કાદરખાન ના અંતિમ દર્શન માટે તરસી જાશે ભારતના ફેન્સ, જાણો ક્યાં થશે અંતિમ સંસ્કાર

0

કાદરખાન ના નિધન ની ખબર આવતા પુરા દેશમાં નવા વર્ષનો ઉત્સાહ ઠંડો પડી રહ્યો છે. બૉલીવુડે એકે દિગ્ગ્જ કલાકાર, કોમેડિયન અને રાઇટર ને ગુમાવી દીધા છે. 81 વર્ષના કાદરખાન એ કેનેડા ની હોસ્પિટલ માં છેલ્લા શ્વાશ લીધા હતા. કાદરખાન ના નિધન ની જાણ તેના દીકરા સરફરાઝે આપી હતી.
ઘણા વર્ષો થી કાદરખાન પોતાના દીકરા અને વહુ ની સાથે કેનેડામાં રહી રહ્યા હતા. કાદરખાન ના પાર્થિવ શરીરના અંતિમ સંસ્કાર કૅનેડા માં જ થાશે. કાદરખાન ના પરિવારના નજીકના વ્યક્તિ અહમદ ખાને જણાવ્યું કે,”કાદરખાન પોતાની પત્ની હજરા, દીકરા સરફરાઝ અને પૌત્ર-પૌત્રીઓ સાથે જ રહેતા હતા. તેનો અંતિમ સંસ્કાર ટોરેન્ટો ના કબ્રસ્તાન માં કરવામાં આવશે”.
સરફરાઝે જણાવ્યું કે,’મારા પિતા અમને છોડીને ચાલ્યા ગયા છે. તેમણે 31 ડિસેમ્બર ના રોજ છેલ્લા શ્વાશ લીધા હતા. તેમણે જણાવ્યું કે કાદરખાન બપોરના સમયથી જ કોમા માં ચાલ્યા ગયા હતા”. સરફરાઝે કહ્યું કે,”અમારા પરિવારના દરેક સદસ્યો અહીં જ છે અને અમે અહીં જ રહી રહ્યા છીએ માટે અમે અહીં જ તેનો અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય લીધો છે”.
કાદરખાન 15-16 દિવસથી કૅનેડા ની હોસ્પિટલ માં ભરતી હતા.એફટીઆઈઆઈ ના પૂર્વ અધ્યક્ષ અને અભિનેતા ગજેન્દ્ર ચૌહાણ એ કાદરખાન ના નિધન પર દુઃખ જાહેર કર્યું છે. તેમણે કહ્યું કે,”કાદરખાન એક સંપૂર્ણ કલાકાર અને રાઇટર હતા. અમે બધા તેના ઠીક થઇ જવાની દુવાઓ કરી રહ્યા હતા. એવામાં તેના નિધનથી અમે ખુબ દુઃખી છીએ. ભગવાન તેની આત્મા ને શાંતિ આપે”.
જણાવી દઈએ કે કદરખાન ના નિધનથી સોશિયલ મીડિયા પર યુઝર્સ ના રિએક્શન શરૂ થઇ ગયા છે. કાદરખાન ના ફેન્સ તેના નિધન ને લઈને ખુબ જ દુઃખી છે. અમિતાભ જી એ પણ તેના સાજા થઇ જવાની દુવા કરી હતી પણ કદાચ કુદરતને બીજું જ મંજુર હતું, અભિનેતા શક્તિ કપૂર પણ કાદરખાન ના નિધન ની ખબર સાંભળતા જ રોઈ પડ્યા હતા.
Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here