સ્કૂલ ટીચરે શેયર કરી આવી તસ્વીર, નોકરી તો ગઈ પણ સાથે ભોગવવી પડી આવી સજા…

0

ઈનસ્ટાગ્રામ પર ફોટો શેયર કરવાના સમયે વિક્ટોરિયા પોપોવા ને એ વાતનો અંદાજો ન હતો કે એક ફોટોને લીધે તેનો નોકરી છીનવાઈ જાશે. 26 વર્ષની વિક્ટોરિયા રૂસના ઓમ્સ્ક માં એક સ્કૂલમાં ભણાવતી હતી. અમુક દિવસો પહેલા ઈનસ્ટાગ્રામ પર પોતાની એક ફોટો શેયર કરી હતી જેમાં તેણે સ્વીમ સૂટ પહેરી રાખ્યું હતું. આ ફોટોને લીધે તેને નોકરી માંથી કાઢી મુકવામાં આવી હતી.
રિપોર્ટનું કહેવું છે કે આવું કરીને વિક્ટોરિયાએ સ્કૂલ અને ટીચિંગ ના વ્યવસાયને અપમાનિત કર્યું છે, પણ હવે ઘણા એવા સોશિયલ મીડિયા યુઝર્સ તેઓની સાથે સમર્થનમાં ઉભા રહી ગયા છે.

લગભગ 3,000 લોકો સ્વિમસૂટ પહેરીને પોતાની ફોટો શેયર કરતા નજરમાં આવી ચુક્યા છે અને વિક્ટોરિયાની બરખાસ્તગીનો વિરોધ કરી રહ્યા છે. આ વિરોધ માટે  #teachersarepeopletoo (टीचर भी इंसान हैं) ઉપીયોગ કરવામાં આવી રહ્યું છે.આ પાગલપન ક્યારે બંધ થાશે?:
મોટાભાગના લોકો સ્કૂલના આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. વિક્ટોરિયાને લોકોનું ખુબ જ સમર્થન મળી રહ્યું છે. એક વ્યક્તિએ ઇનરનેટ પર પોતાની પ્રતિક્રિયા આપતા લખ્યું કે, ”આ પુરી રીતે એક દિખાવા છે, આવું કરવું મૂર્ખતા છે અને ખુબ જ અપમાનજનક પણ છે.
આવો કોઈ નિયમ નથી:એવું નથી કે બધા લોકો માત્ર વિક્ટોરિયાનું જ સમર્થન કરી રહ્યા છે. ઘણા લોકોનું માનવું છે કે આ ખોટું છે, લોકોનું કહેવું છે કે પર્સનલ સ્પેસની વાત કહીને તમે કઈ પણ નથી કરી શકતા. સાથે જ ખુદને ટીચર કહેનારી એક મહિલાનું કહેવું છે કે આ કોઈ નિયમ નથી, ટીચર પણ ઇન્સાન છે પણ આ ઇન્સાન ભણાવાનું કામ કરે છે. તે કહે છે કે, ”બેશક બધાનું પોતાનું પર્સનલ જીવન હોય છે, પણ શું તમેં પસંદ કરશો કે કોઈ ટીચર સ્કૂલની પાછળ દારૂ પીવે..કેમ કે તે પણ તો ઇન્સાન છે!…
ટીચર કે પછી મોડલ:સ્વિમસૂટમાં ટીચરની તસ્વીર વાઇરલ થયા પછી ઓમ્સ્ક પ્રાંતની સરકારે ઘોષણા કરી છે કે વિક્ટોરિયા ફરી પોતાના કામ પર જઈ શકે છે. સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે,”વિક્ટોરિયાના ભવિષ્યનો નિર્ણય કરી દેવામાં આવ્યો છે, હવે તેણે નક્કી કરવાનું છે કે તે આ જ સ્કૂલમાં ભણવા માગે છે કે પછી કોઈ અન્ય સ્કૂલમાં”.

રુસની એક મોડેલિંગ એજન્સી પલ્સ સાઈઝ ઓમ્સ્ક એ વિક્ટોરિયાને સંપર્ક કર્યો છે અને તેને ઓફર પણ આપી છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!