કાદર ખાન: પદ્મ પુરસ્કાર માટે હું કોઈ ની ચાપલુસી નહીં કરું , કાદર ખાન નો છેલ્લો ઇન્ટરવ્યૂ થયો વાયરલ

0

બૉલીવુડ ના દિગ્ગજ અભિનેતા અને એમની કોમેડી થી બધા લોકો ને હસાવવા વાળા કાદર ખાન નું મૃત્યુ થઈ ગયું છે. કાદર ખાન લાંબા સમય થી બીમાર હતા અને કેનેડા ના હોસ્પિટલમાં પાછલા 16-17 દિવસ થી એમનો ઈલાજ ચાલી રહ્યો હતો. કાદર ખાન છેલ્લી વખત 2015 માં આવેલ ફિલ્મ ‘દિમાગ કા દહીં ” માં જોવા માં આવ્યા હતા. કાદર ખાન ના મૃત્યુ ની ખબર આવતા જ એમનો એક ઈન્ટરવ્યું ખૂબ જલ્દી વાયરલ થયો. ફેન્સ ને અનુસાર એ એમનો છેલ્લો ઈન્ટરવ્યું હતો. જેમાં કાદર ખાન એ પદ્મ પુરસ્કાર નહીં મળવા ની વાત પર એમણે પોતાની વાત રાખી. જાણકારી ને અનુસાર આ ઈન્ટરવ્યું એ સમયે નો છે જ્યારે એ એમની ફિલ્મ દિમાગ કા દહીં નો પ્રચાર કરી રહ્યા હતા. એ સમયે પણ એમનું સ્વાસ્થ્ય ઠીક નહતું. કાદર ખાન નું કેનેડા ના હોસ્પિટલમાં નિધન થયું. આ ઈન્ટરવ્યું દરમિયાન કાદર ખાન એ એમના પ્રશંસકો અને બૉલીવુડ સહયોગી સામે સ્વીકાર્યું કે લગભગ એક વર્ષ પહેલાં પદ્મ શ્રી માટે એમનું નામ પ્રસ્તાવિત કરવા માં આવ્યું હતું.એ સમય એ કાદર ખાન એ કહ્યું હતું કે , જો સરકાર ને લાગશે કે મેં સારું કામ કર્યું છે તો એ મને સમ્માનિત કરશે. આ લોકો નો પ્રેમ છે કે મારી માટે પદ્મ સમ્માન ની માંગ કરે છે. જો કે એ વર્ષે એમણે પદ્મ સમ્માન નહતું મળ્યું. પદ્મ પુરસ્કાર ના વિજેતા ના નામ સાંભળી એમણે એમણી રાય આપતા કહ્યું કે , આ સારું છે કે મને એક પણ ન મળ્યો.

કાદર ખાન નો એ ઈન્ટરવ્યું વાયરલ થયો એમણે કહ્યું હતું કે ,બની શકે છે કે ચાપલુસી ને કારણે એમના સાથી કલાકારો ને આ સમ્માન મળી રહ્યું હોય. ઇન્ડસ્ટ્રી ના એમના સાથી કલાકરો ને મળતા એવોર્ડ દરમિયાન એમને કહ્યું કે , ” આ સારું થયું કે મને એવોર્ડ ન મળ્યો. હું મારા જીવન માં ક્યારેય કોઈ ની ચપલુસી નહીં કરું. હું આ પુરસ્કાર નહીં ઇચ્છતો ,જો આ એવા લોકો ને આપવા માં આવ્યો , જેમણે આ વખતે મળ્યો.

પદ્મ પુરસ્કાર માટે હું કોઈ ની ચાપલુસી નહીં કરું.

કાદર ખાન એ કહ્યું , એવોર્ડ મળવો કોઈ મોટી વાત નથી. પણ આ જરૂરી વાત છે કે એવોર્ડ પર દર્શકો નો વિશ્વાસ બની રહે. પહેલા આ એવોર્ડ દેવા માં ઈમાનદારી રાખવા માં આવતી. પણ હવે એ બાબત પર ધ્યાન આપવા માં નહીં આવતું. લોકો હવે બીજા નું સમ્માન કરવા નું ભૂલી અને સ્વાર્થી બની ગયા છે. મને લાગે છે કે હું આટલો સક્ષમ નહીં કે આ વર્ષે પદ્મ પુરસ્કાર માટે સમ્માનિત થઈ શકું. જો કે હું એ બધા ને ધન્યવાદ કહીશ જેમણે મારુ નામ આ માટે પ્રસ્તાવિત કર્યું.

રાજનીતિ માં ગયા બૉલીવુડ ના સહયોગીઓ પાસે કાદર ખાન એ કરી હતી ખાસ અપીલ
કાદર ખાન એ તેમના બોલિવૂડ સહયોગી ના રાજનીતિ માં શામિલ થવા ની વાત પર પ્રતિક્રિયા આપ્યો. એમને આગ્રહ કરતા કહ્યું કે ,હું રાજનીતિ માં ગયેલ બધા અભિનેતાઓ ને આગ્રહ કરી ને કહું છું કે પાછા આવી જાય. આ પોલિટિક્સ જ તમને ખતમ કરી રહી છે. કાદર ખાન ના અભિનય અને લેખન માં કરેલ કાર્ય ને જોવા જઈએ તો એમાં તેમના એવોડ્સ ની સંખ્યા ઘણી ઓછી છે. 2013 માં કાદર ખાન ને સાહિત્ય શિરોમણી એવોર્ડ થી સમ્માનિત કરવા માં આવ્યા હતા. અને ફિલ્મ ફેર માં 9 વખત કોમેડિયન એવોર્ડ માટે નોમિનેટ થયા હતા.

Video:

Author: GujjuRocks Team

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here