ટીવીના સેલિબ્રિટી પ્રિન્સ નરુલાની પત્ની યુવિકા ચૌધરી પર તૂટી પડ્યો દુ:ખોનો પહાડ, ખૂબ જ નજીકના વ્યક્તિનું થયુ મોત

ડોગ માણસનો સૌથી વફાદાર સાથી કહેવાય છે. સાથે રહેતી વખતે બંને વચ્ચે એવું બંધન બંધાઇ જાય છે કે, ઘણી વખત વ્યક્તિ તેના પાલતુને ગુમાવવાનું દુઃખ સહન કરી શકતો નથી. અભિનેત્રી યુવિકા ચૌધરી પણ હાલ આવા જ સમયમાંથી પસાર થઈ રહી છે. હાલમાં જ તેના પેટ ડોગનું અચાનક મૃત્યુ થયું છે, જેને ગુમાવ્યા બાદ અભિનેત્રી ખૂબ જ દુઃખી છે. પ્રિન્સ નરુલા અને યુવિકા ચૌધરીના પેટ ડોગનું રમતી વખતે અચાનક કાર્ડિયાક અરેસ્ટને કારણે મોત થયું છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને આ માહિતી આપી છે.

તેણે તેના સુંદર પાલતુ ડોગ સાથે ડાન્સનો એક વિડિયો પણ શેર કર્યો છે. આ વીડિયોના કેપ્શનમાં તેણે લખ્યું છે કે, તમે અમને ખૂબ જલ્દી છોડી દીધા, હું RIPમાં ડૂબી શકતી નથી. અમારા જીવનમાં આવવા બદલ આભાર. ઓમ શાંતિ. આ સિવાય યુવિકાએ પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર પણ તસવીર અને વીડિયો શેર કર્યો છે. જેમાં લખ્યુ હતુ કે, તમે ભલે આ દુનિયામાં નથી પરંતુ હંમેશા દિલમાં રહેશો. એક્ટ્રેસની આ પોસ્ટ જોઈને ફેન્સ ખૂબ જ ઈમોશનલ થઈ રહ્યા છે અને કોમેન્ટ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, પેટ ડોગના મૃત્યુના સમાચાર હજુ સુધી તેના પતિ પ્રિન્સ નરુલાને મળ્યા નથી, કારણ કે તે આ દિવસોમાં કંગના રનૌત દ્વારા હોસ્ટ કરવામાં આવતા રિયાલીટી ઓટીટી શો લોકઅપમાં વ્યસ્ત છે. લોકઅપમાં પ્રિન્સ ઘણુ સારુ રમી રહ્યો છે. તે ભલે લોકઅપમાં બધા કંટેસ્ટેંટ કરતા પછી આવ્યો હોય પરંતુ તેને જીતનો પ્રબળ માનવામાં આવી રહ્યો છએ. પ્રિન્સે ઘણા રિયાલીટી શો જીત્યા છે અને તે MTV રિયાલીટી શો Roadies માં કેપ્ટન પણ રહી ચૂક્યો છે.

યુવિકાના કરિયરની વાત કરીએ તો તેણે ઘણી ફિલ્મો અને ટીવી શોમાં કામ કર્યું છે. બિગબોસની 9મી સીઝન બાદ યુવિકાએ ઓક્ટોબર 2018માં અભિનેતા પ્રિન્સ નરુલા સાથે લગ્ન કર્યા હતા. બંનેનો પ્રેમ બિગબોસના ઘરમાં જ શરૂ થયો હતો. બાદમાં બંનેએ લગ્ન કરી લીધા હતા. બંનેના લગ્નની તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. બંનેના લગ્નમાં ટીવી જગત ઉપરાંત બોલિવૂડ અને ક્રિકેટના સ્ટાર્સ પણ સામેલ થયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Yuvvikachaudhary (@yuvikachaudhary)

બંને અવાર નવાર પોતાનો પ્રેમ સોશિયલ મીડિયા પર વ્યક્ત કરતા જોવા મળએ છે.બિગબોસમાં આવ્યા બાદ યુવિકાની ફેન ફોલોઈંગ લાખો-કરોડોમાં પહોંચી ગઈ છે. આ જ કારણ છે કે તેના વીડિયો અને બ્લોગ્સ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થતા રહે છે.

Shah Jina