ચંપલ પહેરી બે યુવકોએ શિવલિંગ બીયરથી આવું આવું કરવા લાગ્યા , વીડિયો વાયરલ થયા બાદ મચી ગયો હંગામો

કળયુગ ફાટ્યો: શિવ ભગવાનના શિવલિંગ સાથે બે વિકૃત યુવકે કરી ગંદી હકત…જાણો સમગ્ર મામલો

સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં બે યુવકો ચંપલ પહેરી પાણી પાસે બેસેલા જોવા મળી રહ્યા છે. આમાંથી એક નશાની હાલતમાં શિવલિંગ પર બીયરથી અભિષેક કરી રહ્યો છે. આ ઉપરાંત બેકગ્રાઉન્ડમાં ભોલે બાબાનું મ્યુઝિક પણ ચલાવવામાં આવ્યુ છે. આ વીડિયોને આરોપીઓના સાથીએ જ શુટ કર્યો છે. જે બાદ સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યો. વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે, શિવલિંગ એક નદી કિનારે સ્થિત છે અને બંને યુવકોએ હાથમાં બીયરના કેન પકડ્યા છે. તે બાદ એક યુવક નશાની હાલતમાં બીયરથી શિવલિંગ પર અભિષેક કરે છે. ત્યાં બીજો યુવક તેની બાજુ બેસી બીયર પી રહ્યો છે.

આ દરમિયાન બંને ચંપલ પહેરેલા પણ જોવા મળી રહ્યા છે. આ શર્મનાક કરતૂત દરમિયાન બેકગ્રાઉન્ડમાં ભોલે બાબાનું મ્યુઝિક પણ ચલાવવામાં આવ્યુ છે. આ વીડિયોને યુવકોના સાથીએ જ શૂટ કર્યો છે. બાદમાં તેને સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો સામે આવતા જ જંગલમાં આગની જેમ વાયરલ થઇ ગયો હતો. આ ઘટના ચંદીગઢના આસપાસની જણાવવામાં આવી રહી છે. જો કે, આ ઘટના ક્યાંની છે તેની પુષ્ટિ ગુજ્જુરોક્સ કરતુ નથી.

બજરંગ દળ અને ભાજપા કાર્યકર્તાઓએ આઇટી પાર્ક પોલિસ સ્ટેશનમાં આ ઘટનાની ફરિયાદ નોંધાવી છે અને માંગ કરી છે કે આરોપી વિરૂદ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવે. આરોપી ઇન્દિરા કોલોનીનો નરેશ ઉર્ફે કાલિયા જણાવવામાં આવી રહ્યો છે. પોલિસ આ મામલે તપાસમાં જોડાયેલી છે. બજરંગ દળે કહ્યુ કે, જો આરોપીઓ પર સખ્ત કાર્યવાહી કરવામાં નહિ આવે તો વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.ન્યૂઝ18 અનુસાર, હિંદુ પરિષદ આઈટી પાર્ક પોલીસ સ્ટેશનની બહાર જોરદાર વિરોધ પ્રદર્શન કરવાની તૈયારી કરી રહ્યું છે.

સામાજિક કાર્યકર અરવિંદ સિંહે દૈનિક ભાસ્કરને જણાવ્યું કે આરોપી યુવકોની ધરપકડ કરીને તેમની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. એક અધિકારીએ જણાવ્યું કે આ કૃત્ય વિરુદ્ધ હિંદુ સંગઠનો સાથે જોડાયેલા લોકો ચંદીગઢ પોલીસ અધિકારીઓને મળશે અને તેમની વહેલી તકે ધરપકડ કરવાની માંગ કરશે. તેમણે કહ્યું કે જો વહીવટીતંત્ર જલ્દીથી કોઈ પગલાં નહીં લે તો તેઓ વિરોધ નોંધાવશે.

Shah Jina