ઝરીન ખાને સલમાન ખાનને ઘેર્યો? કહ્યું – મારુ વજન વધવા પાછળ…

ઝરીન ખાન સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. તેની તસવીરો શેર કરીને ચાહકો વચ્ચે જોડાયેલી રહે છે. હાલમાં જ તેને જણાવ્યું હતું કે જયારે તે ઇન્ડસ્ટ્રીમાં આવી ત્યારે તેને કેવા પ્રકારની મુશ્કેલી ઓનો સામનો કરવો પડ્યો હતો.

વર્ષ 2010માં પહેલી ફિલ્મ, સલમાન ખાન સ્ટાટર ‘વીર’ના રિલીઝ પછી બોડી શેમિંગનો સામનો કરવા વાળી અભિનેત્રી ઝરીના ખાનનો દાવો છે કે વાસ્તવમાં તેને અનુભવી લોકો દ્વારા ભૂમિકા માટે વજન વધારવાનું કહેવામાં આવ્યું હતું.

આ વિશે વાત કરતા જણાવ્યુ કે, અભિનેત્રીને તેના લુક આધારે જજ કરવામાં આવે છે, ઝરીને આઈએનએસને કહ્યું, ‘આ નિશ્ચિત રૂપથી હોય છે. હું અહીંયા બધું કહી નહિ શકુ પરંતુ ઇન્ડસ્ટ્રીનો એક મોટો વર્ગ આવું કરે છે. શરૂઆતમાં આ વાસ્તવમાં મુશ્કેલ હતું કારણકે મારુ વજન એક રાષ્ટ્રીય મુદ્દો બની ગયો હતો.’

જયારે ઝરીને ‘વીર’માં સલમાન સાથે બોલિવૂડમાં તેની શરૂઆત કરી તો લોકોએ જોયું કે તે કેટરિના કૈફ જેવી દેખાઈ રહી છે. જેના પછી બધાનું ધ્યાન તેના શરીરના પ્રકાર પર જવા લાગ્યું હતું. ઝરીને કહ્યું કે,’બધા લોકો ખાલી મારા વજન વિશે વાત કરી રહ્યા હતા

અને મને સમજાતું હતું નહિ કે મારા વજનનો મુદ્દો કેમ બનેલો હતો, કેમકે મને વજન વધારવા માટે કહેવામાં આવ્યું હતું. જયારે હું ઇન્ડસ્ટ્રીમાં આવી ત્યારે એક ખોવાયેલા બાળક જેવી હતી. હું 20 કે 21 વર્ષની હતી.

અને મને કઈ જ ખબર હતી નહિ. મારે બોલિવૂડ ઇન્ડસ્ટ્રી સાથે કોઈ જ લેવા દેવા હતા નહિ. અને હું દેશના સૌથી મોટા સુપરસ્ટારની સાથે ફિલ્મ સેટ પર કામ કરી રહી હતી.

તેમને કહ્યું, ‘થોડાક સમય માટે આ બધું ખરાબ થઇ ગયું હતું. મારી જોડે કામ પણ હતું નહિ. પરંતુ આ ઇન્ડસ્ટ્રીએ મને શીખવ્યુ છે કે કશું જ કાયમી નથી. બધી ફિલ્મોની સાથે ધારણાઓ બદલાતી હોય છે

અને કોઈ પણ વસ્તુને દિલ પર લેવી જોઈએ નહિ.’ ઝરીન છેલ્લે ‘હમ ભી અકેલે તુમ ભી અકેલે’માં જોવા મળી હતી જે ઝી-5 પર રિલીઝ થઇ હતી. બોલિવુડમાં પોતાની જગ્યા બનાવી ખુબ જ મુશ્કીલ હોય છે. ફિલ્મોમાં લીડ રોલ સુધી પહોંચવા ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

બોલિવુડમાં ઘણા એક્ટર્સ એવા છે જેમના જીવનની સંઘર્ષની કહાનીઓ પ્રેરણાદાયી છે કારણ કે તેઓએ મુશ્કેલી વેઠીને બોલિવુડમાં પોતાની જગ્યા બનાવી હોય છે. આ યાદીમાં બોલિવુડ અભિનેત્રી ઝરીન ખાનનું નામ પણ સામેલ છે. જેણે આર્થિક સંકંટોનો સામનો કરવાની સાથે ફિલ્મોમાં પણ પોતાની જગ્યા બનાવી છે.

સલમાન ખાનની સાથે ફિલ્મ વીરથી પોતાનું કરિયર શરુ કરનારી એક્ટ્રેસ ઝરીન ખાન આજે એક જાણીતુ નામ છે. પરંતુ તેણે પોતાના જીવનમાં એવો પણ સમય જોયો હતો કે જેમાં આર્થિક તંગીના કારણે તેણે ભણતર છોડી દીધું હતું.

ફિલ્મી દુનિયા આવતા પહેલા ઝરીન કોલ સેન્ટરમાં કામ કરતી હતી. કોલ સેન્ટરની નોકરીની સાથે તે મોડલિંગ પણ કરતી હતી. ઝરીન ખાન કોલસેન્ટરમાંથી જે સેલેરી આવે તેમાંથી જ તે ઘર ખર્ચ કરતી હતી. ઝરીન પોતાની સફળતાનો શ્રેય સલમાન ખાનને જ આપે છે. ઝરીનનું કહેવું છે કે,`હું વીરમાં સલમાન ખાનની હિરોઇન હતી તેથી જ લોકો મને ઓળખે છે.’

ઝરીને એક વખત કહ્યું હતું કે,`સલમાનની સાથે ફિલ્મ વીરમાં હું કામ કરતી વખતે હંમેશા સલમાનને જોયા કરતી હતી. મને વિશ્વાસ ન હતો થતો કે હું તેની સાથે કામ કરી રહી છું.’

Patel Meet