...
   

KKRની જીતથી વધારે SRHની હારથી દુ:ખી અમિતાભ બચ્ચન, હૈદરાબાદ ટીમની માલિક કાવ્યા મારનના આંસુ જોઇ આ શું કહ્યું?

કાવ્યાને રડતી જોઇ અમિતાભ બચ્ચનને લાગ્યુ ખોટુ, કહ્યુ- માય ડિયર ! કઇ વાંધો નહિ, કાલે વધુ એક દિવસ છે…

કાવ્યા મારન સનરાઇઝર્સ હૈદરાબાદની માલિક છે. જો તેને ટીમની સૌથી મોટી ફેન કહેવામાં આવે તો એ ખોટું નહીં હોય. કાવ્યા એક ચાહકની જેમ ટીમને સપોર્ટ કરવા આવે છે. ટીમ જીતે ત્યારે તે આનંદથી કૂદી પડે છે, તો હાર પછી તેના ચહેરા પર નિરાશા સ્પષ્ટપણે જોવા મળે છે. આઈપીએલ 2024ની ફાઇનલમાં સનરાઈઝર્સ હૈદરાબાદની હાર થઈ ત્યારે કાવ્યા પોતાના આંસુ પર કાબૂ રાખી શકી નહીં.

તેણે કેમેરા તરફ પીઠ ફેરવીને તેના આંસુ લૂછ્યા. આ દરમિયાનનો કાવ્યાનો વીડિયો પણ સામે આવ્યો છે. જો કે, કાવ્યા મારનને રડતી જોઈ અમિતાભ બચ્ચન ખૂબ જ દુખી છે. અભિનેતાએ પોતાના બ્લોગ પર જીત માટે શાહરૂખ ખાનની ટીમને અભિનંદન પાઠવ્યા અને આ સાથે તેમણે લખ્યું કે તે હૈદરાબાદની હારથી નિરાશ છે. અમિતાભ બચ્ચને લખ્યું, ‘આઈપીએલની ફાઈનલ પૂરી થઈ ગઈ છે અને કેકેઆરે સૌથી શાનદાર જીત હાંસલ કરી છે. SRHને પૂરી રીતે પછાડ્યુ.

ઘણી રીતે હું નિરાશ છું કારણ કે SRH એક સારી ટીમ છે અને અન્ય મેચો રમતી વખતે તેણે શાનદાર પ્રદર્શન જોયું છે.’ હાર બાદ તે ભાવુક થઈ ગઈ અને આંસુ વહેવા લાગ્યા. તેણે પોતાની લાગણીઓ ન દર્શાવવા માટે કેમેરાથી પોતાનો ચહેરો ફેરવી નાખ્યો. મને તેમના માટે ખરાબ લાગ્યું! કોઈ વાંધો નહીં, આવતીકાલે નવો દિવસ છે, માય ડિયર!’

Shah Jina