એક હકીકત……ખૂની ” માં “…..વિરાટને અહીં સ્કૂલમાં તેર વર્ષ પુરા થવાની તૈયારી હતી.ગામમાં એક સ્કુલ હતી. જ્યારે વિરાટની સ્કુલ ગામથી બે કી.મી દૂર હતી.

0

એક હકીકત……ખૂની ” માં “…..

મયંક પટેલ – વદરાડ

વિરાટને અહીં સ્કૂલમાં તેર વર્ષ પુરા થવાની તૈયારી હતી.ગામમાં એક સ્કુલ હતી. જ્યારે વિરાટની સ્કુલ ગામથી બે કી.મી દૂર હતી. 1993 માં આ સ્કુલ એક પેટા શાળા તરીકે ખોલવામાં આવી હતી.

દર વર્ષે શાળામાં બાળકોની સંખ્યા ઓછી થતી હતી.આ વર્ષે માટ 58 બાળકો થતા હતા. શાળામાં 3 શિક્ષકોનો સ્ટાફ હતો. વિરાટ પ્રિન્સીપલ હતો. શાળા એક કસ્બામાં હતી. આજુ બાજુ ખેતરો હતા. બાળકો ખેતરોમાંથી ચાલીને શાળામાં આવતા.

ઘણા બાળકો બે કી.મી ચાલીને પણ આવતા હતા. છેલ્લા આવેલા બહેન વધમાં પડતા હોવાથી, વિરાટ શાળાના બાળકોની સંખ્યા 61 કરવા માટે વરખા માળતો હતો. થોડા દિવસ આમતેમ રખડ્યા પછી એક બાળક આવ્યું.

હજુ પણ તેને બાળકો શોધવાનું ચાલુ રાખ્યું. તે પોતાની સ્કૂલની બહેનને વધમાં પાડવા માંગતો ન હોતો.

એક દિવસ સ્કૂલમાં આવ્યા પછી તે એક નોટબુક લઈને ખેતરોની સીમમાં ચાલતો નીકળી ગયો. આમ આ વિસ્તાર તેના માટે અજાણ્યો ન હોતો. આમે અઠવાડિયામાં બે વાર તે દરેક બાળકના વાલીની મુલાકાત લેતો. બાળકો બધા જ ગરીબ પરિવારના આવતા હોવાથી કોઈવાર ઘરે કામ હોય તો પણ રજા પાડતા. વિરાટ જો આખી સ્કૂલમાંથી કોઈ બાળક બે દિવસ રજા પાડે તો ત્રીજા દિવસે તે વાલીને રૂબરૂ મળી આવતો.

ઘણીવાર તે પોતાના સ્ટાફને કહેતો કે જો મારા પગ કાપી નાખવામાં આવે અને તમે કહો કે આ બાળકના ઘરે જાઓ તો મારા પગ એકલા ચાલતા ત્યાં જાય. બાળકોને સ્કૂલમાં લાવવા માટે તેને ખુબ મહેનત કરેલી હતી.

સ્કૂલમાં પોતાની જાત મહેનત થી તેને 300 લીમડાના ઝાડ વાવેલા. આજે તે એક ગરીબ પરિવારના ઘરે આવી પહોંચ્યો.

થોડા દિવસ પહેલા જ આ પરિવાર શહેરમાંથી આવેલ હતો. બાકી અહીંના તમામ લોકો વિરાટને જાણતા હતા.વિરાટ અહીંના લોકોને પણ નજદીકથી જાણતો હતો.

એક ખેતરમાં તૂટેલી ઓરડીમાં એક પરિવાર રહેતો હતો. બોરમાં પાંણી પણ હતું નહી . જમીનમાંથી ધૂળની ડમરીઓ ઊડતી હતી. એક નાની તૂટેલી ઢોયલી હતી. જેમાં એક વૃદ્ધ બેઠા હતા. બાજુમાં પંદર વર્ષની એક છોકરી હતી. નવ વર્ષની એક બીજી છોકરી દાદાના પગ જોડે બેઠી હતી.તેના હાથમાં એક દોરી હતી. જેના વડે ઘોડિયામાં સુતેલા પાંચ વર્ષના બાળકને તે છુવાડતી હતી. સામેની બાજુ તેની દાદી બેઠા હતા.

વિરાટને જોઈને દાદા ઉભા થયા. ” આવો સાહેબ ! બેસો “. તરત પેલી તૂટેલી ઢોયલીમાં વિરાટ બેસી ગયો. વિરાટે પેલા નાના બાળકોને ભણવાની વાત કરી.પેલા દાદાએ શાળામાં ભણવા મોકલવાની ખુશી વ્યક્ત કરી. વિરાટે તેના પાપા વિષે પૂછ્યું ને………

દાદા બોલ્યા ” સાહેબ શું વાત કરીએ. આજે અમારે અહીં આવવું પડ્યું. આ બાળકો લાચાર થઇ ગયા. કયા શહેર ને ક્યાં આ ગામડું. ક્યારેય સ્વપ્નમાં પણ વિચારેલું નહીં ને શું થઇ ગયું. મારો દીકરો એક ખાનગી કંપનીમાં નોકરી કરતો. અમારો પરિવાર ખુબ ખુશ હતો. થોડા દિવસ પહેલા જ તેન લગ્ન કરવાના હતા. હું અને મારો દીકરો તેની ખરીદી કરવામાં ખુશ હતા. આ બાળકોને નવી ” માં ” આવવાંની હતી. કપડા પણ લઇ લીધા હતા.

