આ અભિનેતાએ સલમાનની ભાભી સાથે કર્યું અફેર, હવે ફિલ્મ નથી મળી રહી FILM

0

पानी में रहकर मगरमच्छ से बैर भला कौन ले! બોલીવુડમાં દબંગ સલમાન ખાનનું નામ આવતા જ આ કહેવત સાચી લાગવા લાગે છે. કોઈપણ કલાકાર બોલીવુડમાં રહીને સલ્લુ ભાઈ સાથે દુશ્મની મોળ લેવા નથી માગતા.

અમુક સમય પહેલા વિવેક ઓબેરોયે આવું કર્યું હતું, જેનો પ્રભાવ તેને ભોગવવો પડ્યો હતો. સલમાન સાથે બનેલી દુશ્મની તેને એટલી ભારે પડી કે, તે તેના ફિલ્મી કેરીયરને જ ઓગાળી ગઈ. માટે કોઈપણ આવી ભૂલ ફરી કરવા નહિ માગે. અને આજ કારણ હતું કે હાલના દિવસોમાં અર્જુન કપૂર સલમાનની ખુશામત કરવામાં લાગી ગયા છે. તે સલમાનની સાથેના પોતાના રીશ્તાને બગાડવા નથી માગતા અને કદાચ એટલા માટે જ સલમાનને લુભાવવા માટેની દરેક કોશીસ કરી રહ્યો છે.સલમાન માટે હાલના દિવસોમાં અર્જુન કપૂર કઈક વધુ પડતા જ ચિંતિત રહે છે. એવામાં સવાલ એ ઉઠી રહ્યો છે કે આખરે અર્જુન કપૂર સલમાન પર આટલા મહેરબાન શા માટે છે?

તેની પાછળનું કારણ છે સલમાનની નારાજગી, અને તે એટલા માટે કેમ કે હાલના દિવસોમાં સલમાનની એક્સ ભાભી મલાઈકા અરોડા અને અર્જુન કપૂરને લઈને વધી રહેલી ગરમાહટને લઈને.

કહેવામાં આવે છે કે અર્જુન કપૂર અને મલાઈકાની વચ્ચે વધી રહેલી નજદીકીઓને લીધે સલમાન અર્જુનથી થોડા નારાજ છે. જાણકારી છે કે મલાઈકા અને અરબાજ વચ્ચે થયેલા તલાકનું કારણ પણ અર્જુન કપૂર જ માનવામાં આવી રહ્યું છે.સલમાને અમુક દિવસો પહેલા જ અર્જુન અને મલાઈકાની વચ્ચે વધી રહેલી નજદીકીઓ ને લઈને સીધી જ વાત કરી હતી, જેને અર્જુને માથું હલાવીને નકારી નાખ્યું હતું.

સલામન ખાનને બ્લેક હરણના શિકારનાં મામલામાં સજા આપ્યા બાદ અર્જુન કપૂર સલમાનની બહેનો સાથે લગાતાર સંપર્કમાં રહ્યા હતા. તે તેની ખબર લેતા રહ્યા હતા. જો કે સલમાન તરફથી આ બાબતને લઈને કોઈ જ પ્રતિક્રિયા આવી ન હતી. મીડિયા રીપોર્ટસના આધારે હાલના દિવસોમાં નિર્દેશક અર્જુન કપૂરને ફિલ્મમાં લેવાથી બચી રહ્યા છે કેમ કે આવું કરવાથી તેઓ સલમાન સાથેના પોતાના રીશ્તાઓ ખરાબ કરવા નથી માગતા.

જો કે લાંબા સમયથી મલાઈકા અને અરબાઝના રસ્તાઓ બંધ થઇ ગયા છે. તેઓના તલાકનું કારણ ક્યાંક ને ક્યાંક અર્જુન અને મલાઈકાન વધી રહેલી નજદીકીઓને ગણવામાં આવી રહ્યું છે, જણાવી દઈએ કે મલાઈકાને ઘણી વાર મોડી રાતે પણ અર્જુનનાં ઘરે આવતા-જતા જોવામાં આવેલી છે.લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.