હે ભગવાન…ચહલની પત્ની પર તૂટી પડ્યો દુઃખનો પહાડ, કાકીનું થયું નિધન અને ઘરમાં આટલા બધા લોકો એકસાથે…જાણો વિગત

ચહલની પત્ની પર તૂટી પડ્યો દુઃખનો પહાડ, કાકીનું થયું નિધન અને…

ભારતીય લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલના માતા-પિતા કોરોનાથી સંક્રમિત થયા છે. ચહલની પત્ની અને કોરિયાગ્રાફર ધનશ્રી વર્માએ ગુરુવારે આ જાણકારી આપી છે. ધનશ્રીએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પોસ્ટ શેર કરતા કહ્યુ કે, યુઝવેન્દ્રના પિતા એ઼ડવોકેટ કેકે ચહલને ગંભીર લક્ષણોને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

જયારે તેમની માતાને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવી છે અને તેમની સારવાર ચાલુ છે. હોસ્પિટલમાં ખરાબ સ્થિતિ જોયા બાદ હું બધાને આગ્રહ કરુ છુ કે સુરક્ષિત રહો. છેલ્લા બે મહિના મારા અને મારા પરિવારમાં ઘણો મુશ્કેલ સમય રહ્યો છે.

યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે, તે ડાંસ વીડિયો પણ ખૂબ જ શેર કરતી હોય છે.

ધનશ્રીએ છેલ્લે ઇન્સ્ટાગ્રામમાં મધર્સ ડેની પોસ્ટ શેર કરી હતી તેણે માતાનો ડાન્સ કરતો વીડિયો અપલોડ કર્યો હતો અને પોતાની માતાનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. આ વીડિયોને 4 લાખ લોકોએ લાઇક કર્યો હતો.

Shah Jina