ભૂતપૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહના દીકરાનો ક્યૂટ ક્યૂટ વીડિયો આવે સામે, મમ્મીના ખોળામાં સૂતો જોઈને ચાહકોના દિલ જીતી લીધા, જુઓ

ભારતીય ક્રિકેટ ટીમનો દિગ્ગજ ભૂતપૂર્વ ખેલાડી યુવરાજ સિંહ આજે પણ કરોડો લોકોનો આઇડિયલ છે. ભલે તેને આજે ક્રિકેટમાંથી સન્યાસ લીધો હોય પરંતુ તે તાજેતરમાં જ રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ 2022માં રમતો જોવા મળ્યો હતો. ચાહકો યુવરાજના જીવન વિશે પણ સતત અપડેટ મળેવ્યા કરે છે. ત્યારે હાલમાં જ તેની પત્ની અને તેનો દીકરો સ્પોટ થયા હતા.

યુવરાજની પત્ની હેઝલ કીચ અને દીકરો ઓરિઅનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. યુવીની પત્ની હેઝલ અને તેમના પુત્ર ઓરિઅનને મુંબઈ એરપોર્ટ પર તેમની ફ્લાઇટ લેતા પહેલા એરપોર્ટની બહાર જોવામાં આવ્યા હતા, જ્યાં તેમનો પુત્ર ઓરિઅન સૂતો જોવા મળ્યો હતો. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

આ પ્રસંગે હેઝલ કીચ તેના દીકરાને સાચવતી જોવા મળી હતી. તે કેમેરા તરફ જોઈને પોઝ પણ આપી રહી છે. આ દરમિયાન તે તેના દીકરા સાથે એરપોર્ટ જઈ રહી છે. તે કેમેરાને જોતી વખતે પણ પોઝ આપે છે. હેઝલ કીચનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ઘણા લોકો આના પર અભિનંદન આપી રહ્યા છે.

એક પ્રશંસકે લખ્યું, ‘આ આપણા સામાન્ય માણસોની જેમ જ છે. દીકરો સાથે હોવા છતાં, તેમના પર ચહેરો ન બતાવવાનું કોઈ દબાણ નથી.’ બીજાએ લખ્યું, ‘ખૂબ જ સુંદર સ્મિત તેમનામાં અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી જેવો ગુસ્સો નથી, સુંદર મહિલા.’ એકે લખ્યું, ‘એટલું ક્યૂટ’ એકે લખ્યું, ‘સારું, તેને છુપાવ્યો નહીં બેબી, તે ખૂબ જ સારી વાત છે’ એકે લખ્યું છે, ‘ક્યૂટ બેબી’.

નોંધનીય છે કે હેઝલ કીચ ફિલ્મ બોડીગાર્ડમાં જોવા મળી હતી.આ ફિલ્મને ખૂબ પસંદ કરવામાં આવી હતી. હેઝલ કીચ યુવરાજ સિંહ સાથે લગ્ન કરી ચૂકી છે. બંનેએ લવ મેરેજ કર્યા છે. આ દરમિયાન હેઝલ કીચનું વજન ઘણું વધી ગયું છે. એવું પણ જાણવા મળ્યું છેકે  તે પોતાનું વજન ઘટાડવા પર કામ કરી રહી છે અને જીમમાં સખત મહેનત કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

હાલમાં જ યુવરાજ સિંહ અને દિગ્ગજ સ્પિનર હરભજન સિંહના નામ ઉપર પંજાબ ક્રિકેટ સંઘ મેદાનના સ્ટેન્ડને આ બંને ખેલાડીઓના નામ આપવામાં આવ્યા હતા. નોર્થ પેવેલિયનને યુવરાજ સિંહના નામ ઉપર અને ટેરેસ બ્લોકનું નામ હરભજન સિંહના નામ ઉપર રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત બંને ખેલાડીઓને મોહાલીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી પહેલી ટી-20 મેચમાં પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા.

Niraj Patel