600 થી વધારે નાના-મોટા રજવાડાઓનું એકીકરણ કરીને અખંડ ભારત બનવાનું કામ આ માત્ર સરદાર જ કરી શકે, વાંચો આ યુગપુરુષ વિશે લેખ

0

આજે આપણે બધા જાણીએ છીએ કે જો સરદાર પટેલને આપણા દેશના વડાપ્રધાન બનાવવામાં આવ્યા હોત તો આજે આપણો દેશ એક અલગ ઉંચાઈ પર હોત. જયારે આપણા દેશને દુશ્મનોએ ઘેરી લીધા હતા ત્યારે ફક્ત એક સરદાર જ હતા જે આપણા પાડોશી દેશો સામે કડક વલણ અપનાવી શક્યા હતા. અનેક મુશ્કેલી અને મુસીબતનો સામનો કર્યા પછી મળેલ આઝાદી પછી ૬૦૦થી પણ વધુ અનેક રજવાડાઓને એકસાથે ભેગા કરીને તેમણે અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું. આ કામ એ લગભગ જ કોઈ કરી શકે. એક સરદાર પટેલ જ હતા જેમણે આવું અનોખું અને અસંભવ કામ કરી બતાવ્યું હતું. આટલું બધું આપણા દેશ માટે કરવા છતાં પણ રાજનીતિમાં કોઈ તેમની ગણના કરતુ હતું નહિ આ વાત એ આપણને વિચલિત કરી દે છે.

બ્રિટીશ લોકોની ભાગલા પાડો અને રાજ કરો નીતિ અંતર્ગત એ આપણા દેશમાં એ સમયે ૬૦૦ રજવાડાઓ હતા તેમની વચ્ચે ભાગલા પડાવીને આપણા દેશમાં અશાંતિ લાવવા માંગતા હતા. તે આ ૬૦૦ રજવાડાઓને અલગ અલગ સ્વતંત્ર રહેવા માટે પણ સમજાવતા હતા પણ તેમની આ નીતિની સામે આપણા સરદાર પટેલ એ લડ્યા હતા અને બ્રિટીશ લોકોના રાજમાંથી આપણા દેશને આઝાદ કરવા માટે લડ્યા હતા. ૬૦૦ રજવાડાઓને સાથે લઈને તેઓએ અખંડ ભારતની રચના કરી હતી. આમ બધાને એકસાથે ભેગા કરીને આટલી સરસ રીતે બધું કામ પાર પાડ્યું હતું તે છતાં પણ તેમને રાજનીતિમાં સ્થાન મળ્યું હતું નહિ. ચાણક્યના સૂત્ર સામ, દામ, દંડ ભેદ એ નીતિને તેઓ બરાબર સમજતા હતા અને અપનાવતા પણ હતા.

૧૯૪૭માં મેં મહિનામાં સરદાર એ અલગ અલગ રજવાડાના રાજાઓને મળીને પ્રેમથી તેમના રાજ્યને અખંડ ભારતની રચના કરવામાં સમર્પિત કરવાનું જણાવ્યું અને સરદાર પટેલની સમજાવટથી લગભગ ૫૬૫ જેટલા લોકો પોતાનું રાજ એ અખંડ ભારતની રચના કરવા માટે આપી દીધું હતું. આમ સરદાર પટેલની વાતને ધ્યાનમાં રાખીને ૧૫ ઓગસ્ટ ૧૯૪૭થી પહેલા પહેલા તો ૫૬૫ રાજવી લોકોએ પોતાનું રજવાડું એ દેશને સમર્પિત કરી દીધું હતું.

અખંડ ભારતમાં સૌથી પહેલા પોતાનું રજવાડું આપી દેનાર એ ભાવનગરના રાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલ હતા. સરદાર પટેલ અને કૃષ્ણકુમારસિંહજીની મિત્રતા એ મિત્રતાના નામ પર ચાર ચાંદ સમાન હતી.

ત્યાર પછી અખંડ ભારતની રચના કરવા માટે જોધપુર અને ત્રાવણકોરના રાજા પણ આગળ આવ્યા હતા. ત્રાવણકોર રાજ્યના રાજા રામવર્માએ કહ્યું હતું કે અહિયાં ભગવાન વિષ્ણુરૂપ પદ્મનાભ સ્વામીનું શાસન ચાલે છે હું તો ફક્ત તેમનો દાસ છું માટે આ રાજ્ય ભલે તેમને સોંપી દીધું પણ અહિયાં હમેશા ભગવાન વિષ્ણુનું જ રાજ ચાલશે સરદાર પટેલે તેમની આ વાત માન્ય રાખી હતી.

