...
   

ફાઇનલ હારતા જ ધ્રુસકેને ધ્રુસકે રડી પડી હૈદરાબાદ ટીમની માલકિન કાવ્યા મારન- વીડિયો થયો વાયરલ

કોલકાતા નાઈટ રાઈડર્સ એ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની ફાઇનલમાં સનરાઈઝર્સ હૈદરાબાદને આઠ વિકેટથી હરાવીને ત્રીજી વખત ટ્રોફી પોતાના નામે કરી. KKR વતી, આન્દ્રે રસેલ (19 રન પર ત્રણ વિકેટ)ના નેતૃત્વમાં બોલરોના જોરદાર પ્રદર્શન અને વેંકટેશ ઐય્યર (અણનમ 52)ની શાનદાર અડધી સદીના કારણે કોલકાતા નાઈટ રાઈડર્સે સનરાઈઝર્સ હૈદરાબાદને આઠ વિકેટે હરાવીને જીત મેળવી હતી.

57 બોલ બાકી રાખીને ત્રીજી વખત કેકેઆરે આઈપીએલનો ખિતાબ જીત્યો. હૈદરાબાદને 18.3 ઓવરમાં 113 રનમાં આઉટ કર્યા બાદ, કેકેઆર એ 10.3 ઓવરમાં બે વિકેટે 114 રન બનાવીને એકતરફી જીત હાંસલ કરી હતી.

ત્યારે આઈપીએલ ફાઈનલમાં હાર બાદ હૈદરાબાદની માલિક કાવ્યા મારન પોતાની લાગણીઓને કાબૂમાં રાખી શકી નહિ અને કેમેરાથી છૂપાઇને આંસુ લૂછતી જોવા મળી. કાવ્યાનો આ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં કાવ્યાનું દુખ સ્પષ્ટપણે જોવા મળી રહ્યુ છે.

Shah Jina