મહેસાણામાં દૂધ વેચવા વાળા યુવકને ખરીદવું હતું મનગમતું બાઈક, પરચુરણના કોથળા ભરીને પહોંચ્યો શોરૂમ અને પછી… જુઓ

છેલ્લા થોડા દિવસથી પરચુરણ લઈને શોરૂમમાં બાઈક અને ગાડી ખરીદવાની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં ઘણા લોકો પોતાનું મનગમતું વાહન ખરીદવા માટે કોથળામાં પરચુરણ ભરીને પહોંચતા હોય છે, ત્યારે હાલ એવી જ એક ઘટના ગુજરાતમાંથી પણ સામે આવી છે.

મળી રહેલી માહિતી અનુસાર મહેસાણામાં દૂધના વ્યવસાય સાથે સંકળાયેલા એક વ્યક્તિને બાઈકની જરૂરિયાત આવતા તેને લેવાનું વિચાર્યું પરંતુ તેની પાસે 90 હજાર રૂપિયાનું પરચુરણ હોવાના કારણે તેને તકલીફ થઇ રહી હતી, પોતાની પાસે રહેલ પરચુરણને તે કોથળામાં ભરી અને બાઇકના શો રૂમમાં પહોંચ્યો.

એક પછી એક ત્રણ શો રૂમમાં તે વ્યક્તિ પરચુરણના કોથળા લઈને પહોંચ્યો પરંતુ શો રૂમના સંચાલકો દ્વારા આટલું બધું પરચુરણ કરવાની ના પાડતા અને તેમની પાસે સ્ટાફની અછત હોય સિક્કા જમા કરાવવામાં તકલીફ પડતી હોવાનો હવાલો આપીને યુવકને પરત મોકલવામાં આવ્યો હતો, પરંતુ યુવકે પોતાનો પ્રયાસ ચાલુ જ રાખ્યો.

જેના બાદ તે યુવક બાઈક ખરીદવા માટે રાધનપુર રોડ ઉપર આવેલા એક બાઇકના શો રૂમમાં પહોંચ્યો, જ્યાં મેનેજરે તેની વાત સાંભળી અને સિક્કાના બદલામાં બાઈક આપવાની પણ વાત જણાવી. જેના બાદ ગ્રાહક સિક્કા લઈને શો રૂમમાં આવ્યો અને કોથળા ભરેલા સિક્કા લાવીને શો રૂમમાં ઢગલો કર્યો.

શો રૂમનો મોટાભાગનો સટાફ સવારથી સિક્કા ગણવામાં લાગી ગયો હતો, 90 હજાર રૂપિયાના સિક્કાની ગણતરી થઇ ગયા બાદ ગ્રાહકને વાહન આપવામાં આવ્યું હતું, આ ઘટનાનો વીડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. યુવકનું પણ વાહન ખરીદવાનું સપનું પૂર્ણ થતા તે પણ ખુબ જ ખુશ જોવા મળ્યો હતો.

Niraj Patel