પુત્ર સાથે ન્હાવા ગયેલા પતિ પત્નીનું મોત, હજુ તો ચિતા સળગતી જ હતી ત્યાં આવ્યા દીકરાના મોતના સમાચાર, રૂંવાડા ઉભા કરી દેનારી ઘટના

બાથરૂમમાં નહીં રહેલા પતિ પત્નીને બાળકનું મોત, આંખે આખો પરિવાર ઉજળી ગયો…જુઓ તસવીરો

ગુજરાત સમેત દેશભરમાં કેટલીક એવી ઘટનાઓ સામે આવતી હોય છે જેને જોઈને આપણા પણ રૂંવાડા ઉભા થઇ જાય. ત્યારે હાલમાં જ એવી જ એક દુર્ઘટનાની ખબરે લોકોના કાળજા પણ કંપાવી દીધા છે. જેમાં ધુળેટી રમ્યા બાદ એક માતા-પિતા પોતાના ચાર વર્ષના દીકરા સાથે બઠરૂમમાં નાહવા માટે ગયા અને ગેસ ગિઝરના કારણે બંને મોતને ભેટ્યા. દીકરાને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો પરંતુ બંનેની અંતિમ વિધિ ચાલી રહી હતી ત્યારે જ દીકરાના પણ મોતની ખબર સામે આવી.

આ રૂંવાડા ઉભા કરી દેનારી ઘટના સામે આવી છે ભીલવાડામાંથી. જ્યાંના શાહપુરામાં ધુળેટી રમ્યા બાદ બાથરૂમમાં ન્હાતી વખતે ગેસ ગીઝરથી ગૂંગળામણથી દંપતીનું મોત થયું હતું. આ ઉપરાંત તેમનું માસૂમ બાળક બેભાન થઇ ગયું. જેની સ્થિતિ ગંભીર હતી અને તેને ભીલવાડા રીફર કરવામાં આવ્યો. અકસ્માતના પગલે શાહપુરા નગરમાં શોકનો માહોલ છવાયો હતો.

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર એજન્સી મોહલ્લાના રહેવાસી 37 વર્ષીય શિવનારાયણ ઝંવર અને તેમની પત્ની 35 વર્ષીય કવિતા ઝંવર તેમના ચાર વર્ષના પુત્ર વિહાન સાથે રંગોથી રમ્યા બાદ બાથરૂમમાં સ્નાન કરી રહ્યા હતા. એક કલાક સુધી બહાર ન આવતાં સંબંધીઓએ બૂમો પડી હતી. કોઈ જવાબ ન મળતા દરવાજો ખખડાવ્યો, ત્યારબાદ પણ કોઈ જવાબ ન મળતા દરવાજો તોડ્યો.

જેમાં બાથરૂમની અંદર જ ત્રણેય બેભાન હાલતમાં મળી આવ્યા હતા. આ દરમિયાન ગેસ ગીઝર ચાલુ હતું. ત્રણેયને તાત્કાલિક વાહન દ્વારા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. અહીં ડોક્ટરોએ દંપતીને મૃત જાહેર કર્યા હતા. માસૂમ બાળક વિહાનની હાલત ગંભીર હોવાથી તેને ભીલવાડા રિફર કરવામાં આવ્યો. માહિતી મળતાં સ્ટેશન ઈન્ચાર્જ રાજકુમાર નાયક પોલીસ ટીમ સાથે હોસ્પિટલ પહોંચ્યા.

ગુરુવારના રોજ જયારે તેમના અંતિમ સંસ્કાર ચાલી રહ્યા હતા ત્યારે જ ખબર આવી કે 4 વર્ષના વિહાનનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જેના બાદ પરિવારમાં પણ વધારે દુઃખનો માહોલ છવાઈ ગયો હતો. માતા પિતા બાદ દીકરાના પણ અંતિમ સંસ્કાર ગુરુવારના રોજ જ કરવામાં આવ્યા હતા. એક જ પરિવારના ત્રણ લોકોના મોતના કારણે આખા ગામની અંદર શોકનો માહોલ છવાઈ ગયો હતો.

Niraj Patel