મારી સૌને વિનંતિ છે એક વખત અચૂક વાંચજો, છોકરીઓ અને માં-બાપે ખાસ વાંચે….

0

જબરદસ્તી માઁ-બાપ બેસાડી દે છે લગ્નમંડપમાં એની દીકરીને,એ માંડવો નહિ એક નનામી હોય છે જીવતી લાશની એક સોદો હોય છે દીકરીની ખુશીઓનો દીકરીના દુઃખો સાથે,
અસલમાં માઁ-બાપ મોકલે તો આશીર્વાદ આપીને છે કે જા દીકરી સાસરમાં ખુશ રેહજે હમેંશા , પણ એ જ માઁ-બાપ જાણતા હોવા છતાય અજાણ બને છે એમને ખબર જ છે કે દીકરીની ખુશી ક્યાં હતી છતાંય દીકરીના લગ્ન ખુશી થી પતિ ગયા એના હરખમાં એ પણ ભૂલી જાય છે કે એમને એમના જ હાથે જીવથી વ્હાલી દીકરીની ખુશીઓનો ગળો દબાઈ દીધો …

દીકરી પણ મનોમન વલોપાત કરે છે મને આ સરસ દુનિયામાં લાવ્યા મારા મોમ-ડેડ , એમણે ઘણા બધા દુઃખો વેઠયા મારી કારણે , મારી બધી જ ઈચ્છાઓ પુરી કરી, તો છેલ્લી ઈચ્છા જે મારી જિંદગીનો મહત્વનું પડાવ છે એમાં કેમ જબરદસ્તી એમાં કેમ મારું જરાય પણ ન ચાલ્યું ??

દીકરી માઁ-બાપ ને દુઃખી નથી જોઈ શકતી એટલે પોતે દુઃખી થઈ માઁ-બાપ ની વાત માની લે છે , ત્યાં સુધી કે માઁ-બાપ ની ઈજ્જત બચવા તે ભાગતી પણ નથી , એ એના સર્વે સુખો ત્યાગી દે છે માઁ-બાપ ની ખુશીઓ માટે…

અને માઁ-બાપ શું કરે છે , જબરદસ્તી બેસાડી દે છે દીકરીને લગ્નમંડપમાં ,
એ લગ્નમંડપ નહિ એક અર્થી હોય છે જીવતી લાશની જે ન તો કઈ બોલી શકે છે અને ના તો કઈ કરી શકે છે ,
બસ પોતાના સર્વે સપનાઓ સર્વે ખુશીઓ ને હળાહળ બળતા જોવે છે એ પણ એની નજરની સામે , _*ફક્ત ને ફક્ત કોની માટે એના માઁ-બાપ માટે*_

મારુ આ મેસેજ માઁ-બાપ વિરુદ્ધ નથી પણ દીકરીઓના ખુશીના હિતમાં છે , જો તમને દીકરી ને ૨૧-૨૧ વર્ષ સાચવી છે ઢીંગલી ના જેમ , એ સમય દરમિયાન તમારાથી નથી થઈ શક્યું એ પણ તમે કર્યું હશે , તમે દરેક વખત દીકરીને પૂછો છો દીકરી તારે શુ જોઈએ છે બોલ ? ,
_*તો મારી સર્વે માઁ-બાપ ને વિનંતી છે કે લગ્નમંડપમાં બેસાડતા પેહલા દીકરીને એકવખત એ પણ પૂછી જોજો તારે જીવનસાથી કેવો જોઈએ, કોણ જોઈએ, કોની સાથે તું ખુશ રહીશ .*_

જો તમે દીકરીની સર્વે ખુશી પુરી કરી છે તો અંતિમ ઈચ્છા પણ એની પુરી કરજો , કારણ કે એ એની એની જિંદગીનો સૌથી મહત્વનો પડાવ હોય છે.

સમાજના ડર દુનિયાની વાતોથી એને નિરાશ ન કરતા , એની ખુશીઓમાની સૌથી મોટી ખુશી અધૂરી ન રાખી દીધા.
નહિ તો દીકરીનો હૃદય બળસે નિસાસા નાખશે જો આવું જ કરવું હતું તો મને કેમ મોટી કરી ?.
જો તમે તમારી દીકરીને સાચા દિલથી ચાહો છો , પ્રેમ કરો છો તો એને એના પ્રેમ વિસે વાત કરવાનો મોકો આપજો , એની ખુશી કોના સાથે છે એ પૂછજો..

સમાજથી ન ડરતાં એ તો આજે તમારી સાથે હશે તો કાલ તમારી સામે , એ કોઈની નથી , સમાજમાં હજારો લોકો હોય છે , દરેક ના વિચારો અલગ હોય છે …

પછી ક્યાંય એવું ન બને કે કોઈ દબાવ અને ડરમાં આવી તમે દીકરીને બીજે ક્યાંક મોકલી તો દો પણ એના પરિણામ સ્વરૂપે એને લાશ મળે , તમારી પરી તમારા જ કારણે તમારાથી હંમેશ માટે દૂર થઈ જાય , _*તમારી આંખમાં એની યાદ ના આંસુ અને એક અંગત અફસોસ રહી જાય કે તે દિવસે મેં મારી લાડલી ને ડોલી ની જગ્યાએ અર્થી માં ના બેસાડી હોત તો આજ એની નનામી જોવાના દિવસો ના આવત ©*_

મેસેજ ગમે તો એક શેર અચૂક કરજો , જો આ વાંચવાથી કોઈ દીકરી નો જીવન પણ સુખી થશે તો આ માહિર નો મેસેજ સાર્થક થયું ગણાશે

લેખક: માહિર આહિર

લેખન સંકલન : નિશા પટેલ

મિત્રો આ લેખ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો.. 🙏 અમે હજુ વધારે લેખ લાવી રહ્યા છીએ એટલે તમારા મંતવ્ય અમારા માટે અગત્યનાં છે!! જો તમે પણ કોઈ હદયસ્પર્શી લેખ/વાર્તા લખી હોય અને એ બધા લોકો સુધી પહોંચાડવા માંગતા હોય તો અમને આ ઇમેલ પર મોકલો
theGujjuRocks@gmail.com

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here