444 કિલોના આ પોલીસ ઓફિસરને તેની પત્નીએ જાડિયો કહીને છોડી દીધો, પછી હાર્ટ એટેક આવતા જ થઇ ગયું નિધન, જાણો સમગ્ર મામલો

પત્નીના છોડી દીધા બાદ આ વ્યક્તિને આવ્યો હાર્ટ એટેક, 444 કિલો વજનના કારણે પરેશાન થઇ ગઈ પત્ની

આજના સમયમાં મોટાપાથી ઘણા લોકો પીડાઈ રહ્યા છે અને ઘણા લોકોને મોટાપાના કારણે જ ઘણી બધી સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે, ત્યારે ઘણા લોકો એવા પણ હોય છે જેમના પાર્ટનર પણ તેમના મોટાપાથી પરેશાન થઈને તેમને છોડીને જતા રહેતા હોય છે. ઘણા લોકો આ વાતથી સબક મેળવીને પોતાના શરીરને ઘટાડવાના પણ પ્રયત્નો કરવા લાગે છે, પરંતુ હાલ જે ખબર સામે આવી છે તે જાણીને તમે પણ હેરાન રહી જશો.

(image Source: dailyrecord.co.uk)

મેક્સિકોમાં રહેતા એક પુરુષના વધતા વજનના કારણે તેની પત્નીએ તેને છોડી દીધો હતો. આ કારણે તે વ્યક્તિ એટલો દુઃખી હતો કે એક દિવસ હાર્ટ એટેકે તેનો જીવ લીધો. આ વ્યક્તિનું નામ એન્ડ્રેસ મોરેના છે, જેનું વજન લગભગ 444 કિલો હતું. પરંતુ સર્જરી બાદ તેનું વજન 120 કિલો ઘટી ગયું હતું. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, એન્ડ્રેસનું વજન સતત ઘટી રહ્યું હતું પરંતુ ભાવનાત્મક તણાવને કારણે તેને હાર્ટ એટેક આવ્યો અને તેનું મોત થયું.

(image Source: .independent.co.uk)

ડેઈલી મેઈલના અહેવાલ અનુસાર જ્યારે એન્ડ્રેસનો જન્મ થયો ત્યારે તેનું વજન 5.8 કિલો હતું, જે બાદમાં 10 વર્ષની ઉંમરે 83 કિલો થઈ ગયું. તે ડાયાબિટીસનો દર્દી હતો અને તેને એનર્જી ડ્રિંક પીવાની આદત હતી. મોટો થઈને એન્ડ્રેસ પોલીસ ઓફિસર બન્યો. જ્યારે મોરન એન્ડ્રેસ 20 વર્ષનો થયો, ત્યારે તેણે સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરવાનું શરૂ કર્યું. ધીમે ધીમે તેનું વજન ઘણું વધી ગયું. વધતા વજનથી પરેશાન થઈને એક દિવસ તેની પત્નીએ તેને છોડી દીધો.

(image Source: theindependentbd.com)

પત્નીના ગયા પછી એન્ડ્રેસ ખૂબ જ દુઃખી થઈ ગયો અને દરેકને પોતાની પીડા જણાવતો રહ્યો. તે ભાવનાત્મક રીતે ઘણો તણાવમાં હતો. ડેઈલી મેલ અનુસાર એન્ડ્રેસે વજન ઘટાડવા માટે બાયપાસ સર્જરી કરાવી હતી, જેમાં ડોક્ટરોએ તેના પેટનો 70% ભાગ કાઢી નાખ્યો હતો. રિપોર્ટ અનુસાર, એન્ડ્રેસ મોરેનોએ તેના મૃત્યુના એક દિવસ પહેલા લગભગ 6 એનર્જી ડ્રિંક પીધા હતા, જે બાદ તેને હાર્ટ એટેક આવ્યો અને તેનું નિધન થયું. એવું કહેવામાં આવી રહ્યું છે કે હાર્ટ એટેકના દિવસે 7 લોકોએ મોરેનોને સ્ટ્રેચર પર બેસાડ્યો જેથી તેને હોસ્પિટલ લઈ જવામાં આવે. પરંતુ તે મોતને ભેટ્યો. ડૉક્ટરોએ તેમના મૃત્યુનું કારણ અનિયમિત ધબકારા અને હાર્ટ એટેક હોવાનું જણાવ્યું.

Niraj Patel