અચાનક ખાડાની અંદર પડી ગયો યુવક, ખાંડમાંથી નીકળવા લાગ્યા ધુમાડા.. આસપાસ ઉભેલા લોકો દોડવા લાગ્યા અને અંદર જોયું તો…

અચાનક ધરતી ફાટી અને યુવક જીવતો જ સમાઈ ગયો અંદર, ખાંડમાંથી નીકળવા લાગ્યા ધુમાડા..પછી થયું તેની સાથે..

ચોમાસાની સીઝન ચાલી રહી છે, અને આ દરમિયાન ઘણી હૃદય કંપાવનારી ઘટનાઓ પણ સામે આવી રહી છે, ક્યાંક વીજળી પાડવાના કારણે લોકોના મૃત્યુ થઇ રહ્યા છે તો ક્યાંક ભારે વરસાદના કારણે પૂર ભરાઈ ગયા છે તો ઘણી જગ્યાએ વાદળ ફાટી રહ્યા છે તો ઘણા મકાન પણ ધરાશયી થઇ રહ્યા છે. ત્યારે હાલ એક ધરતી ફાટવાની ઘટના પણ સામે આવી છે.

ઝારખંડના ધનબાદ જિલ્લામાં રવિવારના સવારે આ ઘટના ઘટી. જેના કારણે સમગ્ર વિસ્તારની અંદર ભયનો માહોલ વ્યાપે ગયો છે, આ ઘટના લોકોમાં ચર્ચાનો વિષય પણ બની છે. બન્યું એવું કે એક વ્યક્તિ કુદરતી હાજત માટે જઈ રહ્યો હતો, અચાનક રસ્તામાં જ તે ધરતીની અંદર સમાઈ ગયો. અન્ય લોકોની નજર તેના ઉપર પડી અને તે તરત જ ખુબ જ મુશ્કેલીથી તેને બાહર કાઢવામાં આવ્યો અને તેને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યો જ્યાં તેની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે.

આ ઘટના કેન્દૂઆડીહ યુસીસી ઇન્ફ્રા આઉટસોર્સીંગની બાજુમાં બની છે. ગનસાડીહના રહેવાસી 28 વર્ષીય ઉમેશ પાસવાન સવારે કુદરતી હાજતે જઈ રહ્યો હતો. અચાનક રસ્તાની અંદર ભુવો બન્યો અને તે તેમાં પડી ગયો. તમને જણાવી દઈએ કે ધનબાદ જિલ્લાના આ વિસ્તારની અંદર કોલસાના ખોદકામ માટે જગ્યા જગ્યાએ ખાડા બનાવવામાં આવ્યા છે જેમાંથી એકમાં ઉમેશ પડી ગયો.

જ્યાં સુધી ઉમેશ કઈ સમજી શકતો, તે ખાડામાં જીવતો જ ઉતરી ગયો. આ ખાડામાંથી ધુમાડો પણ નીકળી રહ્યો હતો.કોઈને પણ સમજમાં આવી રહ્યું નહોતું કે આખરે થઇ શું રહ્યું છે. બીજા લોકોની નજર પણ તેના ઉપર પડી અને ખુબ જ મહેનત બાદ તેને બહાર કાઢવામાં આવ્યો અને હોસ્પિટલ મોકલવામાં આવ્યો. ખાડામાં પાડવાના કારણે ઉમેશ 90 ટકા જેટલો સળગી ગયો છે. પોલીસ હવે આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

Niraj Patel