Young man died of a heart attack in Kadi :ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકની ઘણી ઘટનાઓ સતત સામે આવી રહી છે. ઘણા લોકો હાર્ટ એટેકના કારણે મોતને ભેટતા હોય છે અને ખાસ કરીને યુવાનોમાં હાર્ટ એટેક આવવાનું પ્રમાણ પણ ખુબ જ વધ્યું છે. રોજ બરોજ કોઈને કોઈ યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનું સામે આવે છે. ત્યારે આવી જ એક ઘટના હાલ કડીમાંથી સામે આવી છે. જ્યાં શાકભાજી વેચી રહેલા એક યુવકનું હાર્ટ એટેકથી મોત થવાના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર કડીના ભાવપુરા વિસ્તારમાં રહેતા અને છૂટક શાકભાજીનો વ્યવસાય કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવનારા ભીખાજી ઠાકોરને બે દીકરા છૂટક કામ ધંધો કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. જેમાંથી એક દીકરો સુનિલ ઉર્ફે લાલો રીક્ષા ચલાવે છે. તેના પણ બે દીકરા છે. લાલો ગતરોજ સાંજે બાળકોના સ્કૂલમાં કાર્યક્રમ હોવાના કારણે બાળકોને સાંજે સ્કૂલમાં મુકવા માટે ગયો હતો.
જેના બાદ તે ઘરે ગયો અને ઘરેથી છોકરી પર બાઈક લઈને મિત્રો સાથે વાત કરી રહ્યો હતો એ દરમિયાન જ તેને છાતીમાં દુખાવો શરૂ થતા તેને તેના મિત્રોને વાત કરી હતી. તેના મિત્રો તેને રિક્ષામાં બેસાડીને હોસ્પિટલ લઇ જઈ રહ્યા હતા. જ્યાંથી કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં લઇ જવામાં દરમિયાન જ રસ્તામાં જ તેનું મોત થઇ ગયું હતું. હોસ્પિટલમાં પહોંચતા તબીબે પણ તેને મૂર્ત જાહેર કર્યો હતો. ત્યારે આ ઘટનાને લઈને પરિવાર તેમજ મિત્રોમાં શોકનો માહોલ છવાયો હતો.
લાલો ખુબ જ હસમુખ સ્વભાવનો અને ખુશ મિજાજનો યુવક હતો. જયારે તેના મોતનો ખબર તેના પરિવારને થઇ ત્યારે તેનો પરિવાર પણ તૂટી પડ્યો હતો. જયારે તે તેના બાળકોને શાળામાં મુકવા માટે ગયો ત્યારે તેની પત્ની પણ તેની સાથે હતી, બાળકોને મૂકી તે ઘરે આવ્યો અને પછી કોઈ કામ માટે બાઈક લઈને નીકળ્યો હતો. કામ પતાવી તે ચોકડી પર બેસીને મિત્રો સાથે વાત કરતો હતો ત્યારે આ ઘટના બની.