...
   

રાજકોટ અગ્નિકાંડમાં મોતને ભેટેલા સત્યપાલસિંહ જાડેજાની નીકળી અંતિમયાત્રા, આખુ ગોંડલ ચડ્યું હિબકે

ગુજરાતમાં ત્યારે હાહાકાર મચી ગયો જ્યારે ખબર આવી કે રાજકોટના ગેમ ઝોનમાં આગ લાગી અને એક પછી એક એમ 25થી પણ વધારે લોકોના મોત નિપજ્યા. ગત શનિવારે સાંજે સર્જાયેલી આ દુર્ઘટનાથી રાજકોટ જ નહિ પણ આખું ગુજરાત હચમચી ઉઠ્યું હતું. પરિવાર સાથે મોજ મજા માણવા ગેમ ઝોનમાં ગયેલા બાળકો સહિત 25થી વધુ લોકોને આગ ભરખી ગઈ.

આ આગ એટલી ભયાનક હતી કે જે લોકો મૃત્યુ પામ્યા છે તેમની ઓળખ DNA દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે આ અગ્નિકાંડમાં એક મૃતદેહના DNA સેમ્પલ મેચ થયા બાદ તેના પરિવારને મૃતદેહ સોંપવામાં આવ્યો હતો. આ પછી તેની અંતિમયાત્રા નીકળી અને આ દરમિયાન પરિવાર સાથે સાથે આખુ ગામ ધ્રુસકે-ધ્રુસકે રડ્યુ હતુ. સૌની આંખોમાં આસું હતા.

ગોંડલના સત્યપાલસિંહ જાડેજાની અંતિમયાત્રા નીકળતા લોકો મોટી સંખ્યામાં પરિજનોને સાંત્વના આપવા પહોંચ્યા હતા. સત્યપાલસિંહની અંતિમયાત્રામાં આખું ગામ હિબકે ચઢ્યું હતું અને લોકોની આંખોમાં પણ આસું આવી ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Shah Jina