ક્યારેક ભગવાનને પણ કોઈની ખુશી ગમતી નથી. તે ખુબ લુચ્ચો છે. દસ દિવસ પહેલા જ મારા દીકરાનું ખૂન થઇ ગયું. પહેલા તે લાપતા થઇ ગયો. રાતે આવ્યો નહીં તો તેની શોધ કરાવી. મેં જાતે જ પોલીસ કેશ કરેલ. તેના મોબાઈલનું લોકેશ પણ જોવામાં આવ્યુ. પણ પછી તો જે જગાએ લાસ્ટ લોકેશન હતું. એ જગાએ પણ તપાસ કરી. તે કયોય મળ્યો નહીં.

બે દિવસ પછી અમદાવાદની મોટી કેનાલમાં થી તેની લાશ મળી. તેનું બાઇક પણ ત્યોંજ હતું. એટલે પકડાઈ ગયું બધું. આટલી વાત કરતા તો દાદા અને દાદી બન્ને રડવા લાગી ગયા. વિરાટે તે બન્નેને આશ્વાસન આપ્યું. આમે કોઈની લાગણીઓ રડે ત્યારે આશ્વાશન સિવાય કઈ હોતું નથી. જે આપણે તેને આપી શકીએ. બન્ને સમજુ છોકરીઓ ઉપર વિરાટની નજર ગઈ. જાણે તે વિરાટની ભીતર પિતાની શોધ કરી રહી હતી.

નાની દીકરીને જોડે બોલાવીને વિરાટે તેને પોતાના ખોળામાં બેસાડી. વાતાવરણ ખુબ દુઃખદ બની ગયું હોવાથી વિરાટે વાત બદલી. બોલ્યો ” તારું નામ ?”. તરત જવાબ આવ્યો ” શિવાંગી”. ” અરે ! સરસ નામ છે. તું મારી શાળામાં ભણવા આવીશને ? હું તને રોજ ચોકલેટ આપીશ. તને પુસ્તકો, અને કપડાં પણ લઇ આપીશ”.

દાદાએ કહ્યું કે મારા આ દીકરાનું અને દીકરીનું નામ લખવાનું છે. વિરાટે તરત નોટમાં નામ લખ્યું. કાલે શાળામાં આવવા જણાવ્યું. દાદાએ હા કહી. અચાનક દાદાને વિરાટે એક સવાલ કર્યો. ” તેની માતા પણ નથી કે તે પણ ……”

જાણે આજ સવાલની રાહ દાદા જોતા હોય એમ બોલ્યા ” એ તો લુચ્ચી હતી. એને તો અમારી જિંદગી બગાડી સાહેબ. જો એ મૃત્યુ પામી હોત તો આજે મારો દીકરો આમારી વચ્ચે હોત”. દાદાના આવા જવાબો સભાળીને વિરાટ વિચારમાં પડી ગયો. કંઈક તો રહસ્ય છુપાયેલું હતું દાદાના હદયમાં.

” સાહેબ , થોડા વર્ષો પહેલા જ મારા દિકરાની વહુ અમારા પિતરાઈ ભાઈના દીકરા જોડે ભાગી ગઈ. તે સમયે આ દીકરો માંડ બે વર્ષનો હતો. તેને પોતાના બાળકો સામે પણ જોયું નહીં. જે દિવસે મારો દીકરો મૃત્યુ પામ્યો ત્યારે સામેવારા માણસનો જ છેલ્લો કોલ તેમાં હતો.

નાના બાળકોને જોઈને ભલભલાના હ્દય ધ્રુજી જાય. એમના ચહેરા ખુબ માસુમ હતા. વિરાટ ને થયું કે આ કેવો પ્રેમ કહેવાય. બાળકોને મૂકીને જતા તેનો જીવ પણ ચાલ્યો નહીં. દાદાએ કહ્યું ” મારા દીકરીના ખૂની એજ લોકો છે. ભગવાન તેમને ક્યારેય માફ નહી કરે સાહેબ”.

વિરાટે કહ્યું ” દાદા, જ્યાં સુધી પોલીસ સાચો ગુનેગાર ના પકડે ત્યાં સુધી આપણે કશું પણ કહી શકતા નથી”. વિરાટે શિવાંગીને ઊંચકી લીધી. અને બોલ્યો ” તમે ચિંતા ના કરો હવે આ મારી દીકરી છે. અને તમારા દીકરાનું ખૂન જેને પણ કર્યું હોય એ પકડાશે ત્યારે વાત પણ શિવાંગીની ” માં ” તો ખૂની જ છે. તેને આ નાના બાળકોને તરસોડીને તેમની લાગણીઓનું ખૂન તો જરૂર કરેલ છે.

વિરાટે પોતાના બડવામાંથી 100 રૂપિયાની નોટ કાઢીને શિવાંગીને આપી. અને તે ભારે હૈયે ત્યાંથી ચાલતો થયો. થોડે દૂર ગયા પછી તેને એક નજર પાછળ કરી તો પેલી શિવાંગીની એકી નજરે તેની સામે જોઈ રહી હતી.

જાણે એક અજનબી ચહેરામાં તે પોતાના પિતાને શોધતી હતી…..
એક સત્યઘટના…

લેખક – મયંક પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here