કોન્ડોમ ચેલેન્જ – સોશિયલ મીડિયામાં ચાલી રહ્યો છે ગંદો ખેલ.. શું છે આ? વાંચો અહેવાલ

0

સોશિયલ મીડિયા પર હાલના દિવસોમાં અનોખો અજીબ ચૈલેનેજ વાઈરલ થઇ રહ્યો છે. યુ-ટ્યુબ પર આ ચૈલેન્જ દેખાડવા વાળાની સંખ્યા લગાતાર વધી રહી છે. આ એક એવું ચૈલેંજ છે જેને હાલના દિવસોમાં યુવાઓમાં ક્રેજ ભરી રાખ્યું છે. આ ખુબ જ ખતરનાક અને હૈરાન કરી દેનારો ખેલ છે. આ છે ‘કંડોમ ચૈલેંજ’, જે હાલના સમયે સોશિયલ મીડિયા પર સૌથી તેજીમાં વાઈરલ થનારો કન્ટેન્ટ બની ગયો છે. આ ચૈલેંજને પૂરું કરવા માટે લોકોને આ કોન્ડોમ નાકમાં નાખીને મો માંથી બહાર કાઢવાનું હોય છે. અલગ-અલગ દેશોમાં આ યુવાઓ આ ચૈલેંજને કરીને જોઈ રહ્યા છે. પણ ડોક્ટરર્સએ જણાવ્યું છે કે આ ખતરનાક ખેલથી મૌત પણ આવી શકે છે.   મૌતનું કારણ બની શકે છે આ ચૈલેંજ:

સાંભળવામાં જેટલું અજીબ છે તેના કરતા વધુ ખતરનાક છે. ડોક્ટર્સ લોકોએ પણ આ ખેલને લઈને યુવાઓમાં ચેતાવણી પણ આપી છે. ડોક્ટર્સ પણ આ યુ-ટ્યુબ ટ્રેન્ડને લઈને ચિંતિત છે. ડોક્ટર્સના આધારે, પ્લાસ્ટિકને નાકમાં લેવું કોઈપણ રીતે સુરક્ષીત નથી. કોન્ડોમ ગળામાં અટવાઈ જાય તો તેનાથી મૌત પણ આવી શકે છે.

2013 માં થયું હતું પોપ્યુલર:

‘કોન્ડોમ ચૈલેંજ’ સૌથી પહેલા વર્ષ 2013 માં પોપ્યુલર થયું હતું. તે સમયે ટેલર સ્વીફ્ટ સોંગ પર એક યુવકે કોન્ડોમ નાકમાં નાખ્યું હતું. તેના બાદ તેજીમાં આ વિડીયો વાઈરલ થઇ ગયો હતો. તેના બાદથી લગાતાર આ ચૈલેંજનો ક્રેજ વધતો ગયો. આ વખતે તેની શરૂઆત અમેરિકાથી થઇ છે. બે દિવસ પહેલા એક યુવકે આ ચૈલેંજને યુ-ટ્યુબ પર પોસ્ટ કર્યો છે. આ વીડીયાને 30 લાખથી વધુ વાર જોવામાં આવ્યો છે.

ફેલાઈ શકે છે ઇન્ફેકશન:

રીપોર્ટ અનુસાર હાલના દિવસોમાં યુવાઓ વ્યુજ અને સબ્સક્રાઈબર્સ માટે કઈ પણ કરવા માટે તૈયાર રહેતા હોય છે. હેલ્થ એક્સપર્ટ યુવાઓને આ ચૈલેંજ એક્સેપ્ટ ન કરવા માટેની અપીલ કરી રહ્યા છે. ડોક્ટર્સનું કહેવું છે કે મોટાભાગે કોન્ડોમમાં લ્યુંબ્રીકેંટ હોય છે જે નાકમાં એલર્જી કે ઇન્ફેકશન ફેલાવી શકે છે.

2007 માં સૌથી પહેલા આવી હતી આ કોન્ડોમ ચૈલેંજ:

કોન્ડોમ ચૈલેંજનો ક્રેજ ભલે અમુક વર્ષો પહેલા જ શરુ થયો હોય. પણ તેની શરૂઆત 2007 માં થઇ હતી. જો કે તે સમયે યુ-ટ્યુબે તેને હટાવી નાખ્યું હતું. પણ આગળના 5 વર્ષોમાં અમેરિકા, કેનેડા, બેલ્જીયમ જેવા દેશોમાં આ તેજીમાં ફેલાયું છે, ભારતમાં પણ તેની થોડી ઘણી અસર જોવા મળી છે.

વાઈરલ થયું હતું ટાઇડ પોડ ચૈલેંજ:

વર્ષ 2018 ની શરૂઆતમાં ટાઇડ પોડ ચૈલેંજ શરુ થયું હતું. તેને પણ યુ-ટ્યુબની મદદથી વાઈરલ કરવામાં આવ્યું હતું. ભારતમાં પણ તેનો ક્રેઝ જોવા લાયક હતો. અમુક જ દિવસોમાં ટાઇડ પોડને ખાવા, પીવા લાગ્યા હતા. આ ચૈલેંજ પણ ખુબ જ ખતરનાક હતું.

બકેટ ચૈલેંજ પણ થયું હતું વાઈરલ:

અમુક સમય પહેલા બકેટ ચૈલેંજ પણ વાઈરલ થયું હતું. જો કે આ ચૈલેંજ સામાન્ય હતું. બોલીવુડથી લઈને હોલીવુડ અને ક્રિકેટર્સ પણ આ ચૈલેંજને અપનાવા લાગ્યા હતા. પણ કોન્ડોમ ચૈલેંજ જેવું પાગલપન રોકવા માટે ડોક્ટર્સ અપીલ કરી રહ્યા છે. અમેરિકી ડોક્ટર્સ વિડીયો શેઈર કરીને બીજા દેશો માટે પણ અપીલ કરી હતી.

લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.