‘મોહબ્બતે’ ફિલ્મની આ સીધી સાદી અભિનેત્રીએ યાદ છે? અત્યારે આવી લાગે છે, કૉસ્મેટિક સર્જરી બાદ લાગે છે બેહદ ખુબસુરત

0

મુંબઈ: ફિલ્મ ‘મોહબ્બતે’થી ચર્ચામાં આવેલી બોલીવુડની અભિનેત્રી કિમ શર્મા સોશ્યલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે. હાલમાં જ તે એક ફેશન શૉમાં ઉપસ્થિત રહી હતી. કિમ શર્મા હાલ પોતાની કોસ્મેટિક સર્જરીના કારણે ચર્ચામાં છે. કોસ્મેટિક સર્જરી બાદ કિમ એકદમ અલગ અને ખૂબ જ સુંદર લાગી રહી છે.ડિઝાઇનર નંદિતા મહતાનીનાં એક ફેશન શૉમાં તે હાજર રહી હતી. જો કે આ દરમિયાન તેણે રેમ્પ વૉકમાં ભાગ લીધો નહોતો. આ દરમિયાન કિમનો રૂપ રંગ નીખરેલો જોવા મળ્યો હતો. તેના આઇબૉલ્સ અને જૉ લાઇન્સ જોઇને આ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તેણે કૉસ્મેટિક સર્જરી કરાવી છે. તેનો ચહેરો ઘણો જ સુંદર અને સજાવેલો લાગી રહ્યો હતો.

ઉલ્લેખનીય છે કે પોતાના પતિ અલી પંજાની સાથે તલાક આપ્યા પછી પ્રથમ વખત કિમ શર્મા કોઇ સમારોહમાં જોવા મળી હતી. વર્ષ 2010માં અલી સાથે લગ્ન કર્યા પછી તે કેન્યા શિફ્ટ થઇ ગઇ હતી.

અલીનું કોઇ અન્ય યુવતી સાથે અફેર તેમના તલાકનું કારણ જણાવવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે અલીએ પોતાની પ્રથમ પત્ની સાથે તલાક લીધા બાદ કિમ શર્મા સાથે લગ્ન કર્યા હતા. કિમ શર્માએ ‘મહોબ્બતે’ ફિલ્મથી પોતાના કેરિયરની શરૂઆત કરી હતી

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.