ભવિષ્યમાં આવનારા યાતાયાતનાં આ આધુનિક સાધનોથી તમારી સફર મીનીટોમાં જ થઇ જાશે પૂરી…

0

આધુનિક યુગમાં યાતાયાતનાં સાધનોને વિકસિત કરવાની દિશામાં દરેક દિવસ નવા પ્રયોગ કરવામાં આવી રહ્યા છે.આજે અમે તમને યાતાયાતનાં અમુક એવા નવીનતમ સાધનો વિશે બતાવવા જઈ રહ્યા છે, જે કોઈ આશ્ચર્યથી ઓછા નથી.ભવિષ્યમાં જલ, થલ અને આસમાનનાં ચાલતા એવા ઘણા પ્રકારના પરીવહન સાધન તમારા માટે ઉપલબ્ધ થવાના છે, જે પલકારો મારતા જ એક સ્થાનથી બીજા સ્થાન પર પહોંચાડી દેશે.

1. હાઈપરલુપ ટ્રેઈન:ભારતમાં જલ્દી જ લોકો હાઈપરલુપ ટ્રેનોની મજા લઇ શકશે. ચુંબકીય શક્તિ પર આધારિત આ તકનીકને જલદી જ દેશમાં લોન્ચ કરવામાં આવશે. હાઇપરલુપ ટ્રેઈન ટ્યુબ ટ્રાન્સપોર્ટ ટેકનોલોજીથી ચાલે છે. કહેવામાં આવે છે કે મુંબઈનાં લોકો જલ્દી જ આ ટેકનીકથી ચાલનારી ટ્રેઇનનો લુપ્ત ઉઠાવી શકશે. અનુમાનના આધારે હાઇપરલુપ ટ્રેઈન 1000 કિલોમીટરની સફર લગભગ 13 મીનીટોમાં જ પૂરી કરી શકાશે.

2. ન્યુક્લીયર કાર:શું તમે જાણો છો કે ન્યુકલીયર પાવરથી કારને દોડાવી શકાય છે. ભલે દુનિયાભરમાં આજે ન્યુક્લીયર ઉર્જાને મોટો ખતરો માનવામાં આવતું હોય, પણ જલ્દી જ ન્યુક્લીયર ઉર્જાથી ચાલનારી ટ્રેઈન તમને રસ્તાઓ પર દોડતી નજરમાં આવશે. અમેરિકાની એક કંપની આ ટેકનીકથી ચાલનારી કારોનું નિર્માણ કરવાની તૈયારીમાં છે.

3. સુપરકૈવીટેશન:પાણીમાં ચાલનારી આ પનડુબ્બીથી 9,900 કિમીનાં અંતરને માત્ર 100 મીનીટમાં જ પૂરું કરી શકાશે. નવી સોવિયત ટેકનીક પર આધારિત આ પનડુંબ્બીનું નામ સુપરકૈવિટેશન છે. પાણી પર દોડતી આ પનડુબ્બી રફતાર અને ટેકનીકનો બેજોડ મેલ છે.

4. માર્ટીન જેટપૈક:માર્ટીન જેટપૈકને વર્ષોની કડી મહેનત પછી માર્ટીન નામના એક વ્યક્તિએ બનાવ્યું છે.જમીનથી ઉપર ઉડાન ભરતું આ જેટપૈક ખુબ જ પ્રભાવશાળી છે. તેને વર્ષ 2010 માં ટાઈમ મેગેજીનનાં ટોપ-50 બેસ્ટ આવિષ્કારોમાં શામિલ કરવામાં આવ્યું હતું. હવે તે બજારમાં વ્યવસાઈક રૂપથી ખરીદારી માટે પૂરી રીતે તૈયાર છે.

5. સ્કાઈ લોન:વર્ષ 2013 માં 90 મીલીયન ડોલરનાં ખર્ચ પર આ પ્લેનને રીક્રીએટ કરવાની ઘોષણા કરવામાં આવી હતી. આ પ્લેનની વિશેષતા એ છે કે સુપર ફાસ્ટ ટ્રેઈન ધ્વનિની ગતિથી પણ તે અનેક ગણી સ્પીડમાં ભાગે છે.

6. સ્કારબ મોટરસાઈકલ:દેખાવમાં ખુબ જ આકર્ષક આ મોટરસાઈકલ જીપીએસ, રડાર, સેંસર અને ઘણા અન્ય આધુનિક ઉપકરણોથી લૈસ છે. સ્પીડની બાબતમાં પણ આ સામાન્ય બાઈક્સથી પણ અનેક ગણી સ્પીડમાં ભાગતી નજરમાં આવશે.

7. સેલ્ફ ડ્રાઈવિંગ કાર:દુનિયાભરમાં આ કાર પર અલગ-અલગ કંપનીઓ પ્રયોગ કરી રહી છે. કારમાં ડ્રાઈવરની કોઈ જ જરૂર રહેતી નથી. આ સેલ્ફ ડ્રાઈવિંગ કાર 2019 સુધી બજારમાં ઉપલબ્ધ થશે.

8. સ્કાઈટ્રાન:સ્કાઈટ્રાનને નાસાએ તૈયાર કર્યું છે. મૈગ્નેટીક ફિલ્ડ દ્વારા ચાલનારૂ આ પ્લેન 250 કિમી પ્રતિ કલાકની રફતારથી ચાલશે. તેનાથી પ્રદુષણ પણ નહિ ફેલાય.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here