મુકેશ અંબાણીના ઘરમાં ice room પણ છે, જુઓ એન્ટિલિયાના અંદરના ફોટોઝ …

અમદાવાદઃ ભારત ના બધાથી ઉચા લેવલ ના બીઝનેસમેન એટલે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી આજે દિન પ્રતિદિન ચર્ચા નો વિષય બની ગયા છે. મુકેશ અંબાણી ના પત્ની નીતા અંબાણી થી લઇ ને તેના પરિવાર જનો વિશે પણ કોઈક ને કોઈક મસાલેદાર ખબર તો જાણવા મળે જ છે. મુકેશ અંબાણી ના સમાચાર આપણે ટીવી તથા સમચાર મા સાંભળીયે જ છીએ,

તેમજ અમે અમરા આર્ટીકલ મા પણ આવી અમુક ખબરો તેમજ નીતા અંબાણી ની દિનચર્યા તેમજ તેના પર્સ, મોબાઈલ ફોન થી માંડી ને તે કેવી કેવી કરોડો ની કાર મા સફર કરે છે તેના વિશે માહિતી આપીએ જ છીએ. પણ આજે અમે મુકેશ અંબાણી નું આલીશાન ઘર( એન્ટિલિયા ) ની થોડી જલક અને જાણકારી આપવા જઈ રહ્યા છીએ, જે કદાચ આજ સુધી તમારા જાણ મા આવ્યું નથી.

મુકેશ અંબાણી નું આ ૨૭ માળ નું આ આલીશાન ઘર એક મહેલ થી ઓછું નથી જે પેડર રોડ પર આવેલું છે.

એન્ટિલિયા ભારતનું પ્રથમ જયારે વિશ્વનું બીજા નંબરનું સૌથી મોંઘુ ઘર છે. 2010માં બાંધવામાં આવેલું મુકેશ અંબાણીનું 27 માળનું એન્ટિલિયા બીજા નંબરે છે જેની કિંમત આશરે 6300 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. ઉનાળાની આકરી ગરમીની શરૂઆત થઇ ચુકી છે. પરંતુ મુકેશ અંબાણીના આ મહેલમાં એક એવો આઇસ રૂમ છે જેમાં એસી ચાલુ ન હોય તો પણ તમને ગરમી નહીં લાગે.

આજે અમે આપને એન્ટિલિયા વિશે એવી વાતો જણાવીશું કે કદાચ તમને ખબર નહીં હોય. એન્ટિલિયા આમ તો 27 માળનું બિલ્ડિંગ છે. પરંતુ તેની ઉંચાઇ 570 ફૂટ છે. એટલેકે તે 40 માળની ઉંચી બિલ્ડિંગ જેવી ફિલ કરાવે છે. આ બિલ્ડિંગની ડિઝાઇન કમળ અને સુર્યના આકારની છે. જેમાં ટોપના 6 માળ અંબાણી ફેમિલીના રહેવા માટે અલગ રાખવામાં આવ્યા છે. એન્ટિલિયાની છત પર એર સ્પેસ ફ્લોર સાથે 3 હેલિપેડ છે. આ ઉપરાંત, એન્ટિલિયામાં બોલરૂમ, સ્પા, થિએટર, ટેરેસ ગાર્ડન, ગેસ્ટ શ્યૂટ્સ અને મંદિર સહિત અનેક વસ્તુઓ છે.

એસી વગર ઠંડો પણ રહી શકે છે અંબાણી નો આ રૂમ

એન્ટિલિયા રાતે આવું દેખાય છે જેનું નામ એન્ટલાન્ટિક આઇલેન્ડ પરથી રાખવામાં આવ્યું છે. જુદી જદી જગ્યાઓની સુંદરતાને ભારતીય આકાર આપીને એક સુંદર ઘરનું નિર્માણ એન્ટિલિયાની ખાસિયત છે.

નીતા અંબાણીએ એન્ટિલિયાની સજાવટમાં ખાસ્સુ ધ્યાન આપ્યું છે. રૂમની ક્રોકરી સહિત દરેક વસ્તુ ઇમ્પોર્ટેડ છે. અંબાણી ફેમિલી શાકાહારી છે. ડ્રિંક માત્ર કોકટેલ અવર્સ દરમ્યાન જ પિરસવામાં આવે છે.

એન્ટિલિયામાં બેડરૂમમાં ડાર્ક રંગના લાકડાનો વધુ ઉપયોગ કરવામાં આવ્યો છે. બિલ્ડિંગના છઠ્ઠા માળ સુધી કાર પાર્કિંગ છે. જેમાં એકસાથે 168 કાર પાર્ક થઇ શકે છે.

એન્ટિલિયા આમ તો 27 માળનું બિલ્ડિંગ છે. પરંતુ તેની ઉંચાઇ 570 ફૂટ છે. એટલેકે તે 40 માળની ઉંચી બિલ્ડિંગ જેવી ફિલ કરાવે છે. એન્ટિલિયાનાં ટેરેસ પર 3 હેલિપેડ છે.

એન્ટિલિયામાં ફુલ ટાઇમ 600 માણસોનો સ્ટાફ છે જે સમગ્ર બિલ્ડિંગની સારસંભાળ માટે છે. દરેક રૂમને વિશાળ ઝુમ્મર, સુંદર અરિસાથી શણગારવામાં આવ્યા છે.

રૂમોમાં ક્રિસ્ટલ, માર્બલ અને મોતીનું કામ જોઇ શકાય છે.

એન્ટિલિયાના ગાર્ડનમાં અનેક ફુલો છે. પ્રાર્થના માટે એક મંદિર પણ છે. બોલરૂમની 80 ટકા છતમાં કાંચના ઝુમ્મરો છે.

એન્ટિલિયામાં 50 લોકો જોઇ શકે તેવું હોમ થિએટર છે. સાતમાં માળે પ્રાઇવેટ કાર સર્વિસ સેન્ટર છે. અલગ અલગ માળે 9 હાઇ સ્પીડ એલિવેટર્સ છે.

એન્ટિલિયાનું મુખ્ય પ્રવેશદ્ધાર.

એન્ટિલિયામાં કામ કરતા સ્ટાફને રિલેક્સ થવા માટે પણ રૂમની વ્યવસ્થા છે. એન્ટરટેન્મેન્ટ સેન્ટર પણ છે.

Courtesy: DivyaBhaskar

17 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે ગુજરાતનું લોકલાડીલું આપણું ફેસબુક પેઈજ લાઈક કર્યું ?
દોસ્તો, આ પોસ્ટ ગમી હોય તો તમારા મિત્રો ને પણ શેર કરી મોકલજો.. જય જય ગરવી ગુજરાત!