IPL પૂર્ણ થયા પછી ચહલનો આવ્યો નવો લુક સામે, આ ફેમસ હરસ્ટાઇલિસ્ટ પાસે કરાવી એવી હેરસ્ટાઇલ કે તસવીરો ગણતરીના સમયમાં જ થઇ વાયરલ

ભારતીય ટીમના 31 વર્ષના અનુભવી લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલનો સિક્કો આ દિવસોમાં મેદાનમાં જોરદાર ચાલી રહ્યો છે. IPLની તાજેતરમાં પૂરી થયેલી 15મી સિઝનમાં તેની આક્રમકઃ બોલિંગ જોવા મળી. આ સીઝનમાં તેની બોલિંગ સામે ભલભલા બેટ્સમેનોને પણ રન બનાવવામાં ફાંફા પડી ગયા હતા.

ચહલ IPL 2022માં તેની ટીમ રાજસ્થાન રોયલ્સ માટે સમગ્ર સિઝનમાં કુલ 68 ઓવર ફેંકી હતી. આ દરમિયાન તેણે 527 રન ખર્ચીને કુલ 27 વિકેટ ઝડપી હતી. આટલું જ નહીં, તે IPLની 15મી સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર પ્રથમ ખેલાડી પણ બન્યો છે. છેલ્લી સિઝનમાં સૌથી વધુ સફળતા હાંસલ કરવા બદલ તેને ‘પર્પલ કેપ’ પણ આપવામાં આવી હતી.

IPL 2022ના અંત બાદ આફ્રિકન ટીમ સામેની મેચ પહેલા ખેલાડીઓને થોડો આરામ આપવામાં આવ્યો છે. આફ્રિકન ટીમ સામેની મેચ માટે ચહલનો પણ ભારતીય કેમ્પમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ફિલ્ડમાં પ્રવેશતા પહેલા તેણે નવો લુક અપનાવ્યો છે. પ્રખ્યાત હેરસ્ટાઈલિસ્ટ આલીમ હકીમે તેની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરમાં ચહલ નવા લુકમાં જોવા મળી રહ્યો છે.

ચહલની આ તસવીર શેર કરતાં અલીમ હકીમે તેના કેપ્શનમાં લખ્યું, ‘ફ્રેશ સમર કટ ફોર અમારા @yuzi_chahal23.’ તમને જણાવી દઈએ કે આલીમ હકીમ બોલિવૂડમાં સેલિબ્રિટી હેરસ્ટાઈલિસ્ટ તરીકે ઓળખાય છે. ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પણ પોતાના વાળ કપાવવા માટે હકીમ પાસે જાય છે.

આલીમ હકીમની મેડ સ્ટાઈલ સેન્સ તેને અન્ય હેરસ્ટાઈલિસ્ટ કરતા માઈલ આગળ લઈ જાય છે. કદાચ આ જ કારણ છે કે મોટાભાગની સેલિબ્રિટીઓ નવા લુકની શોધમાં આલીમ હકીમના સલૂનમાં પહોંચે છે. સોશિયલ મીડિયામાં ઉપર પણ યુઝીની આ નવી સ્ટાઇલની તસવીરો ખુબ જ વાયરલ થઇ રહી છે, યુઝીના આ નવા લુકને ચાહકો મહેન્દ્ર સિંહ ધોનીએ 10 મહિના પહેલા કરાવેલી હેરસ્ટાઇલ સાથે સરખાવી રહ્યા છે.

Niraj Patel