બદલાતી જીવનશૈલી સાથે આજે યુવાનોમાં ફિટનેસ પ્રત્યે ગંભીરતા વધી છે. તો ત્યાં જિમ કલ્ચર પણ વધ્યું છે. તમારી ફિટનેસ માટે કયો યોગ અથવા જીમ વધુ સારુ છે. આ પ્રશ્નની મૂંઝવણ વારંવાર લોકોમાં ઉદ્ભવે છે. જો કોઈ વ્યક્તિ પોતાની ફિટનેસ વિશે ગંભીર હોય તો તે શરૂઆતના તબક્કામાં જ મૂંઝવણમાં હોય છે કે યોગ કે જિમ શું વધુ સારુ છે ?. તો જણાવી દઇએ કે, ઘણી યોગસંસ્થાઓ છે જે લોકોને અનેક તંદુરસ્તી અને આરોગ્યને લાભ આપે છે. તે માને છે કે યોગ અભ્યાસ દ્વારા તંદુરસ્તીને ધ્યાનમાં રાખી શરીરને ખૂબ જ ફ્લેક્સિબલ અને શક્તિશાળી બનાવી શકીએ છીએ.
જેમાં ધ્યાન, બ્રિધિંગ એક્સરસાઇઝ અને બોડી ટનિંગ પર ભાર મૂકવામાં આવે છે. યોગમાં અનેક આસનો હોય છે અને તેમાં કોઇ સાધનની જરૂર પડતી નથી. જ્યારે જિમમાં જવા માટે સમય અને ખર્ચ બંને મહત્વનું છે. યોગ પછી કોઇ વ્યક્તિ તાજગીસભર અને ઊર્જાવાન અનુભવે છે અને થાક પણ દૂર થાય છે.તેનાથી વધારે ભૂખ પણ લાગતી નથી. પરંતુ તમને જિમ કર્યા પછી થાક પણ લાગે છે અને ભૂખ પણ લાગે છે. યોગ કર્યા પછી કંટાળો આવતો નથી, પરંતુ ઊર્જા અનુભવાય છે.
જોકે, એક્સપર્ટ્સનું માનવુ છે કે યોગના અનેક ફાયદા ભલે છે પરંતુ તેના દ્વારા વેઇટ લોસ અને ફેટ લોસ સરળતાથી થતુ નથી. વેઇટ લોસ અને કેલરી બર્ન માટે તો કાર્ડિયો એક્ટિવીટી સહારો છે. જણાવી દઇએ કે, કાર્ડિઓ એક્ટિવિટીમાં સ્વિમિંગ, જમ્પિંગ, દોરડા કૂદવા, જોગિંગ, ચાલુૃવુ, એરોબિક્સ, ડાનસ વગેરે હોય છે. એક્સપર્ટ માને છે કે જો તમને સારુ રિઝલ્ટ જોઇએ છે તો, બંનેનો સહારો લો. સપ્તાહમાં બે-ત્રણ દિવસ યોગની સાથે ત્રણ-ચાર દિવ્સ કાર્ડિયોને પણ રૂટિનમાં સામેલ કરો. આ ઉપરાંત સારા સ્વાસ્થ્ય માટે આહાર અને જીવનશૈલી પણ મહત્વની છે.