...
   

BREAKING: રાજકોટ અગ્નિકાંડ પછી વધુ એક ભયાનક આગ: 7 નવજાત શિશુના મોત, જાણો સમગ્ર વિગત

દોસ્તો ગઈકાલે શનિવારનો દિવસ આખા દેશ માટે ગોઝારો રહ્યો હતો. રાજકોટના ગેમઝોનમાં લાગેલી ફાયર ઘટનાને લઇ સૌ કોઈ શોક અને દુઃખમાં છે ત્યાં દિલ્હીના વિવેક વિહાર વિસ્તારમાં આવેલા બેબી કેર સેન્ટરમાં શનિવારે મોડી રાત્રે આગ લાગી હોવાની ઘટના બની હતી. આ ઘટના બાદ ઓછામાં ઓછા 11 નવજાત બાળકોને ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

આ નવજાત બાળકોમાંથી 7 હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત પામ્યા હતા જ્યારે 5 શિશુઓ હોસ્પિટલમાં દાખલ છે. દિલ્હી ફાયર સર્વિસે જણાવ્યું કે તેને ITI, બ્લોક બી, વિવેક વિહાર વિસ્તાર પાસેના બેબી કેર સેન્ટરમાં રાત્રે અંદાજે 11.32 કલાકે આગ લાગી હોવાની માહિતી મળી હતી.

ફાયરની 9 ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવેલી પછી દિલ્હી ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, બેબી કેર સેન્ટર 120 યાર્ડની બિલ્ડિંગમાં બનાવવામાં આવ્યું હતું. પહેલા માળેથી 12 બાળકોને બચાવી લેવામાં આવ્યા હતા, જેમાંથી 7 બાળકોના હોસ્પિટલમાં મોત થયા હતા અને 5 હજુ પણ દાખલ છે. આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી.

બેબી કેર સેન્ટરની બાજુમાં એક બિલ્ડિંગ હતું, તે પણ આગની લપેટમાં આવી ગયું હતું પરંતુ સદનસીબે ત્યાં કોઈ જાનહાનિ થઈ ન હતી. બેબી કેર સેન્ટરની અંદર મોટી સંખ્યામાં ઓક્સિજન સિલિન્ડર પડેલા છે.

YC