દરેક પતિ પત્ની જો આ વાત જીવનમાં ઉતરશે તો દરેક ઘર સ્વર્ગ બની જશે !!

0

જીવનમાં ઉતારવા જેવું….

જો જીવનમાં આ વાત ઉતારી લેશો તો ક્યારેય દુખી નહી થાવ !!

જો જમવામાં જે અન મળે એ જામી લેવું, ખાવા માટે ક્યારેય ક્યારેય પત્ની સાથે કચ કચ ના કરો… કેમકે કરોડો રૂપિયા આપવા છ્તા પણ પત્ની નથી મળતી.
ચોવીસ કલાકમાંથી 20 ક્લાક પત્નીના બની રહો ઇનો કોઈ વાંધો નહી પરંતુ તમારા માતા પિતાને પણ ચાર કલાક્નો સમય જરૂર ફાળવો..કેમકે એ છે તો તમે છો…!!

ભગવાને સ્ત્રીનું સર્જન જ એવું કર્યું છે કે એ મહિનામાં ત્રણ થી ચાર વાર જો કારણ વગર ગૂસે થાય તો સહન કરી લો….સામે એ પ્રેમ પણ અઢળક આપશે..!!

જેવી છે એવી સ્વીકારો….સ્ત્રીને બદલવા મજબૂર ના કરો !!, જેમ સ્ત્રી અને પુરુષના અંગોમા ભગવાને ફેરફાર કર્યા છે એમ જ સ્વભાવ નોખા નોખા છે ..સહજ્તાથી એને સ્વીકારો,
જે ઘરમાં બહેન, દીકરી કે કોઈ સ્ત્રીના આસું પડશે એ ઘરમાં ત્યારે જ શરૂઆત થશે પતનની.

ગુસ્સો આવે છે તો એ સમય પૂરતું જ મોઢું ચડાવીને ફરો, કેમકે ઘરમાં વાંદરા શોભતા નથી !!

ગાંડા બની જીવવામાં મજા આવે છે…કોઈ ગાલ આપે તો એક કાનેથી સાંભળી બીજા કાનેથી બહાર કાઢી નાખો, જીવવાની મજા આવશે !!

દુખ વિષે ક્યારેય ફરિયાદ ના ક્રો કારણકે જેને તમને આ દુનિયામાં મોકલ્યા છે એને ખ્યાલ જ છે તમારી ક્ષમતા વિષે.

ધન જરૂર પૂરતું જ ભેગું કરો, વધારે પડતું ધન ઘરમાં પૂનમના પ્રકાશ તરફથી આમસના અંધકાર તરફ લઈ જાય છે.

યુવાનીમાં પત્નીને પરમ કરો, ઘડપણમાં તો લડાઈ કરવાની જ છે એ પણ યાદ રાખો.

તમારી સફાળતા લોકોને આધીન છે માટે પોતાની સફળતા ઉપર અભિમાન ના કરવું જોઈએ.
માફી માંગવાથી નીચા નહી પણ મહાન બની શકો છો એ વાત યાદ રાખવી !!

તમે એ વાત ભૂલી કેમ જાવ છો કે ભગવાને તમને કોઈ વ્યક્તિનું અપમાન કરવાનો અધિકાર નથી આપ્યો !

અત્યાર સુધીમાં તમારે સમાજમાં કે પછી નજીકના વ્યક્તિ સાથે કેટલીવા જઘડો થયો ? એની ગણતરી કરશો તો કદાચ તમારા શરીરના વજન કરતાં પણ આંકડો મોટો આવશે ..!!

બાપ એ બાપ છે પોતાના સંતાનને જ પ્રેમ કરશે કોઈપણ આશા કે અપેક્ષા વગર..પછી ભલે તેને બદલામાં નફરત મળે.

ક્યારેય માં બાપના જમવાની ગણતરી ન કરો, એને ભૂખ્યા રહી તમને મોટા કર્યા છે એ યાદ રાખજો .

જો તમારે કોઈ માનતા માનવી હોય તો ગુસ્સે નહી થવાની માનો, આનાથી તમે આનંદમાં રહેશો ને બધા રોગ પણ દૂર થશે.

યુવાનીમાં કરેલી ભૂલોને માતા પિતાએ ઘણી નજર અંદાજ કરી, હવે એમની વૃદ્ધ અવસ્થામાં શું તમે એમની એક ભૂલ જતી નહી કરો ??

દરેક પત્ની ખાસ વાંચે –
હસ્ત મેળાપ ભલે 1 મંતનો જ હોય, તમે 100 જન્મ સાથે જીવવાનો મંત્ર ભણજો.

થોડી પતિને પણ છૂટ આપો, એમનું જીવન એમને મોજથી જીવવા દો. નાની નાની વાતમાં વચ્ચે બોલ બોલ ના કરો, નહીતર જીવન ધૂળ બની જશે !!

સાસરીમાં તમે નહી પરંતુ તમારાથી સાસરીના કેટલા લોકો ખુશ છે એ વધારે જોવું.
પિયરની સુખ ની વાતો પિયરના ઊંમ્બરે જ મૂકી ને આવવી.

જ્યારે પતિ ઓફિસેથી થાકીને ઘરે આવે તો હસતાં જ રહો ને પ્રેમથી પાણી આપી બે મીઠા શબ્દો બોલવાનો પ્રયાસ કરજો.

જે ભૂલવાનું છે એને ભૂલી જાવ ને જે યાદ રખવાનું છે તેને યાદ રાખો…આ બે વાત અમલ કરશો તો જીવન સ્વર્ગ બની જશે.

ઘર તો સાસુ સસરાની મહેનતથી બની ગયું, હવે એશો આરામની વસ્તુ વસાવવા માટે તમે મહેનત કરો.

સ્ત્રીઓની ખપ છે એ સાવ સાચું..પણ એ માની મન મૂકી બીજાને દુખ લાગે એવો પણ વ્યવહાર ના કરવો જોઈએ.

વિકાસ અને વિનાશ એ બને સ્ત્રી કરી શકે છે, માટે તમે જે કાઇ કરો તે સમજી વિચારીને કરજો. .
પુત્ર ને પુત્રવધૂ જો ઘરમાં હોયતો સ્વભાવ કિલોના વજને બદલાશે ,

દીકરો અને દીકરીના સરા નરસા વ્યવહારથી સ્વાભાવમાં ગ્રામ ના વજનનો ફેરફરા આવશે.

સાસુ સસરાના વ્યવહારથી પણ ગ્રામના વજનમાં સ્વભાવ બદલાશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here