મોબાઈલ બનાવનારી કંપની Xiaomiએ લોન્ચ કરશે પોતાની EV કાર, સ્પીડમાં ટેસ્લાને પણ આપશે ટક્કર, જાણો કેટલી છે કિંમત ?

MI હવે પોતાની પહેલી EV કાર લોન્ચ કરશે, શું ટેસ્લા, Porsche, ઓડી, BMW અને Mercedes-Benzને પાડી દેશે? જુઓ નીચે તસવીરો

Xiaomi Launches First Electric Car Su7 : Xiaomi કંપની કે જેણે Mi અને Redmi જેવી બ્રાન્ડના સ્માર્ટફોન વડે વિશ્વભરના ગ્રાહકોના દિલ જીતી લીધા છે, તેણે ઇલેક્ટ્રિક કાર સેગમેન્ટમાં પણ પ્રવેશ કર્યો છે અને SU7 શ્રેણીની કૂપ સેડાન EV લોન્ચ કરી છે. Xiaomi ઈલેક્ટ્રિક કાર, જે Tesla, Porsche, Audi, BMW અને Mercedes-Benz સહિતની ઘણી લોકપ્રિય કંપનીઓની પ્રીમિયમ ઈલેક્ટ્રિક કાર સાથે સ્પર્ધા કરવા માટે આવી છે, તે દેખાવમાં પણ ખૂબ જ અદ્ભુત છે.

Xiaomi 28 માર્ચે ચીનમાં તેની પ્રથમ ઇલેક્ટ્રિક કાર SU7 લોન્ચ કરશે. આ માહિતી કંપનીના ફાઉન્ડર અને સીઈઓ લેઈ જૂને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આપી હતી. આ EVની કિંમતની જાહેરાત 28 માર્ચે એક લોન્ચ ઈવેન્ટમાં કરવામાં આવશે. Xiaomi ઇલેક્ટ્રિક કારની ડિલિવરી પણ તે જ દિવસે શરૂ થશે. ગયા વર્ષે નવેમ્બરમાં આ કારની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી.

X પર માહિતી આપતા Xiaomiના ફાઉન્ડર અને CEO લેઈ જુને કહ્યું કે ત્રણ વર્ષ પહેલા મેં જાહેરાત કરી હતી કે Xiaomi EV માર્કેટમાં પ્રવેશ કરવા જઈ રહી છે. હું મારી પ્રતિષ્ઠાને એક એવા વિઝન પર લગાવી રહ્યો છું જેમાં હું ઊંડો વિશ્વાસ કરું છું. છેલ્લાં ત્રણ વર્ષોમાં, મેં અસંખ્ય પડકારોનો સામનો કર્યો છે, પરંતુ એક વાત હંમેશા મારા હૃદયમાં રહી, તે હતી આગળ વધવાનું ચાલુ રાખવાનો મારો અતૂટ સંકલ્પ. Xiaomi EV માટે આ એક મહત્વપૂર્ણ પહેલું પગલું હશે. હું તમારા બધા વૈશ્વિક ચાહકોને 28મી માર્ચે ‘Xiaomi EV લૉન્ચ’ લાઇવસ્ટ્રીમમાં જોડાવા માટે આમંત્રિત કરું છું.

લેઈ જૂને જણાવ્યું કે આ કારની કિંમત 5 લાખ યુઆન (લગભગ 58 લાખ રૂપિયા)થી ઓછી હશે. આ પહેલીવાર છે જ્યારે કંપનીએ આ કારની સૌથી વધુ કિંમત જાહેર કરી છે. કંપનીએ કહ્યું કે તે દેખાવમાં સ્ટાઇલિશ અને ચલાવવા માટે સૌથી સરળ અને સ્માર્ટ કાર હશે. આ ઓલ-ઇલેક્ટ્રિક સેડાનનું ઉત્પાદન બેઇજિંગ ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રી હોલ્ડિંગ કંપની લિમિટેડ (BAIC)માં કરવામાં આવી રહ્યું છે, પરંતુ તેને MI બ્રાન્ડિંગ મળશે. આ કાર ત્રણ વેરિઅન્ટ્સમાં આવશે – SU7, SU7 Pro અને SU7 Max. વૈશ્વિક બજારમાં તેની સ્પર્ધા BMW i4, BYD Seal અને Tesla Model 3 જેવી કાર સાથે થશે.

Niraj Patel