માત્ર 1,000 રૂપિયા લઈને જ ગયેલા આ પટેલ બંધુએ અમેરિકામાં 13,000 કરોડની કંપની સ્થાપી વગાડયો ગુજરાતનો ડંકો !!

0

મોટાભાગે ગુજરાતીઓ અત્યારે બિઝનેસ ક્ષેત્રમાં ભારતમાં અને ભારતની બહાર ડંકો વગાડી રહ્યા છે. અત્યારે જ્યાં જૂઓ ત્યાં ગુજરાતીઓની જ બોલબાલા છે. આજે વાત કરવી છે એવા જ બે ગુજ્જુ પટેલ ભાઈની જે અમેરિકા ગયા ત્યારે માત્ર 10000 રૂપિયા લઈને જ ગયા હતા અત્યારે એ કરોડો ડોલરની આસામીના અમેરિકામા માલિક છે. તેમની મહેનત અને આત્મવિશ્વાસ તેમની આ પ્રગતિ જોઈને ખ્યાલ આવે જ છે કે આ બંને ગુજ્જુ ભાઈએ કેટલી મહેનત કરી હશે. તો ચાલો આજે વાત કરીએ તેમની સફળતાની.

વર્ષો પહેલા ચીરાગ પતેમ અને તેમના ભાઈ ચિંટું પટેલ અમેરિકામાં જ સ્થાયી થયા હતા. તેઓ જ્યારે અમેરિકા ગયા ત્યારે તેમની પાસે માત્ર 10000 રૂપિયા સિવાય કશું જ ન હતું. આજે તેમની પાસે 130000 કરોડની કંપની છે ને બીજી નાની મોટી પ્રોપર્ટી તો ખરી જ . આ બંને ભાઇઓની એમ્નિલ ફાર્માસ્યૂટિકલ્સ નામની કંપની અમેરિકામાં પાંચમુ સ્થાન ધરાવે છે ને તે અમેરિકાની મોટામાં મોટી જેનેરિક દવાઓનું ઉત્પાદન કરતી કંપનીમાની એક છે
તમને એ પણ જણાવી દઈએ કે, તેમની કંપનીનું ટર્નઓવર મળીને બે બિલિયન ડોલર એટ્લે કે અંદાજે 12800 કરોડ રૂપિયા થાય છે, . અમેરીકામાં જે પણ ડોકટરો છે એ આ પટેલ બ્રધર્સની કંપનીમાંથી દવાઓ લેવાનું પસંદ કરે છે.
તેઓ ઇ.સ. 1887માં માત્ર ઘરેથી 1000 રૂપિયા લઈને જ અમેરિકા ગયા હતા ને તેઓ એ પણ જણાવે છે કે તેમના પિતાજી ભારતમાં ડ્રગ રેગ્યુલેટરીમાં એક સમય ઇન્સ્પેક્ટર હતાઅને તેઓ 45 કુટુંબના બહોળા પરિવારમાં ઉછરીને મોટા થયા છે.
પછી જ્યારે તેઓ અમેરિકા પહોંચ્યા ત્યારે ચિરાગભાઈ પટેલે આઈ.ટી ક્ષેત્રમાં હાથ અજમાવ્યો ને તેમના ભાઈ ચિંટું પટેલે પોતતના પિતાજીના માર્ગે ચાલ્યા ને પછી ત્યાં તેમણે ફાર્મા સેકટરમાં પોતાની કંપનીની સ્થાપના કરી.
જયારે તેઓ ફાર્માસિસ્ટ તરીકે હતા ત્યારે જેનેરિક સબ્સ્ટિટ્યુશનનો ભાવ અંદાજે 40 ટકા ની પાસે હતો. એ સમયે તેઓ લોકોને એકદમ વ્યાજબી ભાવે જ લોકોને દવાઓ આપતા હતા. ત્યારબાદ તેમના પિતાજીની સૂચના મૂજબ બંને ભાઈઓએ ભેગા મળીને તેમની કંપની એમરીલની સ્થાપના કરેલ.
હાલના સમયમાં તેમના દ્વારા સ્થાપિત થયેલ તેમની કંપની એમ્નિલ પાસે અત્યારે યુ.એસ એફ.ડી.એ દ્વારા મંજૂર કરવામાં આવેલ ટોટલ કુલ મળીને 140 થી પણ વધૂ જેનેરિક દવાઓ બનાવવામાં આવે છે. એમ્નિલએ આખા વિશ્વમાં સૌથી ઝડપી વિકાસ કરતી ફાર્મા કંપનીમાની એક છે. જેમાં હાલ એશિયા, યુરોપ ને અમેરિકામા એમ કુલ મળીને 5000 થી પણ વધારે કર્મચારીઑ કામ અર્થે સંકળાયેલા છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો. દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો. ➡➡

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here