કાર્તિક પૂર્ણિમા 2018 તિથિ તારીખ શુભ મુહૂર્ત અને મહત્વ

0

પૂર્ણિમા દરેક મહિના ની છેલ્લી તિથિ આવે છે. અને શાસ્ત્રમાં પણ તેમનું ખૂબ જ ધાર્મિક મહત્વ છે. કાર્તિક માસના શુક્લ પક્ષમાં આવનાર પૂર્ણિમાને કાર્તિક પૂર્ણિમા કહેવામાં આવે છે. આ દિવસે માંગલિક કાર્ય કરવું ખૂબ જ ફળદાયક માનવામાં આવે છે. કહેવાય છે કે જો કૃતિકા નક્ષત્ર કાર્તિક પૂર્ણિમાના દિવસે હોત તો તેને મહા કાર્તિકી કહેવામાં આવે છે. અને જો તેમાં પણ ભરણી અને રોહીણી નક્ષત્ર હોય તો તેનું મહત્વ ખૂબ જ વધી જાય છે. આજે અમે તમને 2018ની કાર્તિક પૂર્ણિમાના દિવસે શુભ મુરત પૂજા વિધિ અને તેના મહત્વના વિશે માહિતી આપીશું.

કાર્તિક પૂર્ણિમા નું શુભ મુહૂર્ત 2018

2018 માં કાર્તિક પૂર્ણિમા પાવન પર્વ 23 નવેમ્બર એટલે કે શુક્રવારના દિવસે ઉજવવામાં આવશે.

પૂર્ણિમા ની તિથિ 22 નવેમ્બર 2018 12: 55 મિનિટ શરુ થશે. 23 નવેમ્બર 2018 11:11 પૂરી થશે.

કાર્તિક પૂર્ણિમાના દિવસે કરવાના ધાર્મિક કાર્ય

કાર્તિક પૂર્ણિમા પર ગંગા સ્નાન , દિપક દાન , હવન અને યજ્ઞ નું વિશેષ મહત્વ છે.

પૂર્ણિમાના દિવસે વહેલી સવારે ઉઠીને સ્નાન કરીને વ્રતનો સંકલ્પ કરવો શક્ય હોય તો આ દિવસે કોઈ પવિત્ર નદી સરોવર કે કુંડમાં સ્નાન કરવું.

ચંદ્રોદય સમય શિવ અનસુયા સંતતિ પ્રીતિ સંભૂતિ ક્ષમા કૃતિકાના પૂજન કરવા.

માનવામાં આવે છે કે આ દિવસે દાન કરવાથી વ્યક્તિને સુખ સમૃદ્ધિનું વરદાન પ્રાપ્ત થાય છે.

કાર્તિક પૂર્ણિમા ની રાત્રિમાં વ્રત અને જાગરણ કરવાથી બધા જ મનોકામના પૂર્ણ થાય છે. આ દિવસે વ્રત રાખીને કોઈ જરૂરિયાત માણસને ભોજન અને હવન કરાવવું જોઈએ. કાર્તિક સમાપ્ત થયા પછી દીપદાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.

કાર્તિક પૂર્ણિમા નું મહત્વ

શાસ્ત્રો માં કાર્તિક પૂર્ણિમા નું ખાસ મહત્વ છે.
એને ત્રિપુરી પૂર્ણિમા અને ગંગાસ્નાન ની પૂર્ણિમાના રૂપમાં જાણવામાં આવે છે.માનવામાં આવે છે કે આ દિવસે ગંગા યમુના ગોદાવરી નર્મદા બધી નદીઓમાં સ્નાન કરવાથી વ્યક્તિઓને શુભ ફળની પ્રાપ્તિ થાય છે. પૌરાણિક કથા અનુસાર ભગવાન વિષ્ણુને કાર્તિક પૂર્ણિમાના દિવસે મત્સ્યાવતાર ધારણ કર્યો હતો. કહેવામાં આવે છે કે આ દિવસે ગંગા સ્નાન કર્યા પછી દીપદાન કરવાથી 10 યજ્ઞ કરવાથી જે ફળ મળે છે, તે ફળની પ્રાપ્તિ થાય છે. આ દિવસે કરવામાં આવેલું દાન પુણ્ય વિશેષ ફળ મળે છે. આખા વર્ષમાં આવવાવાળી પુણ્યોમાંથી આ પૂર્ણિમા ખુબ જ મહત્વની અને ખાસ માનવામાં આવે છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here