સરદાર પટેલ એ બાકી રહેલા ત્રણ રાજ્ય જુનાગઢ, હૈદરાબાદ અને કાશ્મીર ને પણ અખંડ ભારતમાં સમાવવા માંગતા હતા તેઓ નહોતા ઈચ્છતા કે આ રાજ્ય એ પાકિસ્તાન સાથે ભળી જાય. જુનાગઢના રાજવી બાબીવંશી રાજા મહોબ્બતખાન ત્રીજો એ પોતાના વજીરના દોરવાયા દ્વારા પાકીસ્તાન સાથે ભળી જવા માંગતા હતા. પણ જૂનાગઢમાં રહેલ ૮૦ ટકા વસ્તી એ હિંદુ હતી અને તે લોકો પાકિસ્તાન સાથે ભળવા માંગતા નહોતા.

જૂનાગઢને પાકિસ્તાન સાથે ભળવામાંથી બચાવવા માટે “આરઝી હકુમત”ની રચના કરવામાં આવી અને આ હુકુમતના વડા એ શામળદાસ ગાંધી હતા. ત્યારબાદ સરદાર પટેલે જૂનાગઢમાં ભારતીય આર્મીને મોકી અને આખા જુનાગઢના કિલ્લાને ચારેબાજુથી ઘેરી લીધો હતો અને આનાથી બચવા માટે જૂનાગઢનો રાજવી એ હેલિકોપ્ટરની મદદથી પાકિસ્તાન ભાગી ગયો હતો. પછી જૂનાગઢની પ્રજાની સમંતિથી જુનાગઢને અખંડ ભારતમાં ભેગું કરવામાં આવ્યું હતું.

અનેક આક્રમણનો ભોગ બનેલ સોમનાથને જોવા માટે સરદાર એ સોમનાથ આવ્યા ત્યારે સોમનાથના મંદિરને જોઇને તેની સ્થિતિ જોઇને તેઓનું હૃદય દ્રવી ઉઠ્યું હતું. ત્યારે જ તેમણે સોમનાથને ફરીથી ઉભું કરવાનો નિર્ણય લીધો. ત્યારબાદ સોમનાથ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી. અને તેનો કાર્યભાર એ પ્રભાશંકર જેવા કુશળ કુશળ હાથમાં સોંપવામાં આવી હતી. પછી શરુ થયું સોમનાથ મંદિરનું નિર્માણ કરવાનું કાર્ય.

હૈદરાબાદનો રાજવી પણ પાકિસ્તાન સાથે જોડાવવા માંગતો હતો અથવા તો એ સ્વતંત્ર એટલે કે આઝાદ રહેવા માંગતો હતો પણ એ રાજમાં પણ ૮૫ ટકા જેટલા લોકો હિંદુ હતા અને તેઓ પણ અખંડ ભારત સાથે જોડાવવા માંગતા હતા. પણ ત્યાનો રાજા નિઝામ એ હિંદુ નહોતો તેના પૂર્વજો એ ઓરંગઝેબની સેનામાં હતા. પણ સરદાર એ હૈદરાબાદને પણ અખંડ ભારતમાં જોડવા માંગતા હતા એટલે તેઓએ ત્યાં પણ ભરતીય આર્મીને મોકલીને ઓપરેશન પોલો ચલાવ્યું હતું આ ઓપરેશનના નહેરુ વિરુદ્ધમાં હતા તે છતાં પણ સરદારે આ કામ કર્યું હતું. પણ ત્યારે ભારતીય આર્મીના વડા એ અંગ્રેજ હતા અને તેઓએ નહેરુજીને ધમકી આપી હતી કે જો તમે લોકો હૈદરાબાદમાં આર્મી મોકલશો તો અમે રાજીનામું આપી દેશું.

રાજીનામાંથી ધમકી સાંભળીને સરદારે તેમને રોકડું સંભળાવી દીધું હતું કે “તમારે રાજીનામું આપવું હોય તો ખુશીથી આપી શકો.બાકી હૈદરાબાદ પર ઓરેશન ચાલશે જ !!” આવું હતું તેમનું વ્યક્તિવ. ઓપરેશન પોલો હેઠળ તેમણે અનેક અંગ્રેજો કે જે આ કામમાં નડતા હતા તેમને હટાવી દીધા હતા. આટલું જોઇને હૈદરાબાદના નિઝામે એ અખંડ ભારતમાં જોડાઈ જવાની સંમતિ દર્શાવી હતી.

