...
   

હાર્દિકના છૂટાછેડા ફાઈનલ? પત્ની સાથે છૂટાછેડાની ખબરો વચ્ચે ટીમ ઇન્ડિયા સાથે અમેરિકા ના ગયો હાર્દિક પંડ્યા? T20 વર્લ્ડ કપ પહેલા આખરે છે ક્યાં ?

T20 વર્લ્ડ કપ 2024 હવે નજીક છે. 1 જૂનથી શરૂ થવા જઈ રહેલ આ ટુર્નામેન્ટમાં 20 ટીમો ભાગ લઈ રહી છે અને તમામે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. આ દરમિયાન ભારતીય ટીમના મોટાભાગના ખેલાડીઓ અમેરિકા જવા રવાના થઈ ગયા છે, જ્યાં ટીમ ઈન્ડિયા તેની શરૂઆતની મેચો રમશે. આ દરમિયાન હાર્દિક પંડ્યાની ખૂબ ચર્ચા થઈ રહી છે. યુએસએ જવા રવાના થયેલી ભારતીય ટીમની બેચમાં વાઇસ કેપ્ટન હાર્દિક પંડ્યા જોવા મળ્યો નહોતો. ત્યારે હવે તેના સંબંધમાં લેટેસ્ટ અપડેટ સામે આવ્યું છે.

હાર્દિક પંડ્યા છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. આ વખતે તેને આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ કરવાની તક મળી. જો કે આ વર્ષની ઈન્ડિયન પ્રીમિયર લીગમાં તે અને તેની ટીમ કંઈ ખાસ ન કરી શકી. ટીમની શરૂઆત ખરાબ રહી હતી, પરંતુ આશા હતી કે જેમ જેમ IPL 2024 આગળ વધશે તેમ ટીમ પોતાના ફોર્મમાં આવી જશે, પરંતુ એવું ના થયું. ટીમનું પ્રદર્શન એવું હતું કે મુંબઈ ઈન્ડિયન્સ આ વખતે દસમા સ્થાને રહી. ત્યારે હવે IPL બાદ બધાની નજર T20 વર્લ્ડ કપ પર છે.

આ વખતે હાર્દિકને વાઇસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયા જ્યારે અમેરિકા જવા રવાના થઈ ત્યારે તમામની નજર હાર્દિક પંડ્યા પર હતી, પરંતુ તે જોવા જ ના મળ્યો. એવા અહેવાલ છે કે તે હાલ અમેરિકામાં છે. ક્રિકબઝના અહેવાલ મુજબ, હાર્દિક પંડ્યા ટૂંક સમયમાં ટીમ સાથે જોડાશે. માહિતી મળી રહી છે કે મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલમાં તેની છેલ્લી મેચ 17 મેના રોજ રમી હતી,

ત્યાર બાદ જ હાર્દિક અમેરિકા જવા રવાના થઈ ગયો હતો અને રજાઓ મનાવી રહ્યો હતો, પરંતુ હવે તે ટીમ સાથે જોડાશે. હાર્દિક પંડ્યા હાલમાં તેની પત્ની નતાશા સ્ટેનકોવિક સાથેના છૂટાછેડાને લઇને ઘણો ચર્ચામાં છે. નતાશાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પંડ્યા સરનેમ હટાવી દીધી છે અને આવી સ્થિતિમાં લોકો એવું કહી રહ્યા છે કે હાર્દિક અને નતાશા અલગ થઈ રહ્યા છે.

Shah Jina