમના પૂર્વજો કે પિતૃઓને શ્રદ્ધાપૂર્વક શ્રાદ્ધ કરે તો વ્યક્તિને કુંડળીમાં પિતૃદોષ તેમ જ અન્ય દોષ ની પીડા હોય તો શની ના પૂજનથી તેમજ આ દિવસે દાન કરવાથી લાભ થશે.

શનિ અમાવસ્યાના દિવસે પિતૃદોષના નિવારણ નુ પૂજન:-

આ દિવસે કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવાથી ત્યારબાદ શનિદેવનું આહવાન દર્શન કરી નીલા ફુલ, બેલપત્ર અક્ષત અર્પણ કરવુ.

તેમજ “ॐ शं शनैश्चराय नमः” મંત્રનો ૧૦૮ વાર ચંદનની માળાથી જાપ કરવો.

– આ દિવસે સરસોનું તેલ, અડદ ની દાળ, કાળા તલ ,ગોળ શનિ યંત્ર અથવા શની સંબંધિત પૂજા સામગ્રી શનિદેવને ભેટ કરવી.

– આ દિવસે શનિ દેવ તેલ અભિષેક કરવો.

– આ દિવસે શનિ ચાલીસા શ્રી હનુમાન ચાલીસા તથા બજરંગબાણનો પાઠ કરવો.

– જે લોકોની કુંડળી અથવા રાશિમાં શનિની સાઢેસાતી હોય તે લોકોએ શનિ અમાવસ્યાના દિવસે શનિદેવની વિધિવત પૂજા કરવી.

જે લોકો એ જાત્રાએ જાય તે લોકોએ આ મંત્રનો જાપ કરવાથી દરેક સમસ્યા દૂર થશે.
शनि नवाक्षरी मंत्र अथवा “कोणस्थ: पिंगलो बभ्रु: कृष्णौ रौद्रोंतको यम:। सौरी: शनिश्चरो मंद:पिप्पलादेन संस्तुत: ।।”

બેરોજગારી દૂર કરવા માટે ઉપાય:-

જો તમને લાંબા સમયથી કોઈ નોકરી નથી મળી રહી. જેથી તમે અને તમારા ઘરના લોકો પરેશાન છે. તો આ ઉપાય અવશ્ય કરો.

1) શનિ અમાવસ્યાના દિવસે સૂર્યાસ્ત સમયે પીપળનાં ઝાડ નીચે સરસવના તેલનો દિપક જલાવો.

2) દીપક જલાવી શનિમંત્રનો જાપ 1100 ચંદનની માળાથી કરવો.

3) એક કાળો ઘાગા ને પીપળના વૃક્ષ ની ડાળ પર ત્રણ ગાંઠ બાંધવી. જેના જેનાથી નોકરી ની સમસ્યા દૂર થશે.

4) શનિ મંત્રનો જાપ કરવો. “ॐ शं शनैश्चराय नमः”

Author: GujjuRocks Team
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here