બાગેશ્વર ધામમાં કટ્ટો અને કારતુસ લઈને ઘુસી ગયો સજજન ખાન, શું ધીરેન્દ્ર શાસ્ત્રી હતા ટાર્ગેટ ? આ રીતે આવી ગયો હાથમાં, જાણો સમગ્ર મામલો

(Cover Photo: પ્રતીકાત્મક) બાગેશ્વર ધામ આવ્યું ફરી ચર્ચામાં, દેશી બનાવટની પિસ્તોલ અને કારતુસ સાથે આશ્રમમાં ફરતો યુવક ઝડપાયો, શું હિન્દૂ રાષ્ટ્રની માંગ કરી રહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીને મારવા આવ્યો હતો ?

Youth Arrived in Bageshwar Dham with Katta : છતરપુર જિલ્લામાં આવેલું બાગેશ્વર ધામ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. લાખો લોકો માટે આ ધામ ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર પણ બની ગયું છે, સાથે જ બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી પણ હંમેશા તેમના ચમત્કારોને લઈને ચર્ચામાં રહેતા હોય છે.  ત્યારે હાલ બાગેશ્વર ધામ એક અન્ય કારણે ફરીથી ચર્ચામાં આવ્યું છે.

બાગેશ્વર ધામમાં એક યુવકની ગેરકાયદેસર હથિયાર સાથે ધરપકડ કરવામાં આવી છે. યુવક પાસેથી એક જીવતો કારતૂસ અને દેશી બનાવટની પિસ્તોલ મળી આવી છે. આ માહિતી સામે આવતા જ જિલ્લા વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ છે. પોલીસે યુવકની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે ધરપકડ કરાયેલ યુવક શિવપુરીનો રહેવાસી છે.

મીડિયા રિપોર્ટ અનુસાર બાગેશ્વર ધામની અંદર પરિક્રમા માર્ગમાં 44 વર્ષીય સજ્જન ખાન રહે છે. યુવક ગેરકાયદે કટ્ટા અને જીવતા કારતુસ સાથે નાસતો ફરતો હતો. ધામમાં હાજર ભક્તો અને સેવકોએ યુવકને કટ્ટા સાથે ફરતો જોયો ત્યારે તેઓએ પોલીસને જાણ કરી હતી. તત્પરતા બતાવતા બમિથા પોલીસે ઘટના સ્થળે પહોંચીને દેશી બનાવટના કટ્ટા અને કારતુસ સાથે આરોપીની ધરપકડ કરી હતી.

છતરપુરના એસપી અમિત સાંઘીએ જણાવ્યું કે આ ઘટના 18 જૂનના રોજ બની હતી. સ્થળ પરથી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. યુવક પાસેથી દેશી બનાવટની પિસ્તોલ અને એક જીવતો કારતૂસ મળી આવ્યો છે. આરોપી યુવક મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લાનો રહેવાસી હોવાનું કહેવાય છે. પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી કલમ 25/27 હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે, પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી સતત હિંદુ રાષ્ટ્રની માંગ કરી રહ્યા છે. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીથી પ્રભાવિત થઈને મુસ્લિમ ધર્મના ઘણા લોકો હિંદુ ધર્મ અપનાવી રહ્યા છે. જેમાં ધામની અંદર ગેરકાયદેસર હથિયારો અને કારતુસ સાથે ફરતો મુસ્લિમ યુવક મોટી ઘટનાનો સંકેત આપે છે.

Niraj Patel