યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્મા તેના ડાન્સને લઇને હંમેશા સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. ચાહકોને તેના ડાન્સ ખૂબ જ પસંદ આવે છે. ધનશ્રી તેના ડાન્સ વીડિયો ખૂબ જ શેર કરતી રહે છે. ધનશ્રીએ હાલમાં જ ડાન્સનો એક વીડિયો શેર કર્યો છે. જે ખૂબ વાયરલ થઇ રહ્યો છે.
ભારત અને ઇંગ્લેન્ડની ત્રીજી ટેસ્ટ સિરીઝની સૌ કોઇ રાહ જોઇ રહ્યુ છે. 24 ફેબ્રુઆરીએ અમદાવાદના નવનિર્મિત મોટેરા સ્ટેડિયમમાં ડે-નાઇટ ટેસ્ટ રમાશે. આ મેદાન પર ટી-20સિરીઝ પણ રમાશે.
ધનાશ્રી વર્માએ જે વીડિયો શેર કર્યો છે તે તેણે તેના સોશિયલ મી઼ડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેમાં તે ક્રિકેટના રંગમાં રંગાયેલી દેખાઇ રહી છે. વીડિયોમાં તે જબરદસ્ત ડાન્સ કરતી દેખાઇ રહી છે. આ સાથે વચ્ચે વચ્ચે બોલિંગ અને બેટિંગનુ એક્સપ્રેશન પણ આપી રહી છે.
આ વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે અને ચાહકો પણ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. વીડિયોમાં તે કહે છે અમદાવાદ તૈયાર રહો..ધનશ્રીના આ વીડિયોને લગભગ 2 કલાકની અંદર જ 1.5 લાખથી પણ વ્યુઝ મળ્યા હતા.
યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્મા યુટ્યૂબરની સાથે સાથે કોરિયોગ્રાફર પણ છે. તેના ઈન્સ્ટાગ્રામ પર 1 મિલિયનથી વધારે ફોલોઅર્સ છે. ધનશ્રી સોશિયલ મીડિયા પર પોતાના ડાન્સ વીડિયો શેર કરતી રહે છે.
નોંધનીય છે કે ગયા વર્ષે 22 ડિસેમ્બરે ધનાશ્રી વર્માએ ક્રિકેટર યુજવેન્દ્ર ચહલ સાથે લગ્ન કર્યો હતા. બન્ને અવારનવાર તસવીરો અને વીડિયો શેર કરતા રહે છે.
View this post on Instagram