બૉલીવુડ ના આ 8 સિતારાઓ કરશે પોતાના આ અંગોનું દાન, મર્યા પછી પણ રહેશે અમર…..વાંચો આર્ટિકલ

દરેક દાનો મા અંગદાન સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. અંગદાન કરવા પર તમે તે લોકોની મદદ કરો છો જેઓ એ કોઈ કારણને લીધે પોતાના અંગ ને ગુમાવી દીધા હોય. સામાન્ય વ્યક્તિ હોય કે પછી કોઈ સેલિબ્રિટી દરેક કોઈ પોતાના સ્વાસ્થ્ય અને શરીર ને લઈને સજાગ રહેતા હોય છે. ભલે સેલિબ્રિટીઝ સ્ક્રીન પર બોલ્ડ અને નીડર નજરમાં આવતા હોય પણ સામાન્ય લોકોની જેમ તેઓને પણ પોતાની આગળની લાઇફ ને લઈને ડર બની રહે છે. આજે અમે તમને બૉલીવુડ ના તે સિતારાઓ વિશે જણાવીશું કે જેઓ દુનિયાને છોડ્યા પછી પછી પણ જરૂરિયાત મંદ લોકોની મદદ કરવા માગે છે. 1. ઐશ્વર્યા રાઈ બચ્ચન:
દુનિયાની સૌથી સુંદર મહિલા ઐશ્વર્યા રાઈ બચ્ચને પોતાના મૃત્યુ પછી પોતાની આંખો દાન કરવાનો નિર્ણય કર્યો છે.

2. પ્રિયંકા ચોપરા:દેસી ગર્લ પ્રિયંકા ચોપરા એ નિર્ણય કર્યો છે કે તે મર્યા પછી પોતાના દરેક અંગો દાનમાં આપી દેશે.

3. આમિર ખાન:મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાને નિર્ણય કર્યો છે કે તે આ દુનિયાને છોડ્યા પછી પોતાના મહત્વપૂર્ણ અંગો જેવા કે કિડની, આંખો, હૃદય, લીવર વગેરે દાનમાં આપી દેશે.

4. રાની મુખર્જી:રાની મુખર્જી એ મર્યા પછી પોતાની આંખો દાનમાં આપવા માટેનો નિર્ણય કર્યો છે.

5. આર માધવન:બૉલીવુડ અને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના ફેમસ હીરો આર માધવને આ દુનિયાને છોડ્યા પછી પોતાના દરેક અંગો ને દાનમાં આપવાનો નિર્ણય કર્યો છે.

6. સલમાન ખાન:સલમાન ખાને પણ પોતાના અંગ દાન કરવા માટેનો નિર્ણય કર્યો છે. તે મર્યા પછી પોતાના બોન મૈરો દાન કરશે જે શરીર માં બ્લડ બનાવાનું કામ કરે છે.

7. જયા બચ્ચન:પોતાની વહુ ઐશ્વર્યા ની જેમ સાસુ જયા બચ્ચન પણ પોતાની આંખો ને દાન કરશે.

8. અમિતાબ બચ્ચન:સદી ના મહાનાયક અમિતાબ બચ્ચન પણ દુનિયા ને અલવિદા કહ્યા પછી પોતાની આંખો દાન કરશે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!