અલગ-અલગ દેશોમાં છે ખાવાની રીત સાથે જોડાયેલા આ અજીબ-અજીબ 10 રીવાજ…જાણવા જેવી માહિતી વાંચો આર્ટિકલ

0

આપણે જેટલી જગ્યાએ ટ્રાવેલ કરતા હોઈએ છીએ, એટલી પ્રકારનું જમવાનું અને રીત-રીવાજ જોવા મળતા હોય છે. ભારતમાં એક પ્રદેશથી બીજા પ્રદેશમાં જવા પર ખાવાનો તરીકો બદલાઈ જાતો હોય છે. જેમ કે સાઉથ ઇન્ડીયામાં ઘણી જગ્યાઓ પર જમીન પર બેસીને ખોરાક લેવામાં આવે છે, કેળનાં પાન પર પીરસવામાં આવે છે તો ઘણી જગ્યાઓ પર ટેબલ ખુરશી પર બેસીને જમવામાં આવે છે.ઘણી જગ્યાએ જમતી વખતે વાત ન કરવાનો રીવાજ હોય છે તો ઘણી જગ્યાએ જમવાના સમયે ઉલટા હાથનો ઉપીયોગ કરવો ખરાબ માનવામાં આવે છે. આજે અમે એવા જ દુનિયાના અલગ-અલગ દેશોમાં ખોરાક સાથે જોડાયેલા અમુક રીવાજો વિશે જણાવીશું.

1. નુડલ્સ ખાવાના સમયે અવાજ નીકાળવો:જો ભારતમાં કોઈ નુડલ્સ ખાવાના સમયે સ્લર્પનો અવાજ નીકાળે છે તો તેને જોઇને કોઈક તો કહે જ કે ‘જુઓ ઢંગ થી ખાતા પણ નથી આવડતું’. પણ જાપાનમાં તેવું નથી. આવા પ્રકારનો અવાજ નીકાળવાનો મતલબ છે કે તમને આ ડીશ પસંદ આવી રહી છે.

2. સીધા હાથે ખાવું:જો કે ભારતમાં ઘણી જગ્યાઓ પર ઉલ્ટા હાથેથી ખાવું ખરાબ માનવામાં આવે છે પણ મિડલ ઇસ્ટ દેશોમાં જો તમે કોઈના ઘરે ઉલ્ટા હાથેથી ખાશો તો તેઓ તેને પોતાની બેઈજ્જતી સમજે છે.

3. વડીલો બાદ:સાઉથ કોરિયામાં મોટાભાગે વડીલોના જમ્યા બાદ અન્ય લોકો જમતા હોય છે. વડીલો બાદ જમવું એ દર્શાવે છે કે તમે તેની ઈજ્જત કરી રહ્યા છો.

4. પૂરું જમવું:ભારતમાં પીરસવામાં આવેલું પૂરું ભોજન ખાઈ લો છો તેને સમજવામાં આવે છે કે તમને જમવાનું ખુબ જ પસંદ આવ્યું છે. જ્યારે ચીનમાં આવું કરવા પર તેઓ સમજે છે કે તમને ઘણા સમયથી જમવાનું મળ્યું નથી.

5. માછલી પલટાવી:ચીનમાં પ્લેટમાં પીરસવામાં આવેલી માછલીને પલટાવી ખરાબ માનવામાં આવે છે. ત્યાં એવું માનવામાં આવે છે કે આવું કરવાથી તમારી નાંવ પણ પલટાઈ જાશે.

6. ચોપસ્ટીકથી ખોરાક પાસ કરવો:જો તમે જાપાનમાં છો તો તમારે ભૂલથી પણ કોઈને ચોપસ્ટીકથી ખોરાક પાસ ન કરવો જોઈએ. કેમ કે જાપાનમાં અંતિમ સંસ્કારનાં દૌરાન હાડકાઓને એક ચોપસ્ટીકથી બીજા ચોપસ્ટીકમાં પાસ કરવામાં આવે છે.

7. જમ્યા બાદ કોફી ઓર્ડર કરવી:ઈટલીમાં ક્યારેય પણ જમ્યા બાદ કોફી કે દૂધની બનેલી કોઈ પણ ચીજ ઓર્ડર ન કરવી જોઈએ કેમ કે આવું કરવાથી પાચન ખરાબ બની જાય છે, જેને લીધે ત્યાં એસ્પ્રેસો ઓર્ડર કરવામાં આવે છે.

8 ઓડકાર મારવો:ચીનમાં ભોજન બાદ ઓડકાર મારવો ખુબ જ સારું માનવામાં આવે છે. ત્યાં એવું કરવાથી માનવામાં આવે છે કે તમને જમવાનું ખુબ જ પસંદ આવ્યું છે.

9. ચમચી માગવી:મહિલાઓની નાઇજીરીયાના કાગોરો જનજાતિનાં લોકો થી ભૂલથી પણ ચમચી માગવી ન જોઈએ. મહિલાઓનું આવું કરવાનો મતલબ વિદ્રોહની ઘોષણા કરવાનું માનવામાં આવે છે.

10. અમેરિકામાં સમજાઈ છે:અમેરિકામાં ભોજન દરમિયાન ઘણા પ્રકારના કાંટા અને ચમચીઓનો ઉપીયોગ કરવામાં આવે છે. જેનો તેને યોગ્ય રીતે ઉપીયોગ કરતા નથી આવડતું તેઓને ત્યાં ગંવાર અને બેવકૂફ સમજવામાં આવે છે.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here