...
   

IPL 2024 ચેમ્પિયન KKR પર થયો કરોડોનો વરસાદ, રનર અપ ટીમ પણ થઇ માલામાલ- SRHને 12.5 કરોડ, RCBને 6.5 કરોડ, જુઓ કોને શું મળ્યુ

કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ આઈપીએલ 2024ની ફાઈનલ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદને 8 વિકેટે હરાવ્યુ અને ટાઇટલ પોતાના નામે કર્યુ. KKR ટીમ ત્રીજી વખત IPL ટ્રોફી જીતવામાં સફળ રહી. આ પહેલા કેકેઆર વર્ષ 2012 અને 2014માં ચેમ્પિયન રહી હતી. ચેમ્પિયન બન્યા બાદ ટીમના તમામ ખેલાડીઓના ચહેરા પર ખુશી સ્પષ્ટ દેખાતી હતી.

બીજી તરફ પેટ કમિન્સની કેપ્ટનશીપવાળી સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમના તમામ ખેલાડીઓના ચહેરા પર નિરાશા સ્પષ્ટ દેખાઈ રહી હતી. KKRની જીત બાદ ખેલાડીઓએ મેદાનની ખાસ ઉજવણી કરી હતી અને ચાહકોનો આભાર માન્યો હતો. ફાઈનલ મેચ બાદ એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિજેતા ટીમ અને રનર અપ ટીમ પર પૈસાનો વરસાદ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરનાર ખેલાડીઓને પણ એવોર્ડ આપવામાં આવ્યા હતા. વિજેતા ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સને 20 કરોડ રૂપિયા મળ્યા, જ્યારે રનર અપ ટીમ SRHને 13 કરોડ રૂપિયા મળ્યા. ત્રીજા નંબર પર રહેલ રાજસ્થાન રોયલ્સને 7 કરોડ જ્યારે ચોથા સ્થાન રહેલ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 6.5 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા.

  • વિજેતા ટીમ (કોલાકાત નાઈટ રાઈડર્સ) – 20 કરોડ
  • ઉપવિજેતા ટીમ (સનરાઈઝર્સ હૈદરાબાદ) – 13 કરોડ
  • ત્રીજા નંબરવાળી ટીમ (રાજસ્થાન રોયલ્સ) – 7 કરોડ
  • ચોથા નંબરવાળી ટીમ (રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ) – 6.5 કરોડ
  • સીઝનમાં સૌથી વધુ રન બનાવનાર (ઓરેન્જ કેપ) – વિરાટ કોહલી – 15 લાખ
  • સીઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર (પર્પલ કેપ) – હર્ષલ પટેલ – 15 લાખ
  • ઈમર્જિંગ પ્લેયર ઓફ ધ સીઝન – નીતિશ રેડ્ડી – 20 લાખ
  • ઈલેક્ટ્રિક સ્ટ્રાઈક ઓફ ધ સીઝન – જેક ફ્રેઝર – 15 લાખ
  • ગેમ ચેન્જર ઓફ ધ સીઝન – સુનિલ નારાયણ – 12 લાખ
  • કેચ ઓફ ધ સીઝન – રમણદીપ સિંહ – 10 લાખ
  • મોસ્ટ વેલ્યૂબલ પ્લેયર – સુનિલ નારાયણ – 12 લાખ
  • ફેર પ્લે એવોર્ડ – સનરાઈઝર્સ હૈદરાબાદ
  • પિચ એન્ડ ગ્રાઉન્ડ એવોર્ડ – હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન, 50 લાખ
  • પ્લેયર ઓફ ધ મેચ (ફાઈનલ) – મિચેલ સ્ટાર્ક – 5 લાખ

 

View this post on Instagram

 

A post shared by IPL (@iplt20)

Shah Jina