કાશ્મીરના રાજા એ મૂંઝવણમાં હતા કે શું કરવું જોઈએ સ્વતંત્ર રહેવું કે પછી અખંડ ભારતમાં જોડાવું. રાજા માઉન્ટબેટએ નહેરુજીને જણાવ્યું હતું કે જ્યાં સુધી અમે ભારતમાં જોડીએ નહિ ત્યાં સુધી અહિયાં આર્મી મોકલવી નહિ. કાશ્મીરમાં મોટા ભાગની વસ્તી એ મુસ્લિમ લોકોની હતી અને મહારાજ રાજપૂત હતા. સપ્ટેમ્બર,૧૯૪૭માં ખાઉધરા પાકિસ્તાને કાશ્મીર પર આક્રમણ કરી દીધું. આ દરમિયાન ગાંધીજી એ ૪૪ કરોડનો મુદ્દો લઈને બેઠા હતા અને આખરે આર્મીના ના મોકલવાથી આપણે અડધું કશ્મીર ખોઈ દેવું પડ્યું હતું. પછી છેવટે હરિસિંહ એ ભારત સાથે જોડાયા અને ચર્ચા વિચારણા કરીને આર્મી મોકલવામાં આવી અને આખરે શ્રીનગર અને બારામુલા સહિતનું અડધું કશ્મીર આપણે દુશ્મનો પાસેથી પરત લાવી શક્યા.

ગાંધીજીના આગ્રહને ધ્યાનમાં રાખીને તેઓ પ્રધાનમંત્રી બન્યા અને ગાંધીજીની હત્યા થઇ ત્યારે તેઓને ગાંધીજીની રક્ષા ના કરી શકવા માટે તેમને અનેક વાતો સાંભળવવામાં આવી હતી. પણ ગાંધીજી પોતે જ કહેતા હતા કે તેમને કોઈપણ જાતની રક્ષાની જરૂરત નથી. ભારત અને પાકિસ્તાનના ભાગલા સમયે જે પણ મુસ્લિમ મિત્રોને પાકિસ્તાન જવું પડ્યું હતું તેમની દરેક લોકોને ચિંતા હતી પણ પાકિસ્તાનમાં રહી ગયેલા હિંદુઓની ચિંતા ફક્ત સરદાર પટેલને જ હતી. આ વાતના કારણે ઘણા લોકોને સરદાર એ સાંપ્રદાયિક લાગ્યા હતા પણ ભેદભાવ તો એ પોતે જ કરી રહ્યા હતા પાકિસ્તાનમાં રહેલા હિંદુઓની ચિંતા ના કરીને.

ગાંધીજીના મૃત્યુના કારણે સરદાર એ બહુ દુખી થઇ ગયા હતા અને તેમને હૃદયનો હુમલો પણ આવેલો અને માંડ માંડ બચી ગયા હતા. ખરેખર જયારે પોતાના લોકો જ પોતાને ત્રાસ આપે ત્યારે કેવી લાગણી થાય એ સરદાર પટેલ એ સારી રીતે સમજી શકે છે. તેમના જેટલું તો બીજા કોઈએ સહન કર્યું નથી.

દુખ તો ત્યારે વધારે થયું જયારે આટ આટલું કરવા છતાં પહેલા ભારતરત્ન એ રાજીવ ગાંધીને આપવામાં આવ્યો અને પછી સરદાર પટેલને આપવામાં આવ્યો. આ વાત પરથી જ જોવા મળે છે કે કોંગ્રેસ એ અખંડ ભારતના ઘડવૈયા સરદાર પટેલને રાજીવ ગાંધી કરતા ઉતરતી કક્ષાના ગણે છે. આટલું બધું દુખ અને ત્રાસ સહન કરવા છતાં પણ આજે સરદાર એ આપણા હૃદયમાં જીવે છે અને હંમેશા તેઓ અમર રહેશે.

જય સરદાર, તમને પણ સરદાર પટેલની કોઈ વાત પસંદ આવતી હોય તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો સાથે લખો જય સરદાર.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here